લગ્નેત્તર સંબંધનના કરૂણ અંજામ! માતાએ પ્રેમી સાથે મળીને 4 વર્ષના પુત્રનું અપહરણ કર્યું, બાળકને સહી સલામત છોડાવ્યું

રાણીપ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ બન્ને આરોપીઓ એક બીજાના ગળાડુબ પ્રેમમાં છે. મહિલા આરોપી જયશ્રી મોર્ય અને તેનો પ્રેમી દિનેશ પરમાર જેને પોલીસે અપહરણ કેસમાં ધરપકડ કરી છે.

લગ્નેત્તર સંબંધનના કરૂણ અંજામ! માતાએ પ્રેમી સાથે મળીને 4 વર્ષના પુત્રનું અપહરણ કર્યું, બાળકને સહી સલામત છોડાવ્યું

ગૌરવ પટેલ/અમદાવાદ: પ્રેમી સાથે મળી પોતના જ બાળકનું અપહરણ કરવાના કેસમાં પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી છે. અમદાવાદના રાણીપ વિસ્તારના રાધાસ્વાની રોડ ખાતેના એક એપાર્ટમેન્ટમાંથી આરોપીઓએ ચપ્પુ બતાવી ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યુ હતું. જેની ફરિયાદ મળતાં માત્ર ગણતરીના કલાકોમાં પોલીસે બાળકને છોડાવી આરોપીની ધરપકડ કરી બાળકને પિતાનો સોંપ્યુ છે. તથા આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાણીપ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ બન્ને આરોપીઓ એક બીજાના ગળાડુબ પ્રેમમાં છે. મહિલા આરોપી જયશ્રી મોર્ય અને તેનો પ્રેમી દિનેશ પરમાર જેને પોલીસે અપહરણ કેસમાં ધરપકડ કરી છે. મહિલા આરોપીએ પ્રેમી સાથે મળીને પોતાના 4 વર્ષના બાળકનુ રિક્ષામા અપહરણ કરાવ્યું. પરંતુ પોલીસે બાળકને સહી સલામત રીતે છોડાવીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. 

ઘટના અંગે વિગતો એવી છે કે રાણીપ વિસ્તારમા 4 વર્ષનો બાળક ઘરે દાદા-દાદી સાથે રમી રહયો હતો. ત્યારે આરોપી મહિલા જયશ્રી મૌર્ય, પ્રેમી દિનેશ પરમાર અને તેમનો મિત્ર મનોજ ઉર્ફે કાળી રિક્ષામા આવ્યા હતા.બાળકના દાદા-દાદીને છરી બતાવીને 4 વર્ષના બાળકનુ અપહરણ કરીને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ પરિવારે પોલીસને કરતા પોલીસે જુદુ-જુદી ટીમો બનાવીને જયશ્રી અને દિનેશની ધરપકડ કરીને બાળકને સહી સલામત છોડાવ્યુ હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપી રાણીપ વિસ્તારમાં જ પતિ સાથે રહેતી હતી. પતિ વશરાજ મોર્ય સાથે જયશ્રી ના લગ્ન 2016મા સમાજના રીત-રિવાજ મુજબ લગ્ન થયા હતા તેમનો એક 4 વર્ષનો દિકરો છે. પરંતુ મહિલા આરોપી જયશ્રી અને આરોપી દિનેશ પરમાર એકબીજાના પરિચયમા આવતા તેઓ વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો અને જયશ્રીએ પ્રેમીને પામવા 4 વર્ષના દિકરાને છોડી પ્રેમી સાથે નાસી ગઈ હતી.

બાદમાં છ માસ સુધી જયશ્રી અને દિનેશ લીવ ઈન રિલેશનશીપમા સાથે રહ્યા. પણ પ્રેમીને મેળવ્યા બાદ જયશ્રી પોતાના 4 વર્ષના દિકરાને મેળવવા માંગતી હતી.જેથી પ્રેમી સાથે મળીને તેણે બાળકનુ અપહરણ કર્યુ. પરંતુ કાયદાકીય પ્રકીયાથી બાળકને મેળવવાના બદલે ગુનાહિત કૃત્ય કરતા પોલીસે ગુનો નોંધીને બન્ને આરોપીની ધરપકડ કરી છે.

હાલ રાણીપ પોલીસે બાળકના અપહરણ કેસમા જયશ્રી અને દિનેશ પરમારની ધરપકડ કરી છે. જયારે મનોજ ઉર્ફે કાલી હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત બાળકના અપહરણ પાછળના કારણોની અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.આ બનાવે લગ્નેત્તર સંબંધનના કરૂણ અંજામનું વધુ એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news