દિવાળી સુધારવા 5 મિત્રોએ ભેગા મળી સિનિયર સિટીઝનને લૂંટ્યા, આ રીતે ઘડ્યો પ્લાન, પરંતુ હવે...

બોપલના હીમાવન ફ્લેટમાં કુરીયર બોય તરીકેની ઓળખ આપીને ઘરનો દરવાજો ખોલાવ્યા બાદ કેટલાક શખ્સોએ વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને બંધક બનાવીને છરીની અણીએ રૂ.1.11 લાખની ધાડ પાડી હતી.

દિવાળી સુધારવા 5 મિત્રોએ ભેગા મળી સિનિયર સિટીઝનને લૂંટ્યા, આ રીતે ઘડ્યો પ્લાન, પરંતુ હવે...

ઉદય રંજન/અમદાવાદ: દિવાળી સુધારવા માટે પાંચ મિત્રોએ ભેગા મળી સિનિયર સિટીઝનને લૂંટ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પાંચેય લૂંટારુઓને તમામ મુદામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બોપલમાં કુરિયર બોય તરીકેની ઓળખ આપી લૂંટ ચલાવી હતી. 

બોપલના હીમાવન ફ્લેટમાં કુરીયર બોય તરીકેની ઓળખ આપીને ઘરનો દરવાજો ખોલાવ્યા બાદ કેટલાક શખ્સોએ વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસીને બંધક બનાવીને છરીની અણીએ રૂ.1.11 લાખની ધાડ પાડી હતી. જેને લઇને ગ્રામ્ય એલસીબીએ ગણતરીના દિવસોમાં જ પાંચેય લૂંટારૂઓ ની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તમામ આરોપીઓમાંથી મુખ્ય સૂત્રધાર ભાવેશ માળી એ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. દિવાળી સુધારવા માટેની અન્ય સાથીદારો ને લાલચ આપીને ભાવેશે અન્ય આરોપીઓને લૂંટનો પ્લાન બતાવ્યો હતો. હાલ પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી પાંચેક લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

બોપલના હીમાવન ફ્લેટમાં રહેતા 55 વર્ષીય પુષ્પાબેન પટેલ તેમના પતિ સાથે ગત સોમવારે ઘરે હતા. બપોરે કુરીયર બોયના સ્વાંગમાં એક શખ્સ આવ્યો અને પાછળથી અન્ય ચાર શખ્સોએ ઘરમાં ઘૂસીને ધાડ પાડી હતી. તમામ શખ્સો એ વૃદ્ધ દંપતી ના ગળા પર છરી મૂકી ને બંધક બનાવી ને સોના-ચાંદીના દાગીના, ભગવાનની ચાંદીની મૂર્તિ સહિત કુલ રૂ.1.11 લાખની લૂંટ કરી હતી. જેને લઇને ગ્રામ્ય એલસીબીએ બાતમી આધારે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સેંધા ઉર્ફે સિદ્ધાર્થ દેસાઈ, ભાવેશ માળી, વિક્રમ ઉર્ફે વિકી દેસાઈ, વિજય રબારી અને શૈલેષ આલની ધરપકડ કરી ધાડના ગુનાનો ભેદ ઉકેલી પાંચેક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આ તમામ આરોપીઓ એકબીજાના પરિચીત છે અને મિત્રો પણ છે. તે તમામ લોકોની કેટલાક વિસ્તારોમાં બેઠક છે અને થોડા દિવસો પહેલા ભેગા થયા ત્યારે સેંધા, શૈલેષ અને વિક્રમે દિવાળી સુધરે તેવું કંઈક બતાવવા નું કહેતા ભાવેશે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. બાદમાં આરોપીઓએ ભેગા મળીને આ ધાડને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. 

મુખ્ય આરોપી ભાવેશ પહેલા ભોગ બનનારના ઘરની બાજુમાં રહેતો હતો અને આ દંપત્તિ પાસે 40-50 લાખ આવ્યા હોવાની માહિતી મળતા તેણે અન્ય આરોપીઓ સાથે મળીને લૂંટ ચલાવી હતી. આરોપી સેંધા ટેક્સી ડ્રાઇવર છે અને અન્ય આરોપીઓ ખાસ કોઈ કામધંધો ન કરતા હોવાથી પોતાની દિવાળી સુધારવા આ ગુનો આચર્યો હતો. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news