અમદાવાદમાં કંઈક મોટું થવાનું હતું, પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું મોટું કારસ્તાન! છેલ્લા એક વર્ષમાં 100થી વધુની ધરપકડ
અમદાવાદમાં હથિયાર ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. અને ગેરકાયદે હથિયાર લોકો ખરીદી કરી રહ્યા છે.. ત્યારે હથિયાર ક્યાંથી આવી રહ્યા છે. અને હથિયારનું શું કનેક્શન છે. તેને લઈને તપાસ કરતા હથિયારના કારોબારનો પર્દાફાશ થયો છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં હથિયારના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ હથિયાર બનાવીને વેચવાનું નેટવર્ક સામે આવ્યું છે. ટ્રેનમાં હથિયાર છુપાવી લાવીને અમદાવાદમાં ઊંચી કિંમતમાં વેચાણ થાય છે. આ હથિયારના કનેક્શનમાં છેલ્લા એક વર્ષમાં 100થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ. કેવી રીતે ચાલે છે અમદાવાદમાં હથિયારનો કારોબાર?
અમદાવાદમાં હથિયાર ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. અને ગેરકાયદે હથિયાર લોકો ખરીદી કરી રહ્યા છે. ત્યારે હથિયાર ક્યાંથી આવી રહ્યા છે. અને હથિયારનું શું કનેક્શન છે. તેને લઈને તપાસ કરતા હથિયારના કારોબારનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે હથિયાર કનેક્શનને લઈને 60 થી વધુ ગુના નોંધાયા છે. જ્યારે 100થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. હથિયારના ઉત્પાદન અને વેચાણ ના નેટવર્કનો ખુલાસો થયો છે. સૌથી વધુ હથિયાર MP ના ધાર જિલ્લાના સિંગાણા તાલુકામાં ઉત્પાદન થાય છે.. ચીખલીગર સમાજના લોકો આ હથિયાર બનાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે અગાઉ આ ગેંગને ઝડપી હતી. જ્યારે બીજા સ્થાને ઉત્તરપ્રદેશમાં હથિયારો બનાવવાની ફેક્ટરી આવેલી છે.
અમદાવાદમાં હથિયાર ના વેચાણ નું પ્રમાણ સતત વધી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે 2023 માં 40 થી વધુ દેશી કટ્ટા, 50થી વધુ પિસ્તોલ, રાઇફલ અને રિવોલ્વર જપ્ત કરી છે..આ ઉપરાંત 300 થી વધુ જીવતા કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું કે હથિયારના સોદાનું નેટવર્ક મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ફેલાયેલું છે.. ટ્રેનમાં હથિયારોની હેરાફેરી કરવામાં આવે છે. ફેક્ટરીમાંથી 10 થી 12 હજારમાં હથિયાર ખરીદીને એજન્ટ મારફતે અમદાવાદ મોકલવામાં આવે છે. અને આ હથિયારમાં દેશી કટ્ટા 25થી 30 હજાર અને પિસ્તોલ 50 થી 70 હજાર માં વેચવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચે હથિયારના સોદાગરો ને પકડવા જુદી જુદી ટીમો બનાવી ને તપાસ શરૂ કરી છે..જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હથિયાર ખરીદી કરનાર અંગત અદાવત માં ઉપયોગ કરવા માટે વધારે પ્રમાણ માં ખરીદી કરે છે.
હથિયારના નેટવર્કની તપાસમાં એજન્ટ થી લઈને હથિયારનું ઉત્પાદન કરતી ફેક્ટરી સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે.. આ ઉપરાંત ફેક્ટરી ઓથી હથિયારનું લીકેજ કરીને વેચવામાં આવી રહ્યું હોવાના પણ ખુલાસા થયા છે. હથિયાર ના વેચાણ નું લાયસન્સ ધરાવતી કંપની ઓ પૈસા કમાવવા નકલી લાયસન્સ સાથે હથિયારોનું વેચાણ કરે છે..જેથી ક્રાઇમ બ્રાન્ચે આવી કંપનીઓ ને લઈને પણ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે