દુધનાં ટેન્કરને ઉભુ રાખીને પોલીસ ચેક કર્યું તો તેમાંથી મળી આવ્યો દારૂ
Trending Photos
સત્યમ હંસોરા/રાજકોટ: ક્રાઈમ બ્રાન્ચે દૂધના ટેન્કરમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. બહારના રાજ્યમાંથી દૂધની આડમાં દારૂનો કાળો કારોબાર પોલીસે પકડી પડ્યો છે. બહારથી દૂધનું ટેન્કર દેખાઈ પણ અંદર દારૂ રાખવા માટે ખાસ ડિઝાઇન તૈયાર કરાઈ હતી. કહેવાય છે કે બુટલેગર ગમે તેટલા સાથે હોય પણ પોલીસની નજરથી બચી નથી શકતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આવા જ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ દૂધના ટેન્કરની આડમાં કરતો હતો દારૂની હેરાફેરી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીનું કારસ્તાન ઝડપી પાડયું છે. ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમીના આધારે એક દૂધનું ટેન્કર ઝડપી પાડ્યું હતું. જેની તપાસ કરતા તેમાંથી મોટી સંખ્યામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાલાવડ રોડ પાસે નવા 150 ફૂટ રીંગ રોડ પરથી કટારિયા ચોકડીથી વાવડી તરફ જવાના રસ્તા પર ઉભેલા દૂધના ટેન્કર ને ઝડપી પાડ્યું હતું. જેમાંથી દૂધની આડમાં 5000 થી વધુ ઈંગ્લીશ દારૂની બોટલ એટલે કે ૧૫ લાખથી પણ વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે દૂધના ટેન્કર ના ડ્રાઈવર બુધારામ બીસનોઈ જે રાજસ્થાન રહે છે તેની પણ ધરપકડ કરી છે.
દૂધ ના ટેન્કર માં દારૂ રાખવા માટે ખાસ વ્યવસ્થા
કોઈ શાતિર વ્યક્તિએ દૂધનું ટેન્કર ખાસ રીતે બનાવવામાં આવ્યું છે. કે જે બહારથી સામાન્ય વ્યક્તિ કે પોલીસને દૂધનું ટેન્કર જ લાગે છે. જે રીતે ડીઝલ ટેન્ક દૂધ નો વાલ્વ સહિતની વસ્તુઓ ટેન્કરમાં યોગ્ય જગ્યા ઉપર જ રાખવામાં આવી છે પરંતુ આ ટેન્કરની નીચે ની બાજુ કે જ્યાં પોલીસને પણ નજર ન પહોંચે ત્યાં એક મોટું ખાનું બનાવવામાં આવ્યું છે કે જ્યાંથી એકથી બે વ્યક્તિ અંદર જઈ શકે અને તેમાં દારુ ચઢાવી કે ઉતારી શકે. દૂધ ભરવાના ટેન્કરમાં જે રીતે ઉપરથી દૂધ ઠાલવવામાં આવે છે તે મુજબ આ ટેન્કરમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અંદર દૂધ નહીં પણ દારૂ જ દેખાય છે. આ ટેન્કર ફક્ત દારૂની હેરાફેરી માટે જ બનાવવામાં આવ્યું હતું પરંતુ તેને દૂધના ટેન્કર નો આકાર આપી દૂધ સાગર ડેરી નો સિમ્બોલ આપી દૂધની આડમાં દારૂની હેરાફેરી થતી હતી.
ઉલ્લેખનીય છેકે છેલ્લા 1 મહિનામાં રાજકોટ પોલોસે અલગ અલગ વિસ્તારો માંથી કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે અને સૌરાષ્ટ્રમાં દારૂ ઘુસાડવાના બુટલેગરીના મનસૂબા ને નાકામ કર્યા છે. ત્યારે સવાલ એ થાય છેકે જો રાજકોટ માં પોલિસ દારૂ ના મોટા જથ્થા પકડાઈ શકતા હોય તો અન્ય રાજ્યો માંથી આ પ્રમાણે દારૂ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કઈ રીતે દારૂ પહોંચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે