આ લોકોથી રહેજો સાવધાન! પોલીસનો રોફ બતાવી ખેરગામમાં વેપારીને માર્યો, રૂપિયા પડાવ્યા, પછી...
વગર મહેનતે અને ઓછા સમયમાં રૂપિયા કમાવા ચીખલીના 50 વર્ષીય મહમદ કાસમ ખલીફાએ પોતાના અન્ય મિત્ર અને વલસાડના પારડીના અસમા ગામના બાબુ વજીર પટેલની સાથે મળી ક્રાઈમ અંતર્ગત ચાલતી એક NGO માં સભ્ય બની તેના ઓળખ કાર્ડ બનાવડાવ્યા હતા.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: નવસારી અને વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભંગાર વેચનારા, કરિયાણા દુકાન વગેરેમાં જઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ હોવાનો રોફ જમાવી વેપારીઓ પાસેથી હજારો પડાવી લેતી ટોળકીને ખેરગામ પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. આરોપીઓ ક્રાઈમ અંતર્ગત NGO ના કાર્ડ રાખી લોકોને પોતે પોલીસ હોવાનો ધાક આપીને લૂંટતા હતા.
વગર મહેનતે અને ઓછા સમયમાં રૂપિયા કમાવા ચીખલીના 50 વર્ષીય મહમદ કાસમ ખલીફાએ પોતાના અન્ય મિત્ર અને વલસાડના પારડીના અસમા ગામના બાબુ વજીર પટેલની સાથે મળી ક્રાઈમ અંતર્ગત ચાલતી એક NGO માં સભ્ય બની તેના ઓળખ કાર્ડ બનાવડાવ્યા હતા. જેનો ઉપયોગ કરી બંને પોતાને નવસારી અથવા વલસાડ જિલ્લાના લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ બતાવી ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ભંગારના ગોડાઉન સહિતની અન્ય કિરાણા દુકાનો તેમજ અન્ય વ્યવસાયના વેપારીઓને તેઓ ગેરકાયદે વેપાર કરતા હોવા સાથે એનકેન પ્રકારે ધમકાવી તેમની પાસે હજારો રૂપિયા કઢાવી લેતા હતા.
જેમની સાથે છેલ્લા બે મહિનાથી વલસાડના ધરમપુરનાં માલણપાડા ગામના રોહિત ગાવિત અને જીતેન ગાવિંત સાથે જ એક સગીર વયના તરૂણને પોતાની સાથે રાખીને પોલીસનો રોફ જમાવી રોડ કરતા હતા. જેમાં ગત 6 જૂન 2023 ના રોજ ખેરગામના ભંગારના વેપારી ને ત્યાં પહોંચી તેના દ્વારા ગેરકાયદેસર રીતે ભંગારનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાવી, તેને પોતે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હોવાનો રોફ બતાવી, ધમકાવીને 25 હજાર રૂપિયા કઢાવ્યા હતા. આરોપીઓના ગયા પછી વેપારીએ તપાસ કરતા આવા કોઈ પોલીસ કર્મી નવસારી LCB માં ન હોવાનું જાણતા વેપારીએ ખેરગામ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
જેથી હરકતમાં આવેલી ખેરગામ પોલીસે બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી મહમદ કાસમ ખલીફા, જીતેન ગાવીત, રોહિત ગાવીત અને સગીરને પકડી પાડયા હતા. જ્યારે મહમદ કાસમ, રોહિત અને જીતેનની ધરપકડ કરી તેમની પાસે પોલીસના ખોટા ઓળખ કાર્ડ કબ્જે કર્યા હતા. સાથે જ કોર્ટમાં રજુ કરી આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવીને તપાસને વેગ આપ્યો છે. જ્યારે અન્ય આરોપી બાબુ પટેલને વોન્ટેડ જાહેર કરી, તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ બનીને લોકોને લૂટતા મહમદ કાસમ ખલીફા અને બાબુ વજીર પટેલ છેલ્લા બે વર્ષોથી લોકોને ઠગીને રૂપિયા કમાઈ રહ્યા હતા. જેમાં મહમદ કાસમ અગાઉ કબુતરબાજીમાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસનું અનુમાન છે. જેથી રીઢા ગુનેગારોએ ધરમપુરનાં માલણપાડાના યુવાનો અને સગીરને સાથે કરીને ટોળકી મોટી તો કરી, પણ નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં આવી જતા હવે જેલની હવા ખાવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે