રાજકોટમાં દારૂપાર્ટી ઝડપાયા બાદ પોલીસની સમગ્ર શહેર પ્રોહીબિશનની રેડ શરૂ

શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ દ્વારા દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં વિઘ્ન બનીતી પોલીસે દરોડા પાડી 30 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે

Updated By: Sep 20, 2019, 09:24 AM IST
રાજકોટમાં દારૂપાર્ટી ઝડપાયા બાદ પોલીસની સમગ્ર શહેર પ્રોહીબિશનની રેડ શરૂ

સત્યમ હંસોરા, રાજકોટ: શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ દ્વારા દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં વિઘ્ન બનીતી પોલીસે દરોડા પાડી 30 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે. ત્યારે આ ઘટના બાદ રાજકોટ પોલીસ દ્વારા સમગ્ર શહેરભમાં પ્રોહીબિશનની રેડ શરૂ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા શહેર ભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પ્રોહીબિશનની રેડ શરૂ કરવામાં આવતા તમામ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો છે. ત્યારે મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટેનો આથો મળી આવે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો:- નવા ટ્રાફિક નિયમઃ રાજ્યની તમામ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેશે

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની બર્થ-ડે પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા ગુરૂવારે રાત્રે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે શંકાસ્પદોની અટકાયત કરી તેમના મેડિકલ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એસીપી એસ.આર.ટંડેલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રિષ્ના વોટર પાર્ક રાજકીય અગ્રણી હરીભાઇ પટેલનો છે. દરોડા દરમિયાન કેટલાક લોકો વોટર પાર્કની દીવાલ કૂદીને ભાગ્યા છૂટ્યાની શક્યતા છે.

આ પણ વાંચો:- 'ભાઇ, અમારી પાસે એવા કોઇ આંકડા આવ્યાં નથી, મંદી એક હવા છે’: CM રૂપાણી

એસીપી એસ.આર. ટંડેલે મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે, અહીં 30 જેટલા લોકો હાજર હતા જેમાં 12 જેટલા લોકો પીધેલા ઝડપાયા છે જેમાં 5 લોકા પરમીટવાળા હતા. અન્ય પીધેલા લોકો પાસે પરમિટ ન હતી. પીધેલાઓમાં એક નિવૃત Dy.SP સહિત પોલીસકર્મીઓ સામેલ છે. પરમીટવાળા સહિત તમામના બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. ક્રિષ્ના વોટર પાર્કમાં બિયરનું ખાલી ટીન જોવા મળ્યું. પોલીસની સાથે મીડિયાકર્મીઓ પણ ક્રિષ્ના વોટર પાર્કમાં પ્રવેશ્યા હતાં. જ્યાં ક્રિષ્ના વોટર પાર્કમાં બિયરનું ખાલી ટીન જોવા મળ્યું હતું. અટકાયતની કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિએ કહ્યું હતુ કે અહીં કોઇ દારૂની પાર્ટી ચાલતી ન હતી. કોઇ લીકર પરમીટવાળા બહારથી દારૂ પી ને આવી ગયા હોય તેવુ બની શકે. કેટલાક લોકો દીવાલ કૂદીને ભાગી ગયા હોવાની શક્યતા છે. 12 લોકો સામે પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયો છે.

આ પણ વાંચો:- કાજલ ઓઝા વૈદ્યની અરજીની સુનાવણીમાં અશ્વિન સાંકડસરિયા રહ્યા ગેરહાજર

10 લોકો પીધેલી હાલતમાં પકડાયા
જયેન્દ્રસિંહ ગોહિલ
સુખદેવસિંહ ચૌહાણ
ભરતભાઈ ભરાડ
હર્ષદભાઈ ઝાલા
કૃષ્ણરાજસિંહ જાડેજા
તખુભા તલાટીયા
જયંતિભાઈ તલસાણીયા
રમેશભાઈ સિંધવ
ચંદ્રકાન્તભાઈ મહેતા
રમણીકભાઈ ઝીંઝવાડીયા

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...