મુંબઈના અનેક વિસ્તારોમાંથી ગેસ લીકેજની સૂચના મળતા BMC અને ફાયર બ્રિગેડ અલર્ટ મોડ પર
મુંબઈ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતે ગેસ લીક (Gas Leak)ની સૂચના બીએમસીને મળતા હડકંપ મચી ગયો છે.
Trending Photos
મુંબઈ: મુંબઈ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતે ગેસ લીક (Gas Leak)ની સૂચના બીએમસીને મળતા હડકંપ મચી ગયો છે. આ સૂચના બાદ ફાયર બ્રિગેડ (Fire Brigade) અને બીએમસી (BMC) અલર્ટ મોડ પર છે. વાત જાણે એમ છે કે પૂર્વ મુંબઈના કેટલાક વિસ્તારોમાંથી નેશનલ કેમિકલ ફર્ટિલાઈઝરના ચેમ્બુર પ્લાન્ટમાંથી ગેસ લીકેજની સૂચના મળી હતી. જો કે થોડીવાર બાદ મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે હજુ સુધી તપાસમાં કોઈ પણ પાઈપલાઈનમાંથી ગેસ લીકેજની વાત સાબિત થઈ નથી.
We have recieved complaints from citizens about odour of some unknown gas in eastern and western suburbs. MCGM has mobilized all concerned agencies. 9 fire engines have been mobilized at various places to find out source of leakage. For any queries, please call 1916 #MCGMUpdates
— माझी Mumbai, आपली BMC (@mybmc) September 19, 2019
તમામ સંબંધિત એજન્સીઓને અલર્ટ કરાઈ
બીએમસીએ ટ્વીટ કરીને કહ્યું કે અમને શહેરના પૂર્વ અને પશ્ચિમ પરા વિસ્તારોમાંથી ગેસ લીકેજના સમાચારો મળ્યાં છે. MCGMએ પણ સંબંધિત તમામ એજન્સીઓને અલર્ટ કરી દીધી છે. ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ગેસ લીકની ભાળ મેળવવા માટે વિભિન્ન વિસ્તારોમાં મોકલાઈ છે. કોઈ પણ જાણકારી માટે 1916 પર ફોન કરો.
જુઓ LIVE TV
આ અગાઉ એક ટ્વીટમાં બીએમસીએ કહ્યું કે આરસીએફ ચેમ્બુરમાં ગેસ લીકની સૂચના મળી હતી જેની ખરાઈ થઈ નથી. જો કે આરસીએફમાં કોઈ લીકેજ થયું નથી. એમજીએલએ 8 મોબાઈલ ઈમરજન્સી વેનને PNG/CNG ગેસ લીકેજની જાણકારી મેળવવા મોકલી છે. બીએમસીએ કહ્યું કે તેમને અજ્ઞાત દુર્ગંધ સંબંધિત 29 ફરિયાદ મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે