નવા ટ્રાફિક નિયમઃ રાજ્યની તમામ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેશે

રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરાયા પછી હાલ RTO કચેરીના કામકાજમાં વધારો થઈ ગયો છે. નાગરિકોને RTO સંબંધિત કાર્યોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીઓને રવિવારના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ નવા ટુ વ્હીલરની ખરીદી સાથે ફરજિયાત હેલ્મેટ આપવા અંગેનો પરિપત્ર પણ સરકારે બહાર પાડ્યો છે. 

નવા ટ્રાફિક નિયમઃ રાજ્યની તમામ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેશે

હીતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરાયા પછી હાલ RTO કચેરીના કામકાજમાં વધારો થઈ ગયો છે. નાગરિકોને RTO સંબંધિત કાર્યોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીઓને રવિવારના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ નવા ટુ વ્હીલરની ખરીદી સાથે ફરજિયાત હેલ્મેટ આપવા અંગેનો પરિપત્ર પણ સરકારે બહાર પાડ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હિકલ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરીને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમમાં 10 ગણો વધારો કરાયો છે. 1 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઈ ગયા છે. જોકે, ગુજરાત સરકારે પ્રજાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલા દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આ સાથે જ રાજ્યમાં હેલ્મેટની ખરીદીમાં અચાનક થયેલા વધારાના કારણે સર્જાયેલી અછતને ધ્યાનમાં રાખીને હેલ્મેટ અને પીયુસી માટેના દંડનો અમલ 15 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. પીયુસી માટે પણ હાલ લાંબી-લાંબી લાઈનો લાગતી હોવાના કારણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 

નવા ટૂ વ્હીલર સાથે હેલ્મેટ આપવા આદેશ 
રાજ્ય સરકારે નવા ટૂ વ્હીલરની ખરીદીની સાથે વાહનની કિંમત વધાર્યા વગર નવું આઈઆસઆઈ માર્કાનું હલ્મેટ આપવાનો રાજ્ય સરકારે ગુરૂવારે આદેશ બહાર પાડ્યો છે. રાજ્ય સરકારે આ અંગેનો પરિપત્ર પણ ગુરૂવારે રાજ્યની તમામ પ્રાદેશિક અને સહાયક વાહન વ્યવહાર કચેરીને મોકલી અપાયો છે. જેમાં તેમના વિસ્તારોમાં તમામ ડીલરોને નવા કાયદાની જોગવાઈ અંગે જાણ કરીને તેનું પાલન કરવા સુચના આપવા જણાવાયું છે. જો ડીલર ફરજિયાત હેલ્મેટ આપવાના નિયમનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ ડીલરના વિસ્તારના સંબંધિત અધિકારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news