પોલીસકર્મી

દારૂના નશામાં ધૂત પોલીસકર્મીએ ઘર્ષણ કરતા છ શખ્સોએ ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતાં 6થી વધુ યુવકોએ લાકડીઓ વડે જાહેર રોડ પર કોન્સ્ટેબલ સુનિલસિંગ ચૌહાણને માર માર્યો હતો. સોલા પોલીસે આ મામલે બે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. 

Oct 21, 2020, 10:54 PM IST

રાજકોટ: પોલીસને લાંછનરૂપ સોપારીકાંડ ઘટનામાં પોલીસ કમિશનરની લાલ આંખ, 3ની બદલી કરાઈ

શહેર પોલીસને લાંછનરૂપ સોપારી કાંડ ઘટનામાં પોલીસ કમિશનરે હવે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા SOGના ફિરોઝ રાઠોડ સહિત 3 પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાંથી તમામની સ્થાનિક પોલીસમાં બદલી કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે 29 એપ્રિલના રોજ SOG ના 3 પોલીસ કર્મીઓ જંકશન વિસ્તારમાં જઇ વેપારીને ધમકાવી સોપારી ,તમાકુ સહિત પ્રતિબંધિત વસ્તુ ખરીદી હતી.

May 11, 2020, 10:05 AM IST

રાજકોટ: લોકડાઉનમાં પોલીસકર્મીએ પાન મસાલાની દુકાન ખોલાવી, CCTV ફૂટેજ સામે આવ્યાં, તપાસના આદેશ

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 શરૂ થઈ ગયું છે. જો કે ઝોન પ્રમાણે છૂટછાટ અપાઈ છે. આ બધા વચ્ચે 29મી તારીખે રાજકોટમાં પોલીસ જવાને પ્રતિબંધિત પાન, માવા અને સિગરેટની દુકાન ખોલાવીને વસ્તુ લીધી હોવાનો મામલો ગરમાયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. પોલીસ કમિશનરે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ ખાતાકીય કાર્યવાહી થાય તેવી શક્યતા છે. 

May 4, 2020, 04:45 PM IST
Savdhan Gujarat: FIR Against Policeman In Ahmedabad PT4M31S

સાવધાન ગુજરાતઃ અમદાવાદમાં પોલીસકર્મી સામે જ FIR, જાણો કેમ...

આમ તો પોલીસનું કામ પ્રજાને રક્ષણ આપવાનું અને સમાજમાં થતા ગુનાઓને રોકવાનું છે.. પરંતુ ખાખી વર્દીધારી જ જ્યારે દાદાગીરી પર ઉતરી આવે અને ગુનેગાર જેવું વર્તન કરવા લાગે ત્યારે પ્રજાના આ રક્ષકોની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે.. આવું જ કંઈક બન્યું અમદાવાદના ચમનપુરામાં જ્યાં એક પોલીસકર્મી સામે જ એફઆઈઆર નોંધાઈ છે...

Mar 5, 2020, 11:55 PM IST

આંધ્ર પ્રદેશ: આ સાંસદે પોલીસકર્મીના જૂતાને જાહેરમાં કરી KISS, વાઈરલ થયો VIDEO 

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ (YSR Congress) ના એક સાંસદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પોલીસકર્મીના જૂતાને ચુંબન કરીને બધાને ચોંકાવી દીધા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં વાયએસઆર સાંસદ એક પોલીસકર્મીના જૂતાને સાફ કરતા અને પછી ચુંબન કરતા જોવા મળી રહ્યાં છે. 

Dec 21, 2019, 02:53 PM IST
Visnagar Trafic point accident cctv PT2M45S

મહેસાણાઃ વિસનગર ટ્રાફિક પોઈન્ટ પાસે થયેલા અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

મહેસાણાઃ વિસનગર ટ્રાફિક પોઈન્ટ પાસે થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. બેફામ કારચાલકે પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા.

Oct 18, 2019, 03:00 PM IST

રાજકોટમાં નિવૃત પોલીસની હાઈ પ્રોફાઈલ બર્થ ડે પાર્ટી..., પોલીસ ખાતા સામે અનેક સવાલો

રાજકોટ અમદાવાદ હાઈ વે પર આવેલ ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત જમદારની બર્થ ડે પાર્ટીમાં દારૂની રેલમ છેલ જોવા મળી હતી. હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પોલીસે દરોડો કરીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે પાર્ટીમાંથી 30 લોકોની અટકાયત કરી હતી

Sep 20, 2019, 12:07 PM IST
Police Raid Start In Rajkot PT1M4S

રાજકોટમાં પોલીસની દારૂપાર્ટી બાદ રાજકોટમાં ઠેર-ઠેર દારૂના અડ્ડાઓ પર રેડ

શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ દ્વારા દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં વિઘ્ન બનીતી પોલીસે દરોડા પાડી 30 જેટલા લોકોની ધરપકડ કરી હતી. ત્યારે આ ઘટના બાદ રાજકોટ પોલીસ દ્વારા સમગ્ર શહેરભમાં પ્રોહીબિશનની રેડ શરૂ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા શહેર ભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પ્રોહીબિશનની રેડ શરૂ કરવામાં આવતા તમામ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો છે. ત્યારે મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટેનો આથો મળી આવે તેવી શક્યતાઓ છે.

Sep 20, 2019, 11:40 AM IST
Rajkot Police Raid Police Party In Krishna Water Park PT13M26S

રાજકોટમાં પોલીસ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી, પોલીસનો દાવો કોઇને પણ છોડવામાં નહી આવે

શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ દ્વારા દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં વિઘ્ન બનીતી પોલીસે દરોડા પાડી 30 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે

Sep 20, 2019, 10:45 AM IST

રાજકોટમાં દારૂપાર્ટી ઝડપાયા બાદ પોલીસની સમગ્ર શહેર પ્રોહીબિશનની રેડ શરૂ

શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ દ્વારા દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં વિઘ્ન બનીતી પોલીસે દરોડા પાડી 30 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે

Sep 20, 2019, 09:08 AM IST

વ્યસન, ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનના કારણે સૌથી વધુ પોલીસ જવાનો અનફીટ

સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલિસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને DGP શિવાનંદ ઝા દ્વારા ફીટનેશ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સીટીમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બનશે. 

Aug 14, 2019, 08:11 PM IST
Jamnagar: Attack on Police PT2M2S

જામનગરમાં પોલીસકર્મી પર લૂંટ ચલાવી 3 શખ્સોએ છરી વડે કર્યો હુમલો

જામનગરમાં પોલીસકર્મી પર 3 શખ્સોએ લૂંટ ચલાવી જીવલેણ હુમલો કર્યો છે. જામનગરના હવાઇ ચોક વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલના ગળામાંથી સોનાના ચેનની લૂંટ ચલાવી ત્રણ અજાણ્યા શખ્સોએ છરી-મુઠ દ્વારા જીવલેણ હુમલો કરી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.

Aug 13, 2019, 10:05 AM IST

કસ્ટોડિયલ ડેથ મામલો: સોનુ યાદવનું નિવેદન બદલવા માટે મળી ધમકી, રક્ષક જ ભક્ષક

સુરત પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓના કારણે એક યુવકનો જીવ ગયો છે, તો બીજી તરફ વધુ એક નિર્દોષનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે, આજે પોતાનો જન્મદિવસ હોવા છતાં આ યુવક ડરી ડરીને રહેવા મજબુર બન્યો છે. વાત છે સોનું યાદવની જેની નજર સામે જ સુરતની ખટોદરા પોલીસે ઓમપ્રકાશ પાંડેને માર માર્યો હતો અને પોલીસના ટોર્ચરથી તેનું મોત થયું હતું. સોનુંને પોલીસે ખુબ ફટકાર્યો હતો અને બાદમાં ધમકી પણ આપી હતી, જોકે ડર્યા વગર પોલીસ સામે ફરિયાદ કરનાર સોનુંને હજુ ડર છે કે તેની સાથે કઈ પણ થઇ શકે છે.
 

Jun 6, 2019, 11:55 PM IST
Surat:  Police Officer Takes Bribe, Video goes Viral PT1M24S

સુરતના પોલીસકર્મીનો વિડીયો કેમ થયો વાયરલ, જુઓ વિગત

સુરત : પોલીસકર્મીનો લાંચ લેતો વિડીયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે. એ.એસ.આઈ આર.જે.પરમાર ને ઘટના સામે આવ્યા બાદ સસ્પેન્ડ કરાયા.1000 રૂપિયાની રસીદ બનાવવાની હતી તે બદલે 500ની લાંચ લીધી હતી. સુરતના જાગૃત નાગરિકે બનાવ્યો હતો વિડીયો. આ ઘટના કાપોદ્રા ચાર રસ્તા પાસે બની હતી.

May 10, 2019, 10:20 AM IST

શાખનો સવાલ: છારાનગરમાં પોલીસ પર હુમલો કરાનારની તાત્કાલીક ધરપકડ

શહેર પોલીસ પર હુમલાના બનાવો વઘતા લોકોની સુરક્ષા કરતા પોલીસને હવે સુરક્ષા લેવાની જરૂરિયાત ઉભી થઇ છે. તાજેતરમાં જ સરદારનગર પોલીસ સ્ટેશનનાં PSI પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો હતો. હવે હેડ કોન્સ્ટેબલ પર હુમલો થયો. છારાનગરમાં સમન્સ પાઠવવા ગયેલ પોલીસકર્મીએ અન્ય પરિવારજનો ના ઝઘડામાં વચ્ચે પડતા પોલીસકર્મી પર હુમલો થયો. સરદારનગર પોલીસ ગણતરીના કલાકોમાં હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી હાલતો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Feb 2, 2019, 06:38 PM IST

પોલીસકર્મીએ મોતને આપી હાથતાળી, કાચાપોચા બિલકુલ ન જુએ આ VIDEO 

ABCના અહેવાલ મુજબ પોલીસ ઓફિસર સાથે આ ઘટના એટલા માટે ઘટી કારણ કે તેઓ જે જગ્યાએથી જઈ રહ્યાં હતાં ત્યાંનો ક્રોસિંગ ગેટ ખરાબ હતો.

Dec 30, 2018, 12:01 PM IST

આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત, આવી છે સુરક્ષા વ્યવસ્થા

દર વર્ષની જેમ અમદાવાદમાં આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને લઇ સાત દિવસના અલગ અલગ કાર્યક્રમો માણવા લાખોની સંખ્યામાં શહેરીજનો કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેતા હોય છે. જેમા સુરક્ષા પુરી પાડવા 2000થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવશે. સાથે જ છેડતી અને મોબાઇલ ચોરી કરતા શખ્સને પકડવા ફેસ રિકોગનાઇઝ કૅમેરા પણ લાગવાશે. જેથી આવા તત્વોને બહારથી જ અટકાવી શકાય.

Dec 25, 2018, 07:19 PM IST

અમદાવાદના છારા નગરમાં રેડ પાડવા ગયેલા પોલીસ કાફલા પર હુમલો, PSI સહિત 3ને ઇજા

સરદાર નગર પોલીસ સ્ટેશનના PSI  મોરી પર છારાનગર વિસ્તારમાં દારૂની રેડ કરવા પોલીસ ટીમ ગઇ હતી તે દરમિયાન આ હુમલો થયો હતો. અસામાજિત તત્વોએ કરેલા હુમલામાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

Jul 27, 2018, 12:08 PM IST

JK: ઔરંગઝેબ બાદ હવે આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદનું અપહરણ કરીને હત્યા કરી નાખી, VIDEO

જમ્મુ અને કાશ્મીરમાં થોડા દિવસ પહેલા જ ઔરંગઝેબ નામના પોલીસકર્મીનું અપહરણ અને હત્યાનો બનાવ બન્યો હતો. હવે ફરી એક પોલીસકર્મીના અપહરણ અને હત્યાની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ શોપિયામાં પોલીસકર્મી જાવેદ અહેમદ ડાર નામના પોલીસકર્મીનું પહેલા અપહરણ કર્યું અને હવે તેનો મૃતદેહ કુલગામથી મળી આવ્યો છે. 

Jul 6, 2018, 08:01 AM IST

રવિંદ્ર જાડેજાની પત્ની રિવાબાને 3 તમાચા ચોડનાર પોલીસકર્મી સસ્પેંડ

સેલિબ્રિટી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીની કારને અકસ્માત અને થયેલા હુમલા અંગે જિલ્લા પોલીસ વડાને જાણ થતાં જ સિટી સી ડિવિઝનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા આરોપી સંજય આહીરની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી. 

May 22, 2018, 10:39 AM IST