ગુજરાતની આ બેઠક પર લોકસભામાં ત્રણ પાટીદારો ઉમેદવારો વચ્ચે મેદાન-એ-જંગ, કોણ કોના પર ભારે પડશે?

Loksabha Election 2024 : દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ છે, અહીં ત્રણ પાટીદાર ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાનમા ઉતર્યા છે 

ગુજરાતની આ બેઠક પર લોકસભામાં ત્રણ પાટીદારો ઉમેદવારો વચ્ચે મેદાન-એ-જંગ, કોણ કોના પર ભારે પડશે?

Diu Daman Loksabha Seat નિલેશ જોશી/દમણ : રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. આ બેઠક પર ભાજપ-કોંગ્રેસની સાથે સાથે અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં છે. માત્ર 1 લાખ 32 હજાર જેટલા મતદારો ધરાવતી આ નાની લોકસભા બેઠક પર ત્રણેય ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ભાજપે આ વખતે દમણના વર્તમાન સાંસદ અને લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી મેદાનમાં છે. તો 2019માં આ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આથી વર્ષ 2019ની જેમ જ આ બેઠક પર ત્રિપાંખીઓ જંગ ખેલાવવા જઈ રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ મતદારોને રિઝવવા પગપાળા દમણના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે. નાનો વિસ્તાર હોવાથી ભાજપના ઉમેદવાર પગપાળા ઘર ઘર જઈ અને પ્રચાર કરી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને અપક્ષ ઉમેદવારે પણ જીતના દાવા સાથે પ્રચાર શરૂ કર્યો છે. 

ભાજપ વર્સિસ કોંગ્રેસ
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર ચાલી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે માત્ર 1 લાખ 32 હજાર જેટલા મતદારો ધરાવતી આ નાની લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે પ્રતિષ્ઠા ભર્યો જંગ ખેલાવવા જઈ રહ્યો છે. આથી ઉમેદવારોએ અત્યારથી જ પ્રચાર ચાલુ કરી દીધો છે. ભાજપે આ વખતે દમણના વર્તમાન સાંસદ અને લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી મેદાનમાં છે. 

ઉમેશ પટેલ ફરીથી ચૂંટણી જંગમાં
2019 માં આ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આથી વર્ષ 2019 ની જેમ આ બેઠક પર ત્રિપાંખીઓ જંગ ખેલાવવા જઈ રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ મતદારોને રિઝવવા પગપાળા દમણના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે. નાનો વિસ્તાર હોવાથી ભાજપના ઉમેદવાર પગપાળા ઘર ઘર જઈ અને પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાય છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ પણ આ વખતે કોંગ્રેસ જીતે તેવા દાવા સાથે પ્રચાર શરૂ કર્યો છે. 

આમ ભાજપ કોંગ્રેસના ઉમેદવારના પ્રચારને લઈ બેઠક પર રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવાર લાલુભાઇ અને ભાજપના અગ્રણીઓ ઘરે-ઘરે ફરી અને લોકોને વિકાસના નામે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કામોને આગળ ધરીને મતદારોનું સમર્થન માંગી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધું છે. કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈ આ વખતે લોકો સમક્ષ જઈ રહ્યા છે. અને જો તેઓ આ ચૂંટણીમાં જીતશે તો દમણમાં મફત વીજળી સહિતના અન્ય લોભામણા વચનો આપીને લોકોનું સમર્થન માંગી રહ્યાં છે. આમ ભાજપ કોંગ્રેસ અને અપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે પ્રદેશમાં અત્યારથી જ ચૂંટણી ફીવર જામી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news