એશિયન યોગા ચેમ્પિયનશીપમાં ગુજરાતની યોગ ક્વીને મળેવ્યો ગોલ્ડ

મહેસાણા જિલ્લાના અંબાલા ગામની અને હાલમાં કડીમાં રહી અભ્યાસ કરતી ગુજરાતની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે.

એશિયન યોગા ચેમ્પિયનશીપમાં ગુજરાતની યોગ ક્વીને મળેવ્યો ગોલ્ડ

તેજસ દવે, મેહસાણા: મહેસાણા જિલ્લાના અંબાલા ગામની અને હાલમાં કડીમાં રહી અભ્યાસ કરતી ગુજરાતની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે. તાજેતરમાં હરિયાણામાં જીત મેળવી હતી અને હવે દેશનું શુકાન સંભાળીને બાંગ્લાદેશના ઢાકામાં એશિયન યોગા ચેમ્પિયનશીપમાં મહેસાણાની પૂજા ફરીવાર વિજય બની અને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવી છે.

મહેસાણાના બહુચરાજી તાલુકાના અંતરિયાળ નાના ખોબા જેટવા અંબાલા ગામના મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલી પૂજાએ યોગગુરુ તરીકે નહીં પરંતુ યોગાક્વીન તરીકે આજે ભારતમાં બહાર આવી છે. તેના યોગ ગુરુ બીજું કોઇ નહીં તેના પિતા ઘનશ્યામભાઇ પટેલ છે અને તેઓ ખેડૂત પણ છે. ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ જ પોતાની દીકરી પૂજાને તૈયારી કરી છે અને ઘનશ્યામભાઇએ પણ યોગની કોઇ તાલીમ લીધી નથી. પરંતુ તેમના યોગના કાર્ય થકી આજે દીકરી ગોલ્ડ મેડલ મેળવી જાય છે.

અનેક મેડલ પૂજા પટેલે પોતાના નામે કર્યા છે અને દેશ માટે આજે તેણે ગોલ્ડ મેળવતા પરિવારમાં ખુશીનો કોઇ પાર નથી. પૂજા જ્યારે 11 વર્ષની હતી ત્યારથી જ તેના પિતા તેને ટ્રેનિંગ આપી રહ્યાં છે. આજે પુત્રી દેશમાં પોતાનું નામ મેળવતા એક ગુરૂ તરીકેના પિતાને ચોક્કસ ગર્વ થઇ રહ્યો છે. જ્યારે ટીવી પર આવતા બાબા રામદેવના યોગ અંગેનો શો જોઇને દીકરી પૂજાને ખાસ પ્રેરણા મળી હતી.

11 વર્ષની હતી ત્યારથી જ તાલીમ લઇ રહી છે અને યોગનો પ્રચાર કરી રહી છે. આતંરરાષ્ટ્રીય કોમ્પિટિશનમાં વિજેતા થયા બાદ હવે પૂજા ગીનીસ બૂકમાં વલ્ડ રેકોર્ડ નોંધાવે તેવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં છે. પૂજા હાલમાં કડી ખાતે અભ્યાસ કરે છે. તાજેતરમાં હરિયાણા ખાતે બેટી બચાવ બેટી પઢાવો થીમ પર મહર્ષિ પતંજલિ યોગ સંસ્થાન તરફથી અખિલ ભારતીય યોગા ચેમ્પિયનશીપ યોજાઇ હતી.

પૂજા પટેલે 15થી 18 વર્ષના વિભાગમાં ભાગ લઇને યોગકલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કલા રસિકોના દિલ જીત્યા હતા. આ ચેમ્પિયનશીપમાં પૂજાને ગોલ્ડ મેડલની સાથે સ્પર્ધાના અંતે યોગ સામ્રાજ્ઞી જાહેર કરાઇ હતી. આ ચેમ્પિનશીપમાં દેશના 22 રાજ્યોમાંથી 5થી 87 વર્ષની ઉંમરના 600 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે તેમાંથી પસંદગી થયા બાદ દેશનું શુકાન તેણે સંભાળ્યું હતું.

બાંગ્લાદેશના ઢાંકામાં એશિયન યોગા કોમ્પિટિશન સ્પર્ધામાં મહેસાણાની પૂજા ફરી એકવાર વિજેતા બની હતી. આ સ્પર્ધામાં ભારત, બાંગ્લાદેશ અને હોંગકોંગના સ્પર્ધકોએ ભાગ લીધો હતા. જે બે દિવસીય યોજાયેલ યોગ સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલનો ડંકો સમગ્ર દેશમાંથી વાગ્યો છે. પૂજાએ આગવું યોગ કૌશલ્ય પ્રદર્શિત કરતી વિજેતા બની છે.

વિવિધ ચાર સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કરી દેશ માટે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતની અને મહેસાણાની દીકરી યોગાક્વીન પૂજાને મેડલો અને સન્માન પત્રોથી હાલમાં વિદેશમાં વિજેતા તરીકે જાહેર કરી પુરસ્કાર પણ આપ્યા છે. આજે પૂજા પટેલને મહેસાણામાં મસ મોટું સન્માન મળ્યું છે.

આજે પૂજાના પ્રયત્ન થકી દેશ અને ગુજરાત સહીત ઇન્ટરનેશનલ સ્પર્ધામાં એટલા મેડલ મેળવ્યા છે કે, આજે તેને સજાવવા માટે કબાટ પણ હાલમાં ટૂંકા પડે છે. તેથી મહેસાણાની આ દીકરીએ યોગ ગુરુ નહીં પરંતુ યોગાક્વીન કરીકે પ્રસિદ્ધિ મેળવી છે અને સ્ત્રી શક્તિનું આગવુ ઉદાહરણ ઉભું કર્યું છે તેમ કહીએ તો નવાઇ નથી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news