આતંકીઓના શોફ્ટ ટાર્ગેટ ઉપર ગુજરાત, સુરક્ષા એજન્સિઓનું રાજ્ય પોલીસને એલર્ટ
ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સુરક્ષા એજન્સિઓને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેટલાક આતંકવાદીઓ ગુજરાતમાં હોવાના ઇનપુટ મળ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આંતકી ગુજરાતમાં વર્ષ 2008 જેવો હુમલો ફરી એકવાર કરવા ઇચ્છે છે
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સુરક્ષા એજન્સિઓને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેટલાક આતંકવાદીઓ ગુજરાતમાં હોવાના ઇનપુટ મળ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આંતકી ગુજરાતમાં વર્ષ 2008 જેવો હુમલો ફરી એકવાર કરવા ઇચ્છે છે. સુરક્ષા એજન્સિઓને ઇનપુટ મળતા ગુજરાત પોલીસ સર્તર્ક થઇ ગઇ છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને બોમ્બ બ્લાસ્ટથી નષ્ટ કરવા ઇચ્છે છે આતંકી: IB એલર્ટ
12 ફેબ્રુઆરીના સમાચાર અનુસાર, ગુજરાતમાં નર્મદા નદીના કિનારે બનેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને લઇને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)એ એલર્ટ જાહેર કર્યું હતું. આઇબીએ એલર્ટ જાહેર કરવાની સાથે જ આતંકવાદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને ઉડાવી શકે છે. આ ઘટનાને અંજામ આપવા માટે આતંકી બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે. આઇબીના એલર્ટ પર ગુજરાત સરકારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિની સુરક્ષા વધારી દીધી છે. પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.
આ પણ વાંચો:- વડોદરામાં આભ ફાટ્યું: પૂરની સ્થિતિ વચ્ચે NDRFની ટીમનું રેસ્ક્યૂ, દાઢ માસના બાળકનો બચાવ્યો જીવ
આગામી 15 ઓગષ્ટ સુધી ગુજરાતમાં આતંકી હુમલાને લઇ જૈશના આતંકીઓ ગુજરાતમાં પ્રવેશવા હોવાના ઇનપુટ મળતા રાજ્યમાં તમામ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, પ્રખ્યાત મંદિરો સહિત ફરવા લાયક સ્થળો પર સુરક્ષા તેજ કરવામાં આવી છે. ઝી 24 કલાકની ટિમ આજે રાજકોટ રેલ્વે સ્ટેશન પહોચી હતી અને રિયાલિટી ચેક કરી હતી.
જેમાં રેલવે સ્ટેશન પર ટ્રેન આવવાના સમય આસપાસ મુસાફરો અને તેમના સામાનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. RPF અને GRPFની એજન્સી ડોગ સ્કોડ સાથે ચેકીંગ કરતી હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં પણ રેલવે સ્ટેશન પર પોલીસ ચેકીંગ કરતી હોય છે ત્યારે એલર્ટ ઇનપુટ મળતા સુરક્ષા ચેકીંગમાં વધારો કરવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે, ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર 182 મીટર ઊંચા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું અનાવરણ કર્યું હતું. નર્માદા નદીમાં સાધુ બેટ દ્વીપ પર નિર્મિત આ પ્રતિમા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે