Bhavnagar: જગન્નાથજી રથયાત્રાની તડામાર તૈયારીઓ, પાંચ નદીઓના નીરથી કરાયો જળાભિષેક
ભગવાનના જળાભિષેકના કાર્યક્રમ દરમિયાન કોરોના મહામારીને ધ્યાને રાખીને સીમિત સંખ્યામાં ટ્રસ્ટીગણ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagar) માં ભગવાન જગન્નાથજી (Jagannath) ની 36 મી રથયાત્રા (Rath Yatra) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજ (Ashadhi Bij) ના દિવસે જગન્નાથજી રથયાત્રા (Jagannathji Rathyatra) નું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે આ વખતે પણ 12 જુલાઈને સોમવાર રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Jagannathji Rathyatra) નીકળે તે માટે ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પાંચ નદીઓના નીરથી કરાયો જળાભિષેક
ભગવાન જગન્નાથજી (Jagannath) ની રથયાત્રા (Rath Yatra) પહેલા અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હોય છે. જેમાં સમિતિ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ અગાઉ સંપન્ન કરી દવામાં આવ્યો છે. જ્યારે પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને કેસર, ચંદન, દૂધ, પંચામૃત અને ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા અને સરયુ જેવી પાંચ પવિત્ર નદીઓના નીરથી જળાભિષેક કરવામાં આવ્યો હતો.
ભગવાનના જળાભિષેકના કાર્યક્રમ દરમિયાન કોરોના મહામારીને ધ્યાને રાખીને સીમિત સંખ્યામાં ટ્રસ્ટીગણ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા માટે વહીવટી વિભાગ અને સરકારની મંજૂરી મળે એ મુજબ આયોજન હાથ ધરવામાં આવશે. પરંતુ એ પૂર્વે તમામ ધાર્મિક વિધિઓ રથયાત્રા (Rath Yatra) મહોત્સવ સમિતિ દ્વારા પૂર્ણ કરવા માં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે