made

GTU દ્વારા થોરમાં ઉગતા લાલ ઝીંડવામાંથી બનાવી કોરોના માટેની અક્સીર દવા

સામાન્ય રીતે કોરોના સંક્રમણ દરમિયાન અને કોરોના મટ્યા બાદ દર્દીઓને શરીરમાં અશક્તિની ફરિયાદ રહેતી હોય છે. તેવામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણે બનાવેલી આયુર્વેદિક હર્બલ મેડિસિન કોરોનાની સારવાર માટે અસરકારક સાબિત થઇ છે. 

May 25, 2021, 06:45 PM IST

AHMEDABAD માં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે PCB-AMC દ્વારા કરાઇ ખાસ વ્યવસ્થા

શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજા તબક્કાના સંક્રમણમાં ઓક્સિજનની વધારે જરૂરિયાત પડતી હોય તેવા દર્દીઓમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે. જેના કારણે મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતમાં ખૂબ મોટો ઉછાળો આવવાના કારણે શહેરમાં મેડિકલ ઓક્સિજનની તંગી સર્જાઇ છે.

Apr 18, 2021, 06:07 PM IST

નવસારીમાં મતદાન અંગે બની છે શોર્ટ ફિલ્મ, અધિકારીઓ કરી રહ્યા છે વાહવાહી

ભારત દેશમાં ચુંટણીને લોકશાહીના પર્વ તરીકે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે વાંસદા ખાતે એક બીએલઓ દ્વારા આ ચુંટણીને ધ્યાને લઈ મતદારોમાં જાગૃત્તા આવે તે માટે દાદાની ભેટ નામની એક શોર્ટ ફિલ્મ બનાવી છે. આ શોર્ટ ફિલ્મમાં દિકરીનો જન્મ થી દિકરી 18 વર્ષની થાય છે. ત્યારે આ દિકરીના દાદા સૌથી પહેલા પોતાની દિકરીનું નામ મતદારયાદીમાં નોધાવે છે. 

Feb 6, 2021, 06:03 PM IST

LCB દ્વારા એક બાઇક અટકાવવામાં આવી, ઘાસનું ગંજ ખોલ્યું અને થયો ઘટસ્ફોટ

જેમ ગુનેગારો હવે  ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ટેકનોલોજીના માધ્યમથી જ આરોપીઓને ઝડપી રહ્યા છે. આજે બોટાદ એલસીબીએ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી 28 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે.બોટાદ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે બે ઈસમો સારંગપુર તરફથી એક મોટરસાયકલ લઈને બોટાદ તરફ આવી રહ્યા છે. જેમાં નંબર પ્લેટ લગાડેલ નથી.

Dec 29, 2020, 09:59 PM IST

બેસતા વર્ષના દિવસે ઇસ્કોન મંદિરમાં 108 કિલોગ્રામ શીરાનો વિશાળ ગોવર્ધન બનાવાશે

16 નવેમ્બર 2020 એટલે નવું વર્ષ. આ ખાસ દિવસે અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ગોવર્ધન પૂજાનો કાર્યક્રમ યોજાશે. રાજ્યમાં બેસતું વર્ષ ઉજવવામાં આવશે સાથે જ આ એ દિવસ છે કે, જ્યારે ભગવાન કૃષ્ણ 7 વર્ષનાં હતા ત્યારે ઇન્દ્ર દ્વારા મુસળધાર વરસાદ વરસાવામાં આવ્યો હતો. ગોકુળનાં લોકોને બચાવ માટે 7 દિવસ અને રાત ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકી રાખ્યો હતો. જેની નીચે ગોકુલવાસિયો ઇન્દ્રનાં મુસળધાર વરસાદથી બચી શક્યા હતા.

Nov 15, 2020, 09:40 PM IST

દિવાળી સમયે પોલીસ દ્વારા કરવામાં આવી ખાસ વ્યવસ્થા, નાગરિકોને કરવામાં આવી અપીલ

* દિવાળીનાં પર્વને લઇને પોલીસે એલર્ટ
* ફટાકડાનાં વેચાણને લઇને જાહેરનામું
* PESO નાં સીમ્બોલ ધરાવતા ફટાકડાની પરવાનગી
* શહેરમાં 16 વેપારીઓને ફટાકડાનાં લાઇસન્સ અપાયા 

Nov 13, 2020, 12:04 AM IST

ભાજપ: સી.આર પાટીલે સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, તમામ જિલ્લા પ્રમુખો બદલાયા

ગુજરાતમાં પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સંગઠનમાં પણ ઘણા પરિવર્તનો લાંબા સમયથી ઇચ્છનીય હતા. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો ત્યારથી જ સંગઠનમાં મોટા પરિવર્તનો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા. જો કે પેટા ચૂંટણીઓને ધ્યાને રાખતા સંગઠનમાં ફેરફાર થોડા સમય માટે ટાળવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ પ્રમુક દ્વારા ગુજરાતમાં રેલીઓ પણ યોજવામાં આવી હતી. 

Nov 9, 2020, 05:30 PM IST

યુવતીએ અપશબ્દો કહેતા પ્રેમીએ નંબર અને ફોટા વાયરલ કરી દીધા

હાઇટેક યુગમાં ટેક્નોલોજીનો વ્યાપ વઘતા સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરતા હોય છે. સોશિયલ મીડિયા મારફતે યુવતીઓ પરેશાન કરવી એક તરફી પ્રેમનો બદલો કે સામાજિક બદલો લેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. સાયબરક્રાઇમના ગુનાઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થતો રહે છે. આવા જ એક આરોપીને સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવાયો છે. જેણે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતીને કોલગર્લ હોવાનું દર્શાવી તેનો મોબાઇલ નંબર વાયરલ કરીને દુષ્પ્રચાર કર્યો હતો. 

Sep 19, 2020, 12:03 AM IST

પત્નીને રંગરેલિયા મનાવતી જોઇ ગુસ્સે ભરાયેલા પતિએ પ્રેમીની ગાડી સળગાવી અને પછી...

લગ્નોત્તર પ્રેમ સંબંધનો કરૂંણ અંજામ તાપીના વ્યારામાં આવ્યો છે, પતિએ પોતાની પત્નીનાં લગ્નેતર સંબંધોથી ત્રસ્ત થઇ ગયો હતો.

Sep 17, 2020, 08:25 PM IST

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું, મારી કહ્યા અનુસાર કરીશ તો M.P Ed ગોલ્ડ મેડલ સાથે અપાવીશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી M.P Ed ભવનના પ્રોફેસર ડૉ. વિક્રમ વંકાણી અને ભગીરથ રાઠોડ સામે વધારે એક વિદ્યાર્થીનીએ ઇમેઇલ દ્વારા ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. ઉપલેટાની વિદ્યાર્થીનીના નામે કુલપતિને કરવામાં આવેલા ઇ મેઇલમાં આક્ષેપ કર્યો કે 2018-19 માં M.P.ed માં અભ્યાસ કરતી હતી. આ પ્રોફેસર દ્વારા જો મારી સાથે વાતો કરીશ અને મને મળતી રહીશ તો ગોલ્ડ મેડલ અપાવીશ તેવું જણાવ્યું હતું. 

Jul 17, 2020, 06:15 PM IST

અમદાવાદમાં FACEBOOK થકી સંપર્કમાં આવેલા યુવકે યુવતીને કહ્યું મારી સાથે આવવું પડશે નહી તો...

શહેરના રાણીપ વિસ્તારામાં પ્રેમી દ્વારા પોતાની પ્રેમિકા પાસે અભદ્ર માંગણી કરવાની ના પાડી હતી. જેથી પ્રેમીએ સોશિયલ મીડિયા ફોટો વાયરલ કરવાની તથા પ્રેમીકાને ઉઠાવી જવાની ધમકી આપી હતી. બે અજાણ્યા શખ્સો દ્વારા આ યુવતીનાં ઘરનાં તથા યુવતીનાં ફોટા પણ પાડવામાં આવ્યા હતા. હાલ તો રાણીપ પોલીસે યુવક સામે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

Jul 9, 2020, 04:59 PM IST

રાજ્યપાલ દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે 5 હજાર ખેડૂતોને આપી અનોખી તાલિમ

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કામે લાગ્યા છે. ગુજરાતમાં ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે અંતર્ગત આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાતના છ જિલ્લાના ખેડૂતોની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Feb 14, 2020, 08:02 PM IST

યુવતીએ ફેસબુક ફ્રેન્ડ યુવકને વીડિયો કોલ કરીને કહ્યું નગ્ન થઇ જા અને...

સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો, અને થયું આવું, વિડીયો કોલ જ રેકોર્ડ કરી યુવકને મોકલી પાંચ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ થઇ જરૂરિયાતમંદ સારા ઘરની સ્ત્રીઓ શરીર સબંધ બાંધશે તેમ કહી એનજીઓ ના નામથી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતા લોકોને ચેતવા જેવો અને ચોંકાવનારો કિસ્સો નિકોલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. જે કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Jan 21, 2020, 12:13 AM IST

મહેસાણા: ખેડૂતે પોતાની પદ્ધતીમાં કર્યો નાનકડો ફેરફાર અને કરી લાખો રૂપિયાની કમાણી

જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના ખેડૂતોએ પરંપરાગત ચીલા ચાલુ ખેતી છોડીને કાશ્મીરી ગુલાબ યાને છુટ્ટા ફૂલોની ખેતી શરૂ કરી મબલક આવક મેળવી રહ્યા છે. અન્ય ખેતીમાં કુદરતી આફતોના કારણે નુકસાન આવતું હોવાથી વિજાપુર તાલુકાના ખેડૂત બાગાયતી ખેતી તરફ વળી બમણી આવક કરી રહ્યા છે. જળ વાયુ પરિવર્તન અને વરસાદની અનિયમિતતા વધુ ઓછો વરસાદ વગેરેને લીધે ખેડૂતો ખૂબ પરેશાન થાય છે. ધારી આવક મહેનતના પ્રમાણમાં મેળવી શકતા નથી. આથી હવે ખેડૂતો રોકડીયા પાક તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના 50 જેટલા ખેડૂતોએ પરંપરાગત અને ચીલા ચાલુ ખેતી છોડી અંદાજે 100 વિઘા જમીનમાં કાશ્મીરી ગુલાબ તથા દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર શરૂઆતના 6 મહિનામાં ફૂલો ઓછા ઉતરે છે, પછી ખૂબ સારા ઉતરે છે. ત્યારબાદ વરસાદમાં પણ કોઈ પણ પ્રકારની તલ્લીફ અને મુસીબત વગર બમણી આવક ઉભી કરી જાણે છે.

Jan 17, 2020, 07:34 PM IST
Vadodara Young People Made Group For Blood Donation PT3M6S

વડોદરાના યુવાનોએ રક્તદાન માટે બનાવ્યું સોશીયલ મીડિયા ગ્રુપ, આ રીતે થાય છે કામ

21મી સદીના યુગમાં સોશિયલ મીડીયાનો મોટાભાગે લોકો દુરુપયોગ કરતા હોય છે ત્યારે વડોદરામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા ત્રણ યુવાનો સોશિયલ મીડીયાનો એવી રીતે ઉપયોગ કરી રહ્યા છે કે જેનાથી લોકોને નવું જીવન દાન મળી રહ્યુ છે

May 5, 2019, 04:05 PM IST
Banaskantha People Made Road Themselves PT2M36S

બનાસકાંઠામાં ગ્રામજનોએ જાત મહેનતે બનાવ્યો રોડ, જુઓ વીડિયો

બનાસકાંઠાના લાખણી તાલુકાના કૂંડા ગામથી કોટડા ગામને જોડતા ધુળિયા રસ્તાનું ગ્રામજનોએ સ્વખર્ચે માટીકામ કર્યું, ગ્રામજનોએ જાત મહેનત કરી આકરા તાપમાં પોતાના ખર્ચે રસ્તાનું માટીકામ કર્યુંm ચાર કિલોમીટરનો માર્ગ વર્ષોથી કાચો અને ધુળિયો હતો જેને કારણે ગ્રામજનોએ કોટડા જવા માટે 15 કિલોમીટર ફરીને જવું પડતું હતું

May 1, 2019, 06:05 PM IST
Vadodara guys Made Rap Song On Acche Din PT1M26S

વડોદરામાં ચૂંટણી પહેલા આવી ગયા અચ્છે દિન, જુઓ વિગત

ગલી બોય ફિલ્મમાંથી પ્રેરણા લઈને અપના ટાઈમ આયેગા ગીતને વડોદરામાં બે યુવકોએ ગુજરાતી ભાષામાં પણ રેપ સ્ટાઈલમાં રજૂ કર્યુ, ગુજરાતી રેપ સોંગમાં સારા દિવસો આવી ગયા હોવાની વાત કરવામાં આવી છે.

Apr 11, 2019, 08:45 PM IST