વંશવાદ યથાવત્ત: મોટા નહી પરંતુ ઘરડા માથા કપાયા, જો કે તેમના સંબંધીઓને ટિકિટ આપી સાચવી લેવાયા

ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્ય અને છ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોની સંપુર્ણ યાદી જાહેર કરી છે. જાહેર થતા જ તમામ શહેરોમાં પક્ષનો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. સ્થાનિક ચૂંટણીઓના ઉમેદવારોની યાદી જાહેર કરતા પહેલા ભાજપ પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 60 થી વધારે ઉંમર અથવા તો સાંસદો, ધારાસભ્યો, ત્રણ ટર્મથી જીતતા ઉમેદવાર અને નેતાઓના સગાને ટિકિટ નહી આફે. જો કે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની યાદી જોતા આ વાત ખોટી સાબિત થતી દેખાય છે. પાટીલે અનેક મોટા માથાઓ સામે ઝુકવું જ પડ્યું હતું. માત્ર કેટલાક મોટા માથાઓની ટિકિટ કાપ્યાનો દેખાવ કરવામાં આવ્યો છે. 
વંશવાદ યથાવત્ત: મોટા નહી પરંતુ ઘરડા માથા કપાયા, જો કે તેમના સંબંધીઓને ટિકિટ આપી સાચવી લેવાયા

અમદાવાદ : ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્ય અને છ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોની સંપુર્ણ યાદી જાહેર કરી છે. જાહેર થતા જ તમામ શહેરોમાં પક્ષનો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. સ્થાનિક ચૂંટણીઓના ઉમેદવારોની યાદી જાહેર કરતા પહેલા ભાજપ પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 60 થી વધારે ઉંમર અથવા તો સાંસદો, ધારાસભ્યો, ત્રણ ટર્મથી જીતતા ઉમેદવાર અને નેતાઓના સગાને ટિકિટ નહી આફે. જો કે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની યાદી જોતા આ વાત ખોટી સાબિત થતી દેખાય છે. પાટીલે અનેક મોટા માથાઓ સામે ઝુકવું જ પડ્યું હતું. માત્ર કેટલાક મોટા માથાઓની ટિકિટ કાપ્યાનો દેખાવ કરવામાં આવ્યો છે. 

ભાજપે ગુરૂવારે રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને અમદાવાદ મનપાના ઉમેદવારોની જાહેરાત કરી છે. 144 વોર્ડના 576 પૈકી 575 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી ચુક્યાં છે. સુરતમાં વિવાદના કારણે એક ટિકિટ બાકી છે. ભાજપે પાંચ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ સિવાય એક પણ શહેરમાં કોઇ પણ મુસ્લિમ વ્યક્તિને ટિકિટ નથી અપાઇ.

અમદાવાદ
અમદાવાદમાં કુલ 192 ઉમેદવાર
150 ઉમેદવાર નવા 
42 ઉમેદવાવાર રીપીટ
ફકીર વાઘેલાની ભત્રીજી મનીષા વાઘેલા, પૂર્વ ડેપ્યુટી મેયર કલ્પના ભટ્ટની પુત્રી વૈશાલી ભટ્ટ, 8 હોદ્દેદારોની પત્નીઓ તેમજ કોંગ્રેસમાંથી આવેલા એક અગ્રણીને ટિકિટ ફાળવવામાં આવી છે. 
જો કે પહેલીવાર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 3 થી 5 ટર્મથી જામી ગયેલા કોર્પોરેટર્સની ટિકિટો કાપવામાં આવી છે. 

રાજકોટ
રાજકોટમાં કુલ 72 ઉમેદવાર
39 ઉમેદવાર નવા
12 ઉમેદવાર રીપીટ
કોર્પોરેટર કશ્યપ શુક્લાના ભાઇ નેહલ શુક્લાને ટિકિટ અપાઇ,કોર્પોરેટર હરિ ડાંગરના પત્ની જયાબેન ડાંગરને ટિકિટ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદય કાનગડના ભાણેજ નિલેશ જલુને પણ ટિકિટ અપાઇ.
મોટા માથા કપાયા
શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ઉદય કનગડ, પૂર્વ મેયર બીના આચાર્ય, નીતિન ભારદ્વાજ, જૈમિન ઉપાધ્યાય, અરવિંદ રૈયાણી MLA, અને કશ્યપ શુક્લા કપાયા

સુરત
સુરતમાં કુલ 119 ઉમેદવાર
95 ઉમેદવાર નવા
13 ઉમેદવાર રીપીટ કરાયા
પ્રદેશમાં મહામંત્રી રજની પટેલનાં સંબંધી ઉર્વશી પટેલને ટિકિટ, પૂર્વ કોર્પોરેટર કમલેશ સેલરના પુત્ર કૃણાલને ટિકિટ, પૂર્વ કોર્પોરેટર બકુલ પટેલનાં પુત્ર રાજ પટેલને પણ ટિકિટ
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગોપલાની, પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાળા, પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહની ટિકિટ કપાઇ (નિવર શાહના વોર્ડ એક ઉમેદવારની જાહેરાત બાકી)

વડોદરા 
કુલ ઉમેદવાર 76
51 ઉમેદવાર નવા
15 ઉમેદવાર રીપીટ
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામસિંહ રાઠવાના ભત્રીજા રણછોડ રાઠવાને ટિકિટ, માટી કામ કલ્યાણ બોર્ડના ચેરમેન દલસુખ પ્રજાપતિના પુત્ર રાજેશ પ્રજાપતિને ટિકિટ અપાઇ
જિગીશા બહેન પૂર્વ મેયર, ભરત ડાંગર પૂર્વ મેયર અને પૂર્વ શહેર પ્રમુખની ટિકિટ કપાઇ. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને ટિકિટ ન અપાઇ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news