તમારું ચૂંટણી કાર્ડ બોગસ તો નથી'ને! ખોટા ડોક્યુમેન્ટના આધારે ઓનલાઇન ચૂંટણી કાર્ડનું મોટું રેકેટ

બાંગ્લાદેશી યુવકનું ચૂંટણી કાર્ડ ખોટા ડોક્યુમેન્ટ આધારે અપલોડ કર્યું હતું. પોલીસને ધ્યાન પર આવતા મોટી કાર્યવાહી કરી છે. પોલીસે તપાસ કરતા સાયબર કેફેના માલિક અને બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે. 

તમારું ચૂંટણી કાર્ડ બોગસ તો નથી'ને! ખોટા ડોક્યુમેન્ટના આધારે ઓનલાઇન ચૂંટણી કાર્ડનું મોટું રેકેટ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ ખોટા ડોક્યુમેન્ટના આધારે ઓનલાઇન ચૂંટણી કાર્ડ બનાવવાનું રેકેટ સામે આવ્યું છે. બાંગ્લાદેશી યુવકનું ચૂંટણી કાર્ડ ખોટા ડોક્યુમેન્ટ આધારે અપલોડ કર્યું હતું. પોલીસને ધ્યાન પર આવતા મોટી કાર્યવાહી કરી છે. પોલીસે તપાસ કરતા સાયબર કેફેના માલિક અને બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે. 

સોલા પોલીસે બે ડુપ્લીકેટ ઇલેક્શન કાર્ડ કબજે કર્યા હતા. સાયબર કેફેમાં અનેક ખોટા દસ્તાવેજ આધારે ચૂંટણી કાર્ડ નીકળ્યા હોવાની આશંકા સેવવામાં આવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 29 ફેબ્રુઆરીએ ગુનો દાખલ થયો છે. જેમાં રોનક પટેલ સીટી માલતદાર ફરિયાદી છે. આરોપી મહોમદ હુસેન બેગમ બહેરુદિન રૂપેશ જૈન ચૂંટણી કાર્ડ બનાવ્યા હતા. સીટી માલતદારને ધ્યાને આવતા પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે કાર્ડ બનાવવા ઇલેકટ્રીક બિલ ખોટા બનાવ્યા હતા. અને તેના પર કાર્ડ બનાવ્યા. 

હકીકત એવી છે કે એક ચાણક્યપુરી ગોતા હાઉસિંગમાં રહે છે. અહીંના સ્થાનિક બની જાય માટે કાર્ડ બનાવ્યા હતા. મૂળ તેઓ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ તરફના છે. ગુજરાતમાં આવ્યા અને કાર્ડ નીકળે અને નાગરિક બને તો ઘણા ફાયદા થાય. અને તેમને મોટો શું તે તપાસનો વિષય રૂપેશ જૈન છે. જે રિધમ કન્સલ્ટન્ટની દુકાન ધરાવી મદદ કરતો. તેની સામે કાર્યવાહી કરાઇ છે. બિલ લઈને આવ્યા અને કાર્ડ બનાવવાના નાણાં લે અને જે ચાર્જ થાય તે લેતા હતા. લાઈટ બિલ પણ તપાસનો વિષય છે. અન્ય ખોટા દસ્તાવેજ બનાવવા જતા પકડાઈ ગયા છે. 

અગાઉ ગુના સંડોવાયેલ છે તો તપાસ કરાશે. નેશનલ સિક્યોરિટી બાબતે પ્રશ્ન થાય. કઈ છૂટી ન જાય તે પ્રમાણે તપાસ કરી રહ્યા છીએ.

આરોપી

  • મહોમદ હુસેન
  • બેગમ બહેરુદિન
  • રૂપેશ જૈન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news