Defamation Case: રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો, 'મોદી' અટકના બદનક્ષી કેસમાં કરી રિવિઝન અરજી
અત્રે ઉલ્લેખનીય છે કે, 23 માર્ચે સુરતમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે રાહુલ ગાંધીને ચૂંટણી રેલીમાં કરેલી મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
Trending Photos
Rahul Gandhi Defamation Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં મળેલી સજા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના આદેશને મંગળવારે (25 એપ્રિલ) હાઈકોર્ટમાં પડકાર્યો છે. રાહુલની અરજી પર ગુરુવારે સુનાવણી થવાની શક્યતા છે. 20 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની દોષિત ઠરાવવાની અરજી ફગાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 23 માર્ચે સુરતમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે રાહુલ ગાંધીને ચૂંટણી રેલીમાં કરેલી મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ તેમની સામે નોંધાયેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ તેમને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 13 એપ્રિલ, 2019 ના રોજ એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ વિશે નિવેદન આપ્યું હતું.
દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દેવામાં આવી હતી
રાહુલ ગાંધીને બાદમાં આ કેસમાં જામીન મળી ગયા હતા. ત્યારબાદ તેમણે પોતાની સજાને આદેશને પડકારતા 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટનો સહારો લીધો. તેમણે પોતાની સજા પર રોક લગાવવા માટે એક અરજી પણ કરી હતી. રાહુલ ગાંધીને જામીન તો મળી ગયા હતા, પરંતુ 20 એપ્રિલે તેમની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દેવામાં આવી હતી.
કોર્ટે કહી હતી આ વાતો
કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે, સંસદ સભ્ય અને બીજા સૌથી મોટા રાજકીય પક્ષના અધ્યક્ષ હોવાના નાતે રાહુલ ગાંધીએ પોતાના શબ્દો પ્રત્યે વધુ સાવચેત રહેવું જોઈતું હતું, તમને જણાવી દઈએ કે જ્યારે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું ત્યારે તેઓ સંસદ સભ્ય હોવાની સાથે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે