સુરત-વડોદરા વચ્ચે બ્લોકથી રેલ મુસાફરી પ્રભાવિત, 6 ટ્રન કરાઇ રદ

સુરત અને વડોદરા વચ્ચે આવેલા કોસડા અને ગોઠાણ ગામ વચ્ચે ગડરની કામગીરીને કારણે આજે બપોરે રેલવે દ્વારા 1:50થી 6:30 કલાક સુધી બ્લોક રહેશે. બ્લોકને કારણે કેટલીક ટ્રેનો 30 મિનિટથી લઇને 4 કલાક મોડી પડશે. તો આ બ્લોકના કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે.

સુરત-વડોદરા વચ્ચે બ્લોકથી રેલ મુસાફરી પ્રભાવિત, 6 ટ્રન કરાઇ રદ

ચેતન પટેલ, સુરત: આજે સુરત અને વડોદરા વચ્ચે આવેલા કોસડા અને ગોઠાણ ગામ વચ્ચે ગડરની કામગીરીને કારણે આજે બપોરે રેલવે દ્વારા 1:50થી 6:30 કલાક સુધી બ્લોક રહેશે. બ્લોકને કારણે કેટલીક ટ્રેનો 30 મિનિટથી લઇને 4 કલાક મોડી પડશે. તો આ બ્લોકના કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે. સુરતથી જામનગર ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે જામનગર ઇન્ટરસિટી અમદાવાદથી રવાના કરાશે. મુંબઈ સેન્ટ્રલ- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 3 કલાક મોડી ચાલશે. જેને લઇને રેલ મુસાફરી પ્રભાવિત થશે. વેકેશનના સમયે ટ્રેન મુસાફરીમાં ફેરફરા થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સમાનો કરવો પડશે.

6 ટ્રેનો રદ્દ કરાય

  • સુરત-વડોદરા મેમુ (69109)
  • સુરત -વડોદરા મેમુ (69111)
  • વડોદરા -સુરત મેમુ (69110)
  • ભીલાડ-વડોદરા એક્સ. (22929)
  • સુરત-ભરૂચ મેમુ (69171)
  • વડોદરા-ભીલાડ એક્સપ્રેસ (22930)

વધુમાં વાંચો: ભ્રષ્ટાચાર ડામવા ACBના સફળ પ્રયત્નો, જાણો છેલ્લા 5 વર્ષનો સમગ્ર અહેવાલ

ટ્રેનો 30 મિનિટથી લઇને 4 કલાક મોડી પડશે

  • મુંબઇ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ4 કલાક મોડી 
  • ચેન્નઇ સેન્ટ્રલ - અમદાવાદ નવજીવન એક્સપ્રેસ3.35 કલાક 
  • કોચીવલી -ચંદીગઢ કેરલા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ2:30 કલાક 
  • મુંબઇ -દિલ્હી સરાઇ રોહિલ્લા ગરીબરથ એક્સપ્રેસ2:10 કલાક 
  • મુંબઇ - અમૃતસર પશ્ચિમ સુપર ફાસ્ટ એક્સપ્રેસ1:50 કલાક 
  • મુંબઇ -જોધપુર સૂર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ1 કલાક 
  • મુંબઇ -અમદાવાદ કર્ણાંવતી સુપર ફાસ્ટ એક્સપ્રેસ30 મિનિટ 
  • રાજકોટ-કોઇમ્બુતુર એક્સપ્રેસ 4 કલાક
  • ભાવનગર-કોચીવલી એક્સપ્રેસ 4:30 કલાક

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news