ધંધૂકામાં ફાયરિંગ કેસમાં વધુ એક સફળતા; હથિયાર આપનાર અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારથી જ રાજકોટ, વાંકાનેર અને મોરબીમાં અજીમ સમાની તપાસ હાથ ધરી હતી. મોરબી બી ડિવિઝન પોલીસને આખરે સફળતા મળી હતી. ત્યારબાદ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો અને વસીમ ઉર્ફે બચાને મોરબીથી અમદાવાદ લઈ જવા રવાના થઇ છે.

ધંધૂકામાં ફાયરિંગ કેસમાં વધુ એક સફળતા; હથિયાર આપનાર અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત

ઝી ન્યૂઝ/મોરબી: ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. મોરબી પોલીસે આ મામલે હથિયાર આપનારો રાજકોટના અજીમ સમાનો ભાઈને ઝડપ્યો છે. મોરબી પોલીસે આરોપી અજીમના ભાઇની અટકાયત કરી લેવામાં આવી છે. ધંધુકામાં યુવાનની હત્યા મામલે હથિયાર આપનારો રાજકોટના અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત મોરબી બી ડિવિઝન પોલીસે કરી લીધી છે. હાલમાં વસીમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે.

નોંધનીય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારથી જ રાજકોટ, વાંકાનેર અને મોરબીમાં અજીમ સમાની તપાસ હાથ ધરી હતી. મોરબી બી ડિવિઝન પોલીસને આખરે સફળતા મળી હતી. ત્યારબાદ તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો હતો અને વસીમ ઉર્ફે બચાને મોરબીથી અમદાવાદ લઈ જવા રવાના થઇ છે. આ ઘટનામાં ખાનગી રીતે વસીમ સમાને લઈ જવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

2 માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, કેટલું અલગ અને કેટલું મહત્ત્વપૂર્ણ હશે?

ધંધુકા કેસમાં ગુજરાત ATS કરશે તપાસ
ધંધુકામાં ધાર્મિક ટીપ્પણી પર ફાયરિંગ કરી કિશન ભરવાડની હત્યા મામલે ગુજરાત ATS ને સમગ્ર મામલે તપાસ સોપાઇ છે. સમગ્ર મામલાની હવે ATS તપાસ કરશે. ગૃહમંત્રીના આદેશ બાદ ATS ને તપાસ સોપાઈ છે. સોશ્યલ મીડિયાથી લઈને તમામ પહેલું પર ATS તપાસ કરશે. આ કેસમાં આરોપીઓ કોની કોની સાથે સંપર્ક હતા, તે અંગે પણ તપાસ કરાશે. હાલ સુધીની તપાસમાં મૌલવી સહિત ત્રણ પકડાયા છે. 

આ ઘટનામાં પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આરોપીના રિમાન્ડ આધારે બાદમાં તપાસ કરાશે. સોશ્યલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની તપાસ કરાશે. ધંધુકા પોલીસની તપાસમાં ફાયરિંગ કરેલ હથિયાર મૌલવીએ પૂરું પાડ્યું તેની પણ તપાસ કરાશે. ATS ની ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. 

જાણો સમગ્ર ઘટનાક્રમ વિશે?
અમદાવાદના ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસનો આખો ઘટનાક્રમ પર નજર કરીએ તો, કિશન ભરવાડ પર બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. બાઈક સવારોએ કિશનનો પીછો કરી તેને ગોળી મારી હતી. શબ્બીર ચોપડાએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતુ. ઈમ્તિયાઝ પઠાણ બાઈક ચલાવતો હતો. પોલીસે આ કેસમાં મૌલવી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝની ધરપકડ કરાઈ છે. બંને આરોપીની મદદ કરનાર અન્ય એક શખ્સની પણ ધરપકડ કરાઈ છે. 

શાર્પશૂટરોની મદદ કરનાર જમાલપુરના મૌલવી મોહમ્મદ ઐયુબ ઝરવાલાની ધરપકડ કરાઈ છે. જમાલપુરના મૌલવીએ આરોપી શબ્બીર ચોપડાને એક રિવોલ્વર અને 5 કારતૂસ આપ્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અન્ય એક મુંબઈના મૌલવીની સંડોવણી પણ બહાર આવી છે. આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના રિમાન્ડ 5 ફેબ્રુઆરી સુધી મંજૂર કરાયા છે. હાલ ધંધૂકા હત્યા કેસની તપાસ ATSને સોંપાઈ છે. 

ધંધુકા મર્ડર કેસ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ધંધૂકા કેસની તપાસ ગુજરાત ATS ને સોંપવામાં આવી છે. આજે સાંજ આ સુધીમાં કેસમાં પોલીસનું સ્ટેટમેન્ટ આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news