આ તારીખથી શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે, ભક્તોએ ઓનલાઇન બુકિંગ કરવું પડશે, જાણો દેવસ્થાન ટ્રસ્ટના નિયમો...

રાજ્ય સરકારની કોરોના SOP મુજબ શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર ખોલવાનો નિર્ણય કરાયો છે. પરંતુ તેના માટે કેટલીક શરતો છે. જેમાં દર્શનાર્થીઓએ માતાના દર્શન કરવા માટે ઓનલાઈન બુકીંગ કરવાનું રહેશે. તેમજ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત લીધેલા હોવા જોઈએ.

આ તારીખથી શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે, ભક્તોએ ઓનલાઇન બુકિંગ કરવું પડશે, જાણો દેવસ્થાન ટ્રસ્ટના નિયમો...

ઝી ન્યૂઝ/બનાસકાંઠા: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને એક ખુશખબર મળી રહ્યા છે. આખરે માઈ ભક્તોની પુકાર માતાએ સાંભળી લીધી છે. અંબાજી મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખૂલવા જઈ રહ્યા છે. 1 ફેબ્રુઆરીથી સરકારી ગાઈડલાઈન મુજબ મંદિર ફરીથી ખૂલશે.

રાજ્ય સરકારની કોરોના SOP મુજબ શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર ખોલવાનો નિર્ણય કરાયો છે. પરંતુ તેના માટે કેટલીક શરતો છે. જેમાં દર્શનાર્થીઓએ માતાના દર્શન કરવા માટે ઓનલાઈન બુકીંગ કરવાનું રહેશે. તેમજ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત લીધેલા હોવા જોઈએ. કોરોનાની રસીના બે ડોઝ લીધાના સર્ટીફિકેટ રજુ કરવું પડશે પછી જ મંદિરમાં પ્રવેશ મળશે. આ સિવાય માઈ ભક્તોએ માસ્ક ફરજીયાત પહેરવુ પડશે. 

No description available.

મહત્વનું છે કે, યાત્રાધામ અંબાજીના દ્વારા ખૂલતા સ્થાનિક વેપારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. અંબાજી મંદિર સહીત તમામ પેટા મંદિરો પણ ખુલવાના સંકેત મળી ગયા છે. એટલું જ નહીં, ગબ્બર રોપ-વે પણ યાત્રાળુંઓ માટે ફરી શરૂ થશે. ભક્તોને હવે ગબ્બર ગોખના પણ દર્શન થશે. અંબાજી મંદિરમાં ઓફ લાઈન દર્શન 1 ફેબ્રુઆરીથી શરુ થશે ત્યારે ભક્તોની આતુરતાનો અંત આવશે. તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે જ્યારે મંદિરના દ્વારા બંધ કરાયા ત્યારે હજારો માઈ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્યારબાદ માતાજીના દર્શનની આતુરતાથી રાહ જોવાતી હતી. પરંતુ તમામ યાત્રિકોએ નિયમોનુ કડકપણે પાલન કરવુ પડશે. 

અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે 28 જાન્યુઆરી 2022થી ગૃહવિભાગના હુકમ અન્વયે વિવિધ નિયંત્રણો 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવેલ છે. જેમા તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ એકત્રિત થઇ શકે તેવા નિયંત્રણો મુકવામાં આવેલ છે. તેથી 1 ફેબ્રુઆરી 2022 એટલે મંગળવારથી દર્શન વ્યવસ્થા શરૂ કરી અંબાજી મંદિરના દર્શન કોવીડ 19ની ગાઈડલાઈનને અનુસરીને શરૂ કરવામાં આવશે.

No description available.

દર્શનના સમયને લઈને પણ અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. યાત્રાળુઓ માટે દર્શનનો સમય સવારે સવારે 7.30થી 11.30, બપોરે 12.30થી 4.15 અને સાંજે 7થી 9 કલાકનો રહેશે. 18 વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓએ ફરજિયાત ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news