Rajkot માં આવતીકાલે મતગણતરી: 6 સ્થળોએ કરશે મતગણતરી

રાજકોટ મનપાની ચૂંટણી ગઈકાલે યોજાયા બાદ હવે આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીને મંગળવારના રોજ મતગણતરી થશે. અને કોને શિરે સતાનો તાજ આવશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

Rajkot માં આવતીકાલે મતગણતરી: 6 સ્થળોએ કરશે મતગણતરી

જયેશ ભોજાણી, રાજકોટ: રાજકોટ મનપાની ચૂંટણી ગઈકાલે યોજાયા બાદ હવે આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીને મંગળવારના રોજ મતગણતરી થશે. અને કોને શિરે સતાનો તાજ આવશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

રવિવારે રાજકોટનું મતદાન 50.75 ટકા નોંધાયું છે જે ગત વર્ષ ની સરખામણી એ લગભગ એકાદ ટકા જેવું ઓછું જોવા મળ્યું હતું વર્ષ 2015ની ચૂંટણીમાં 49.53 ટકા મતદાન થયું હતું. જેના પરિણામમાં ભાજપને 38 અને કોંગ્રેસને 34 સીટો મળી હતી અને સતા પર ભાજપ નું શાસન આવ્યું હતું. પરંતુ આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ હોઈ આપ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. 

આવતીકાલે 5 વર્ષની મહાનગરપાલિકાની સીટ પરનું ભવિષ્ય કોના હાથમાં જશે તે નક્કી કરવામાં આવશે. અને આવતીકાલે શહેરના જુદા-જુદા 6 સ્થળોએ મતગણતરી કરવામાં આવશે. જેમાં 6 સ્થળોએ 11 થી 14 રાઉન્ડમાં 982 લોકોનો ચૂંટણી સ્ટાફ મતગણતરી કરશે. મનપાની તમામ 72 બેઠકનું આવતીકાલે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

શહેરના 6 સ્થળોએ મતગણતરી થશે

વોર્ડ-1થી 3
વીરબાઈ મહિલા કોલેજ
12 રાઉન્ડ

વોર્ડ-4થી 6
એ.એસ.ચૌધરી ઇસ્કુલ
12 રાઉન્ડ

વોર્ડ-7થી 9
એસ.વી.વિરાણી હાઇસ્કુલ
12 રાઉન્ડ

વોર્ડ-10થી 12
એવીપીટીઆઈ
12 રાઉન્ડ

170નો સ્ટાફ
વોર્ડ-13થી 15

પી.ડી.માલવીયા કોલેજ
11 રાઉન્ડ

વોર્ડ-16થી 18
રણછોડદાસજી કોમ્યુનિટી 
14 રાઉન્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news