local body election

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર બાદ ગાંધીનગર મનપા જીતવા કોંગ્રેસે કમર કસી

ગુજરાત કોંગ્રેસે ગાંધીનગર (Gandhinagar) મનપાના 11 વોર્ડ માટે કોંગ્રેસના 19 ધારાસભ્યોને અને બે કોંગ્રેસના હોદ્દેદારોને પ્રભારી તરીકે જવાબદારી સોપી વોર્ડમાં રહેતા મતદારોના જ્ઞાતી સમીકરણના આધારે જવાબદારી નક્કી કરવામાં આવી છે. 

Mar 24, 2021, 08:40 PM IST

આયોજન બદ્ધ બનેલા ગાંધીનગરમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામ બન્યું માથાનો દુખાવો

વેપારીઓના કહેવા પ્રમાણે ડિઝાઇન વિનાનું બાંધકામ કરતાં વેપાર ધંધા પડી ભાગ્યા છે. શોપીગ સેન્ટરની આગળ દિવાલ ચણાવાથી ટ્રાફીકની સમસ્યા વધશે વેપારીઓ આર્થીક રીતે ભાગી પડશે. વેપારીઓ દુકાનનો ટેક્સ ભરીને વેપાર કરે છે. 

Mar 22, 2021, 09:09 PM IST

26 વર્ષ બાદ ભાજપને મળી ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તા, પ્રમુખ અને ઉપપ્રમુખ કરાયા જાહેર

1995 માં સ્પષ્ટ બહુમતી બાદ ફરી 26 વર્ષ બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ (BJP) ભરૂચ જિલ્લા પંચાયતમાં (Bharuch District Panchayat) સત્તાનું સુકાન સભાળ્યું છે

Mar 16, 2021, 03:36 PM IST

અમરેલી જિલ્લાની 5 નગરપાલિકાના પ્રમુખો અને ઉપ પ્રમુખોની કરાઇ વરણી

સાવરકુંડલા (Savarakundala) નગરપાલિકાના પ્રમુખ પદે તૃપ્તિબેન દોશી (Truptiben Doshi) અને ઉપ પ્રમુખ પદે જયસુખ નાકરાણી ની વરણી થઈ છે. બાબરા નગરપાલિકામા પ્રમુખ પદે રેખાબેન આંબલિયા અને ઉપ પ્રમુખ પદે આશાબેન તેરૈયાની વરણી થઈ છે.

Mar 15, 2021, 05:25 PM IST

ચૂંટણી પરિણામ જોઈ નટુભાઈએ એક બાદ એક પોતાની જાતને માર્યા 45 થપ્પડ, જુઓ Video

દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા (Khambhalia) ખાતે આજ રોજ સામાજિક કાર્યકર (Social Worker) નટુભાઈ ગણાત્રાએ પોતે પોતાની જાતને જ થપ્પડ માર્યા હતા. એક સાથે 45 જેટલા થપ્પડ (Slapped) પોતે જ માર્યાનો વીડિયો ખંભાળીયા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો

Mar 5, 2021, 11:31 PM IST

Shankarsinh Vaghela ની કોંગ્રેસમાં એન્ટ્રી અંગે ગુજરાતના પૂર્વ અધ્યક્ષે કર્યો ખુલાસો

ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ (Congress) પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કહ્યુ કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામને અમે સ્વીકારીશું

Mar 5, 2021, 04:07 PM IST

Final Result : તમામે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાનું ફાઇનલ રિઝલ્ટ જાણો એક ક્લિક પર

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચુક્યું છે. કુલ 31 જિલ્લા પંચાયતમાં તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. એક પણ પાલિકા કોંગ્રેસ જીતી શક્યું નહોતું. 231 તાલુકા પંચાયત પૈકી 198 ભાજપે કબ્જે કરી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 33 માં જ જીતી શક્યું હતું. 81 નગરપાલિકામાં  79 ભાજપના પક્ષે જ્યારે 2 કોંગ્રેસનાં ફાળે ગઇ હતી. જો કે કોંગ્રેસનો જે પ્રકારે રકાસ થયો છે તે ભુતોન ભવિષ્યતી છે. કોંગ્રેસનો ખુબ જ શરમજનક પરાજય થયો છે. તે ક્યાંય વિપક્ષ તરીકે પણ ઉભેલી દેખાતી નથી. લોકોએ ભાજપને ખોબલેને ધોબલે મત આપ્યા છે. એક પ્રકારે ભાજપે જાણે ક્લિન સ્વિપ કરી તેમ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહી શકાય. જો કે દરેકે દરેક જિલ્લા અને બેઠક અનુસાર પરિણામ અહીં જોઇ શકશો.

Mar 2, 2021, 09:04 PM IST

Election Results: રાજ્યની 31 District Panchayat માં Congress ના સુપડા સાફ, BJP એ બહુમતી સાથે લહેરાવ્યો કેસરિયો

31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં તમામ પંચાયતોમાં ભાજપનો (BJP) વિજય થયો છે અને કોંગ્રેસ (Congress) દ્વારા એક પણ પંચાયતમાં ખાતુ ન ખોલાવતા કારમી હારનો સામનો કરવો પડ્યો છે

Mar 2, 2021, 05:41 PM IST

પોરબંદરમાં ભાભીએ પોતાના જ સગા દિયરને હરાવીને કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પાડ્યું

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ મોરચે કોંગ્રેસનો ભારે રકાસ થયો છે. જો કે જેમ જેમ પરિણામો સ્પષ્ટ થતા જાય છે તેમ તેમ કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવતા જાય છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાંથીસામે આવ્યો છે. જેમાં પોરબંદર પાલિકાની ચૂંટણીના પરિણામોએ સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. નગરપાલિકામાં કોંગ્રેસનો પરાજય થયો છે. જો કે વોર્ડ નંબર 1 માં વિજેતા થયેલા મહિલા પોતાના જ સગા દિયરને હરાવીને વિજેતા થયા છે. 

Mar 2, 2021, 05:25 PM IST

Gujarat Local Body Election: કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાઓને જનતાએ હરાવ્યા, ખાસ જાણો

આ વખતના ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે ચિંતાજનક  છે. અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે તેમાં કોંગ્રેસનો કારમો પરાજય જોવા મળી રહ્યો છે. ભાજપનો ભગવો ચારેબાજુ લહેરાઈ રહ્યો છે. ક્યાંક આમ આદમી પાર્ટી પણ જીતતી જોવા મળી રહી છે. એક નજર નાખીએ મહત્વના સમાચાર પર....

Mar 2, 2021, 12:54 PM IST

Breaking તાલુકા પંચાયત ચૂંટણી પરિણામ: આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું, જાણો ક્યાં મળી જીત

તાજેતરમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં સુરત મહાનગરપાલિકમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. અને હવે જિલ્લા, તાલુકા અને પાલિકા ચૂંટણીઓના આજના પરિણામમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. 

Mar 2, 2021, 10:14 AM IST

District Panchayat: 31 જિલ્લા પંચાયતનું પરિણામ: ક્યાં કોણ આગળ...જાણો પળેપળની અપડેટ

District Panchayat Election Results: આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામનો દિવસ છે.

Mar 2, 2021, 08:35 AM IST

99 વર્ષના સ્વાતંત્ર્યસેનાની મણિબેને લોકશાહી પર્વની કરી ઉજવણી, આપ્યો શતાયૂ મંત્ર

સ્થાનિક સ્વરાજયની ચુંટણી (Local Body Election) અંતર્ગત સુરત જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચુંટણીમાં યુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.

Feb 28, 2021, 06:46 PM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પુર્ણ, એકંદરે શાંતિપુર્ણ રીતે સરેરાશ 63 ટકા મતદાન

ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ચુક્યું હતું. જે શાંતિપુર્વક સાંજે 6 વાગ્યે પુર્ણ થયું હતું. જો કે સાંજે 6 વાગ્યે જે લોકો મતદાન મથકમાં આવી ગયા હોય તેમને મતદાન કરવા દેવામાં આવશે. સરેરાશ 64 ટકા મતદાન નોંધાયું હતું. જો કે ફાઇનલ આંકડાઓ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા નથી. જે મોડી સાંજે જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ સરેરાશ 64 ટકાની આસપાસ મતદાન થયું હોવાનું ચૂંટણી પંચ જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, 2 માર્ચે તમામ પાલિકાઓનું પરિણામ જાહેર થશે.

Feb 28, 2021, 06:23 PM IST

ગુજરાતમાં અનેક જગ્યાએ ઘર્ષણ: દાહોદમાં બૂથ કેપ્ચરિંગ, ક્યાંક પથ્થરમારો તો ક્યાંક તોડ્યા EVM

રાજ્યભર (Gujarat) માં આજે પણ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયા હોવાના અહેવાલો છે. ગુજરાત (Gujarat) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) માં મતદાન દરમિયાના ઝાલોદ (Zalod) તાલુકાના ઘોડીયામાં બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે.

Feb 28, 2021, 06:01 PM IST

વિરમગામમાં પથ્થરમારો, તો ઝાલોદમાં બુથ કેપ્ચરિંગનો પ્રયાસ, પોલીસે કર્યો લાઠીચાર્જ

31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 

Feb 28, 2021, 05:26 PM IST

'મધર ઈન્ડિયા' ભીખીબહેને લોકશાહીના પર્વમાં લીધો ભાગ, આપ્યો સંદેશ

મહુવા તાલુકાના 'મધર ઈન્ડિયા' તરીકે ઓળખાતા ભીખીબહેન કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ સમયે મારી ઉમર 15 થી 17 વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું.

Feb 28, 2021, 04:29 PM IST

Mohan Delkar Suicide Case હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બન્યો પ્રચારનો મુદ્દો, સાળાએ કર્યું આહવાન

મહત્વપૂર્ણ છે કે પ્રકાશ પટેલ (Prakash Patel) અગાઉ વલસાડ (Valsad) જિલ્લામાં ભાજપના દિગ્ગજ આગેવાન હતા તેઓ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા અને એક વખત ભાજપની ટિકિટ પરથી કપરાડા વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા હતા.

Feb 26, 2021, 01:26 PM IST

Corona Update: ચૂંટણી ટાણે નેતાઓ અને ચૂંટણી બાદ કોરોના બેફામ, આંકડા રોકેટ બની ગયા

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા હતા. અને ચૂંટણી ટાણે તો જાણે એમ લાગ્યું કે કોરોનાએ રાજ્યમાંથી વિદાય લઇ લીધી છે. જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા હતા તેને જોઇને લાગતું હતું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે કોરોના સામે પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે.  લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો હતો. કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવવા લાગ્યો હતો. જો કે જેવી ચૂંટણી પુરી થઇ તેમ તરત જ કોરોના પરથી પણ જાણે આચાર સંહિતા હટી હોય તેમ કોરોના બેકાબુ બની ગયો છે. બે જ દિવસની અંદર કોરોનાના આંકડા બમણા થઇ ચુક્યા છે. 

Feb 25, 2021, 07:58 PM IST

જામનગરમાં RSS ના અગ્રણી નેતાની હત્યાથી ચકચાર, ભાજપ નેતાઓ વિજય સરઘસ છોડી દોડતા થયા

શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ખુની ખેલ ખેલાયો હતો. જમાઇ (Son in Law)એ ઇંટનો છુટ્ટો ઘા મારીને પોતાના જ સસરા (Father in Law)નું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ધટનામાં જમાઇ (Son in Law) પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. પોલીસ (Jamnagar Police) દ્વારા જમાઇ (Son in Law) સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. તો બીજી તરફ મહિલાએ એક તરફ પોતાના પિતાને ગુમાવ્યા છે. તો બીજી તરફ પોતાનો પતિ પણ હવે જેલમાં જતા પતિ પણ ગુમાવ્યો છે. 

Feb 25, 2021, 07:44 PM IST