RAJKOT: કોરોના કાળમાં ઓવર ડ્યુટી કરીને સ્મશાનની ઇલેક્ટ્રિક ભઠ્ઠી પણ થઇ સ્વાહા

RAJKOT: કોરોના કાળમાં ઓવર ડ્યુટી કરીને સ્મશાનની ઇલેક્ટ્રિક ભઠ્ઠી પણ થઇ સ્વાહા

* રાજકોટના રામનાથપરા સ્મશાનની બન્ને ઈલેકટ્રીક ભઠ્ઠી ‘સ્વાહા’! 40 દિવસ માટે બંધ
* કોરોના દર્દીઓના મૃતદેહોના ‘રાઉન્ડ ધ કલોક’ અંતિમ સંસ્કાર થતા
* પ્લાસ્ટિક સહિત મૃતદેહોને અગ્નિદાહ કરાતા હોવાથી તમામ સાધનો ખરાબ થઈ ગયા
* છેલ્લા મહિનાઓમાં 1000 થી વધુ મૃતદેહોના ઈલેકટ્રીક ભઠ્ઠીઓમાં અંતિમ સંસ્કાર થયા
* હવે માત્ર લાકડામાં જ અગ્નિદાહની સુવિધા, કોવિડ મૃતદેહોની અંતિમવિધી નહિં થાય

ગૌરવ દવે/રાજકોટ : રામનાથપરા સ્મશાનમાં કોરોના દર્દીઓના મૃતદેહોના રાઉન્ડ ધ કલોક અંતિમ સંસ્કાર થતા બંને ઇલેકટ્રીક ભઠ્ઠીઓ ખરાબ થઈ ગઈ છે. આ ઇલેકટ્રીક સ્મશાનને 40 દિવસ માટે બંધ કરી દેવામાં આવેલ છે. બંને ઇલેકટ્રીક ભઠ્ઠીને નવી બનાવવા માટે આ ઇલેકટ્રીક સ્મશાન બંધ કરાયેલ છે. કોવિડના મૃતદેહોના પણ રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર થશે નહી. જોકે લાકડા વિભાગનું સ્મશાન 24 કલાક ચાલુ રહેશે. 

સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામના સંચાલક ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવેલ હતું કે, રામનાથપરા સ્મશાનની ઇલેકટ્રીક ભઠ્ઠીમાં અત્યાર સુધીમાં રોજના 20 થી 25 કોવિડ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાતા હતા. ઇલેકટ્રીક ભઠ્ઠીમાં રાઉન્ડ ધ કલોક પીપીઇ કીટ સાથે કોવિડ મૃતદેહોના અંતિમ સંસ્કાર થવાના પગલે પ્લાસ્ટીક ઓગળતા આ બંને ઇલેકટ્રીક ભઠ્ઠીની ઇટો અને કોયલ બળી જતા મોટી નુકશાની થવા પામી છે.

10 વર્ષમાં પ્રથમ વખત ખરાબ થઈ ઇલે.ભઠ્ઠીઓ
ગુણવંતભાઇ ડેલાવાળાએ વિશેષમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના ફૂંફાડાના પગલે છેલ્લા મહિનાઓમાં કોરોનામાં મોતને ભેટેલા 1000 વધુ દર્દીઓના પ્લાસ્ટીક વીટેલા મૃતદેહોમાં અંતિમ સંસ્કાર આ ઇલેકટ્રીક ભઠ્ઠીઓમાં થતા ભઠ્ઠીઓ ખરાબ બની જવા પામેલ છે. 10 વર્ષમાં આ ઘટના પ્રથમવાર બની છે. બંને ભઠ્ઠીઓના નવીનીકરણ કરવા માટે ઇલેકટ્રીક સ્મશાનને 40 દિવસ માટે બંધ કરવામાં આવેલ છે.

સવારે 8 થી રાત્રે 8 સુધી સબવાહિની માટે મુક્તિધામનો કરો સંપર્ક
આ સ્મશાનમાં હાલ લાકડામાં જ અગ્નિ દાહની સુવિધા છે. કોવિડ મૃતદેહોની અંતિમવિધિ થશે નહી. લાકડા વિભાગનું સ્મશાન 24 કલાક ચાલુ રહેશે. મુકિતધામ માટે શબવાહિની સેવા સવારના 8 થી રાત્રીના 8 સુધી ચાલુ રહે છે. આ માટે મુકિતધામના ફોન નં.2221950/2237900 ઉપર સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news