રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે ભારે વિવાદ બાદ ગૌતમ ધમસાણીયાની વરણી
ચેમ્બરના પ્રમુખની વરણીના 65 વર્ષમાં ઇતિહાસમાં પ્રથમવાર ચાલુ ટર્મે પ્રમુખ બદલાયા છે.
Trending Photos
રાજકોટઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. ગૌતમભાઈ ધમસાણીયા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રમુખની વરણીને લઈને આજે બેઠક મળી હતી. પરંતુ આ બેઠકમાં 65 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર સર્વસંમતિથી પ્રમુખનું નામ નક્કી ન થતા ચૂંટણી યોજવાની જરૂર પડી હતી. આ મામલે બંન્ને પક્ષો વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો. જેથી સર્વાનુમતે નિમણૂંકની સમજુતી ભાંડી પડતા ચૂંટણી યોજવામાં આવી હતી. મતદાન કરાતા રાજકોટ ચેમ્બરના પ્રમુખપદે ગૌતમ ભાઈની વરણી થઇ છે. મતદાનમાંદ ગૌતમભાઈને 14 મત અને વી.પી. વૈષ્ણવને 10 મત મળ્યા હતા. ચેમ્બરના પ્રમુખની વરણીના 65 વર્ષમાં ઇતિહાસમાં પ્રથમવાર ચાલુ ટર્મે પ્રમુખ બદલાયા છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખને લઇને વિવાદ સર્જાયો હતો. આજે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રમુખની વરણીને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. લેઉવા પટેલ વી.પી. વૈષ્ણવના નામ સામે હરીફ જૂથે કડવા પાટીદાર ગૌતમ ધમસાણીયાનું નામ મુકતા ખળભળાટ મચી ગયો હતો. બાદમાં મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ચેમ્બરના પ્રમુખપદે ગૌતમભાઇની વરણી થઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે