ઝોમાટોમાં વેજ ઓર્ડર કર્યું, તો નોન-વેજ આવ્યું, રાજકોટના ગ્રાહકનો કડવો અનુભવ

Zomato Food Delivery : રાજકોટના વ્યક્તિએ વેજ ફૂડ મંગાવતા ઓર્ડરમાં મળ્યું નોનવેજ ફૂડ... ઝોમેટો મારફતે ઝાયકા નામના રેસ્ટોરન્ટમાંથી આવ્યો હતો ઓર્ડર... ગ્રાહક ઝોમેટો સામે નોંધાવશે ફરિયાદ... 
 

ઝોમાટોમાં વેજ ઓર્ડર કર્યું, તો નોન-વેજ આવ્યું, રાજકોટના ગ્રાહકનો કડવો અનુભવ

Rajkot News : આજકાલ ખોરાકમાં જે ભેળસેળ થઈ રહી છે, તે જોતા હવે બહાર શું ખાવું, શું મંગાવવું તે હવે મોટો પ્રશ્ન બન્યો છે. હવે તો વેજ થાળીમાં નોન-વેજ ફૂડ ઓર્ડર કરવામાં આવી રહ્યું છે. ફૂડ ડિલિવરી કંપની zomato ફરીથી વિવાદમાં આવી છે. રાજકોટનાં વ્યક્તિએ ઓનલાઈન ઓર્ડર કરેલ વેજ ફૂડના બદલે નોન વેજ ફૂડ ડિલીવરર કરાયું હતું.

રાજકોટમાં ગૌરવ સિંઘ નામના વ્યક્તિએ ઝોમાટો પર હૈદરાબાદી વેજ બિરિયાની અને વેજ કબાબ ઓર્ડર કર્યું હતું. તેની જગ્યાએ માંસ મટન વાળું નોનવેજ ફૂડ ડિલીવર કરાયું હતું. રાજકોટના રેસકોર્સ નજીક આવેલા મુંબઈ ઝાયકા નામના રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો હતો. ફરિયાદી ઝોમેટો સામે પોલીસ અને કોર્ટ કાર્યવાહી કરશે તેવું જણાવ્યું. 

શાકાહારી ઓર્ડર કરેલા ફૂડમાં ઈન્સ્ટ્રક્શન બાદ પણ નોનવેજ ફૂડ ઓર્ડર કરવામાં આવ્યું હતુ. યુવક ઘરમાં બોક્સ ખોલતા જ ચોંકી ગયો હતો. તેના માનવામાં ન આવ્યું કે, આ નોનવેજ છે. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. સાથે જ ઝોમાટોમાં ફોન કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news