Rishabh Pant Medical Update: રિષભ પંતનું થશે આ મોટુ ઓપરેશન, સામે આવી ચોંકાવનારી માહિતી

Rishabh Pant News​: ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે કહ્યું કે વિકેટકીપર-બેટર રિષભ પંત લિગામેન્ટ ઈજાની સર્જરી કરાવવા માટે તૈયાર છે અને તે લાંબા સમય સુધી ક્રિકેટમાંથી દૂર થઈ જશે. બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યુ કે પંતને દેહરાદૂનની મુંબઈ એરએમ્બ્યુલન્સ દ્વારા શિફ્ટ કરવામાં આવ્યો છે. 

Rishabh Pant Medical Update: રિષભ પંતનું થશે આ મોટુ ઓપરેશન, સામે આવી ચોંકાવનારી માહિતી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ બુધવારે કહ્યું કે વિકેટકીપર-બેટર રિષભ પંત લિગામેન્ટ ઈજાની સર્જરી કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જેના કારણે તે અચોક્કસ સમય માટે ક્રિકેટના મેદાનથી દૂર થઈ જશે. બીસીસીઆઈ સચિવ જય શાહે એક નિવેદનમાં કહ્યું કે પંતને દેહરાદૂનથી હોસ્પિટલમાંથી એરએમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો છે. જ્યાં તેના ઘૂંટણ અને પગની ઘૂંટીની ઈજા માટે વ્યાપક સારવાર થશે. રિષભ પંત 30 ડિસેમ્બરે કાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયો હતો. બીસીસીઆઈએ પંતને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવાનું નક્કી કર્યું કારણ કે તે કોઈપણ કોમર્શિયલ એરલાઈન્સ દ્વારા ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં ન હતો.

શાહે કહ્યુ- '30 ડિસેમ્બરે એક કાર દુર્ઘટના બાદ મેક્સ હોસ્પિટલ, દેહરાદૂનમાં સારવાર કરાવી રહેલા પંતને મુંબઈ લાવવામાં આવશે. તેને કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ અને તબીબી સંશોધન સંસ્થામાં દાખલ કરાવવામાં આવશે અને હોસ્પિટલમાં સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના પ્રમુખ અને ઓર્થોસ્કોપી એન્ડ શેલ્ડર સર્વિસના ડાયરેક્ટર ડો. દિનશો પરદીવાલાની સીધી દેખરેખમાં તેની સારવાર થશે.'

More details here 👇👇https://t.co/VI8pWr54B9

— BCCI (@BCCI) January 4, 2023

તેણે કહ્યું, “ઋષભ લિગામેન્ટ ઈજા માટે સર્જરી કરાવશે અને પોસ્ટ પ્રક્રિયાઓમાંથી પસાર થશે. તેની રિકવરી અને રિહેબિલિટેશન દરમિયાન બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ રાખશે. બોર્ડ રિષભની પુનઃપ્રાપ્તિ પ્રક્રિયામાં મદદ કરવા અને તેને ઝડપી બનાવવા માટે તમામ પ્રયાસો કરશે અને આ સમયગાળા દરમિયાન તેને શક્ય તમામ ટેકો આપશે."

પંત જ્યારે દિલ્હીથી તેના વતન રૂડકી જઈ રહ્યા હતા ત્યારે એક ભયાનક કાર અકસ્માતમાં બચી ગયો હતો પરંતુ નેશનલ હાઈવે 58 પર તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું અને તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પંતના કપાળ પર ઉઝરડા હતા, પીઠની ગંભીર ઇજાઓ તેમજ ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઇજાઓ હતી.

તેની મોટા ભાગની ઈજા સામાન્ય હતી અને ઘુંટણની ઈજા ચિંતાજનક છે. પરંતુ બીસીસીઆઈમાં એક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટેડ પ્લેયર હોવાને કારણે તેની ઈજાની સારવાર બોર્ડનો વિશેષાધિકાર છે. જો કે, એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કરાર ધરાવતા ક્રિકેટરને રમત-ગમત સંબંધિત કોઈપણ ઈજાની સારવાર બીસીસીઆઈ દ્વારા નિયુક્ત ડોકટરો દ્વારા કરવામાં આવશે અને પુનઃવસન નેશનલ ક્રિકેટ એકેડમીમાં સ્પોર્ટ્સ એન્ડ મેડિકલ સાયન્સ ટીમની દેખરેખ હેઠળ થશે, જેનું નેતૃત્વ ડો. નીતિન પટેલ કરે છે પંત હવે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી શકશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news