RAJKOT: લીમડા કાપતી વખતે લોખંડનો ઘોડો વીજ લાઇનને અડ્યો, બે ભાઇઓનાં ઘટના સ્થળે જ મોત
ગોંડલના કંટોલિયા-બાંદરા ગામ વચ્ચે ખેતરમાં ધર્મેશ જેસાણીએ મલેશિયન લીમડાનાં વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષો કાપવા માટે શ્રમીકો લોખંડનો ઘોડો લઇને ખેતરમાં જઇ રહ્યા હતા. જો કે ખેતર પરથી પસાર થતી 11 કે.વી ઇલેક્ટ્રિકલાઇન સાથે લોખંડનો ઘોડો અડી જતા શોર્ટ લાગતા જુવાનજોધ બે સગા ભાઇના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
Trending Photos
રાજકોટ : ગોંડલના કંટોલિયા-બાંદરા ગામ વચ્ચે ખેતરમાં ધર્મેશ જેસાણીએ મલેશિયન લીમડાનાં વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષો કાપવા માટે શ્રમીકો લોખંડનો ઘોડો લઇને ખેતરમાં જઇ રહ્યા હતા. જો કે ખેતર પરથી પસાર થતી 11 કે.વી ઇલેક્ટ્રિકલાઇન સાથે લોખંડનો ઘોડો અડી જતા શોર્ટ લાગતા જુવાનજોધ બે સગા ભાઇના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર કંટોલિયા બાંદરા રોડ પર વોરાકોટડાના ધર્મેન્દ્રભાઇ જસાણીની વાડી આવેલી છે. અહીં મલેશિયન લીમડા વાવવામાં આવ્યા હતા. જેને કાપવા માટે કામ છેલ્લા આઠ દિવસથી પડધરી તાલુકાના સરપદડ ગામના પીયુષભાઇ વસંતભાઇ મકવાણા (ઉ.વ 28) અને તેના નાનાભાઇ મયુરભાઇ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
મંગળવારની વહેલી સવારે દસ વાગ્યાની આસપાસ બંન્ને ભાઇઓ લીમડાનું કામ કરી રહ્યા હતા. ત્યારે લોખંડનો ઘોટોડ વાડી પરથી પસાર થતી ઇલેવન કેવીની લાઇનને અડીજતા વીજ કરંટ લાગતા બંન્ને ભાઇઓના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. મૃતકોના પરિવારજનોને જાણ કરી કે પીએમ માટે મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. બંન્ને ભાઇઓ અપરણીત છે અને લીમડા કાપવાનું કામ કરીને ગુજરાન ચલાવતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે