'સરકાર ખોટું બોલે છે, અગ્નિકાંડમાં 28 નહીં 44 મૃતદેહોના અવશેષો મળ્યા', ધાનાણીના મોટા દાવા

પરેશ ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સરકારે દુર્ઘટનામાં સત્ય હકીકત છુપાવી છે. જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવી નથી. માત્ર નાની માછલી નહી, પરંતુ મગરમચ્છ સામે પણ ફરિયાદ થાય તેવી પરેશ ધાનાણીએ માગ કરી છે.

'સરકાર ખોટું બોલે છે, અગ્નિકાંડમાં 28 નહીં 44 મૃતદેહોના અવશેષો મળ્યા', ધાનાણીના મોટા દાવા

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકો તંત્રના પાપે જીવતા ભડથું થઈ ગયા છે. ત્યારે રાજકોટ આગકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સરકારે દુર્ઘટનામાં સત્ય હકીકત છુપાવી છે. જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવી નથી. માત્ર નાની માછલી નહી, પરંતુ મગરમચ્છ સામે પણ ફરિયાદ થાય તેવી પરેશ ધાનાણીએ માગ કરી છે. ગુજરાત સરકાર હંમેશા સત્ય છુપાવવા SITનો ઉપયોગ કરે છે તેવા પણ આરોપ લગાવ્યા છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે મોત અને મિસિંગના આંકડા છુપાવવાનો આરોપ મુક્યો છે. આંકડા જાહેર કરાયા તેમાં પણ વિસંગતતા છે. કેટલા પીએમ કરાયા તે પણ આંકડા પ્રસિદ્ધ કર્યા નથી. 40થી 45 વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે. બે દિવસમાં ઘટના સ્થળેથી અનેક માનવ અવશેષો પણ મળી આવ્યા છે. તંત્ર મોતના અને મિસિંગ વ્યક્તિઓના આંકડા છુપાવે છે. કેમ સિવિલ સુપ્રીટેન્ડન્ટ આંકડા જાહેર કરતા નથી તે એક મોટો સવાલ છે. આગકાંડ બન્યો ત્યારે અંદર 3000 ડિગ્રી તાપમાન હોવાનું SITએ પણ સ્વીકાર્યું છે. 

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ઉંચા તાપમાનને કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાખ થઈ ગયા હશે. ઘણા પરિવારોને પોતાના સ્વજનોના અસ્થિઓ પણ નહીં મળે. શું સરકાર અસ્થિઓના વિસર્જન માટેનો મોકો પણ નહીં આપે? ગેમ ઝોન આસપાસના સીસીટીવી પણ પોલીસે કબ્જે લેવા જોઈએ. બિન વરસુ પડેલા વાહનો અંગે પણ તપાસ કરવી જોઈએ. 99 રૂપિયાની સ્કીમ હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મોટી સંખ્યામાં ગેમઝોનમાં આવ્યા હતા. ગેમ ઝોનના કર્મચારીઓ પણ હતા તો કેટલા ઉપસ્થિત હતા તેની માહિતી જાહેર કરવી જોઈએ. બિન અધિકૃત ગેમ ઝોનમાંથી પુરવાઓનો નાશ કરવા મચડો ખસેડી દેવામાં આવ્યો. સ્થળ પરથી ધૂળના સેમ્પલો લઈ તપાસ થવી જરૂરી છે. મચડો દૂર કર્યો તેના પતરામાંથી સેમ્પલો લેવા જોઈએ. 

પરેશ ધાનાણીએ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સરકાર આવી ઘટનામાં સત્ય ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કરે છે, પણ કોંગ્રેસ પક્ષ પડદો નહિ પાડવા દે. અમે રાજકારણ કરવા માંગતા નથી. અમે હેલ્પ લાઇન નંબર જાહેર કરીશું. જે લાપતા લોકો છે તેમના માટે કોંગ્રેસે હેલ્પ લાઇન ફોર મિશીંગ લાઇન જાહેર કર્યો. અતુલ રાજાણી - 9979900100 (રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીના પર્સનલ નંબર જ હેલ્પ લાઇન માટે જાહેર કર્યો...

મહત્વનું છે કે પરેશ ધાનાણીએ અનેક મોટા ખુલાસા કર્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં 28 નહીં 44 ડેડ બોડી કે અવશેષો મળ્યા હોવાના પરેશ ધાનાણીએ બિન સત્તાવાર દાવાઓ કર્યા છે. Zee24 kalak આ આંકડાઓની કોઈ પુષ્ટી કરતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news