રાજકોટઃ કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળતા લોકો રાસ-ગરબા રમ્યા, પોલીસનું સન્માન કર્યું, સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલ્યા


લોકોના ટોળેટાળા વળી ગયા હતા. તે લોકોએ પોલીસનું ફૂલહારથી સ્વાગત પણ કર્યું હતું. તો તાળી અને ડીજેના તાલ સાથે નાચગાન શરૂ કર્યું હતું.
 

રાજકોટઃ કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળતા લોકો રાસ-ગરબા રમ્યા, પોલીસનું સન્માન કર્યું, સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલ્યા

રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ શહેરનો કીટીપરા વિસ્તાર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવાને કારણે આજ સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં હતો. ત્યારબાદ નવા કેસ ન આવતા અને પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થતાં આજે મહાનગર પાલિકાએ તે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી હતી. પરંતુ છૂટછાટ મળતા લોકો કોરોના પણ જતો રહ્યો હોત તેમ ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

રાજકોટ ઓવરબ્રીજ દુર્ઘટનાઃ સરકારના આદેશ બાદ SVNITની ટીમે શરૂ કરી તપાસ

લોકોના ટોળેટાળા વળી ગયા હતા. તે લોકોએ પોલીસનું ફૂલહારથી સ્વાગત પણ કર્યું હતું. તો તાળી અને ડીજેના તાલ સાથે નાચગાન શરૂ કર્યું હતું. પોતાનું સન્માન થતાં પોલીસ પણ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમો ભૂલી ગઈ હતી. આ ખુબ ગંભીર બાબત છે. હજુ સુધી કોરોના આપણી વચ્ચેથી ગયો નથી. ત્યારે તેનાથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવું ખુબ જરૂરી છે. લોકોએ જાહેરમાં મેળો જામ્યો હોય તેવો વ્યવહાર કર્યો હતો. ડીજેના તાલ સાતે રાસ-ગરબા પણ શરૂ કરી દીધા હતા. તો હાજર રહેલી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news