ખેડૂતો ખાસ વાંચે તમારૂ ટ્રેક્ટર ચોરીનું તો નથીને? ચોર ટોળકી ઝડપાયા બાદ પોલીસે રાજ્યવ્યાપી તપાસ આદરી

ક્રાઇમ બ્રાન્ચે એક એવી તસ્કર બેલડીની ધરપકડ કરી છે. જે ખેડુતોનાં ટ્રેક્ટરની ચોરી કરતા. છેલ્લા એક વર્ષમાં શહેરનાં અલગ અલગ ત્રણ સ્થળોએથી ટ્રેક્ટરની ચોરી કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. ત્રણ ટ્રેક્ટર સહિત 11 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપીઓ ટ્રેક્ટરનો કલર બદલાવીને બાબરા અને ઉત્તર ગુજરાતમાં વેંચી દેતા હોવાનું સામે આવ્યું છે. 
ખેડૂતો ખાસ વાંચે તમારૂ ટ્રેક્ટર ચોરીનું તો નથીને? ચોર ટોળકી ઝડપાયા બાદ પોલીસે રાજ્યવ્યાપી તપાસ આદરી

રાજકોટ : ક્રાઇમ બ્રાન્ચે એક એવી તસ્કર બેલડીની ધરપકડ કરી છે. જે ખેડુતોનાં ટ્રેક્ટરની ચોરી કરતા. છેલ્લા એક વર્ષમાં શહેરનાં અલગ અલગ ત્રણ સ્થળોએથી ટ્રેક્ટરની ચોરી કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. ત્રણ ટ્રેક્ટર સહિત 11 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપીઓ ટ્રેક્ટરનો કલર બદલાવીને બાબરા અને ઉત્તર ગુજરાતમાં વેંચી દેતા હોવાનું સામે આવ્યું છે. 

રાજકોટ પોલીસનાં સકંજામાં આવેલા બિપીન રાજૂ સાટીયા અને ગણપત જગા મીરની ચોર બેલડી રાજકોટમાંથી ખેડુતોનાં ટ્રેક્ટરની ચોરી કરી વેંચી દેતા હતા. છેલ્લા એક વર્ષમાં રાજકોટમાંથી ત્રણ ટ્રેક્ટરની ચોરી થયા હોવાની પોલીસમાં ફરીયાદો નોંધાય હતી. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બાતમી મળી હતી કે, રાજકોટનાં આજીડેમ ચોકડી નજીક સુંદરમ પાર્કમાં રહેતા બિપીન રાજૂ સાટીયા લોનમાંથી પાછા ખેંચાયેલા ટ્રેક્ટર વેંચે છે. 

જેને આધારે પોલીસે તેની અટકાયત કરી આગવી ઢબે પુછપરછ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી બિપીન અને તેનો સાથી ગણપતે આજી GIDC, થોરાળા,ગોંડલ ચોકડી પાસેથી ત્રણ ટ્રેક્ટરની ચોરી વેંચ્યા હોવાની કબુલાત આપી હતી. આ ચોરીઓનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાંચે રૂપીયા11 લાખના ત્રણ ચોરાઉ ટ્રેક્ટર કબ્જે કર્યા છે. હાલ પોલીસે બન્ને શખ્સોની વધુ પુછપરછ શરૂ કરી છે. 

કેવી રીતે આપતા ચોરીને અંજામ?
પોલીસ તપાસમાં આરોપીઓએ રાજકોટનાં અલગ અલગ ત્રણ વિસ્તારમાંથી ટ્રેક્ટરની ચોરી કર્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી છે. પરંતુ તેની મોડેશ ઓપરેન્ડી સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસનાં કહેવા મુજબ, આરોપી બિપીન અને ગણપતે એક વર્ષ પહેલા આજી GIDCમાંથી એક લાલ કલરનું ટ્રેક્ટર ચોર્યુ હતું. બીજૂ ટ્રેક્ટર 7 મહિના પહેલા થોરાળા પાસેના પેટ્રોલ પંપની બાજુમાંથી એક ટ્રેક્ટરની ચોરી કરી અને ત્રીજા ટ્રેક્ટરની 12 દિવસ પહેલા કોઠારિયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા સર્વિસ રોડ પરથી ચોરી કરી હતી. 

આરોપી બિપીન મૂળ બોટાદનાં જીંજાવદર ગામનો વતની હોવાથી ચોરી કરી ત્યાં લઇ જતો હતો. જ્યાં ટ્રેક્ટરની ટ્રોલીમાં કલર કરાવી ટ્રેક્ટરમાં પણ બીજો કલર કરાવી દેતા હતા. એટલું જ નહિં જ્યારે કોઇ ગ્રાહકને ટ્રેક્ટર વેંચતા ત્યારે લોનમાંથી પરત ખેંચવામાં આવેલું છે કહીને ટ્રેક્ટરની મૂળ કિંમત કરતા ઓછી કિંમતે વેંચી દેતા હતા. પોલીસે બાબરા થી 1 અને દાહોદ થી 2 મળી કુલ ત્રણ ટ્રેક્ટરો કબ્જે કરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ લોકો જ્યારે ટ્રેક્ટરનો ઓર્ડર આવે ત્યારે જ ચોરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. 

પોલીસ તપાસમાં આરોપીઓ આગાઉ પણ મારામારી અને ધમકી આપવાનાં કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. ઓછી કિંમતે ટ્રેક્ટર ખરીદીની લાલચમાં નિર્દોષ ખેડુતો આવા ચોર ટોળકીનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જો ગુજરાતનાં અન્ય ખેડુતો સાથે આવો કિસ્સો બન્યો હોય તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા પોલીસે અપિલ કરી છે. પોલીસ આ કેસમાં ઉંડાણ પૂર્વક તપાસ કરે તો ટ્રેક્ટર ચોરી નંબર પ્લેટ અને રંગ બદલીને વેંચી દેવાનાં રાજ્યવ્યાપી ચોરીનો પર્દાફાસ થાય તેવી શક્યતાઓ છે. ત્યારે પોલીસ તપાસમાં કેટલા ભેદ ઉકેલાય છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news