સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થીનીનું કર્યું યૌન શોષણ, અશ્લીલ મેસેજ કર્યા હતા
Sexually Harassment : રાજકોટની M J કુંડલિયા કોલેજમાં PHD કરતી વિદ્યાર્થીની સાથે પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીએ જાતીય સતામણી કર્યાનો થયો ખુલાસો... NSUIએ વિરોધ નોંધાવી પ્રોફેસરને સસ્પેન્ડ કરવા કરી માગ
Trending Photos
Rajkot News રાજકોટ: રાજકોટની MJ કુંડલિયા કોલેજના પ્રોફેસર પર એક વિદ્યાર્થીનીએ ગંભીર આક્ષેપ મૂક્યા છે. એમજે કુંડલિયા કોલેજમાં PHD કરતી વિદ્યાર્થીની સાથે પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીએ જાતીય સતામણી કર્યાનો આક્ષેપ થયો છે. તેમ જ તપાસમાં પ્રોફેસરે ગેરવર્તન કર્યાનું સામે આવ્યું છે. ત્યારે 7 દિવસમાં પ્રોફેસર સામે કાર્યવાહીના સંચાલકોને આદેશ કરાયો છે. પ્રોફેસરે વિદ્યાર્થીનીને નોકરી અને આર્થિક પ્રલોભન આપી સતામણી કર્યાથી ખળભળાટ મચી ગયો છે. સાથે જ પ્રોફેસરે વોટ્સઅપમાં અશ્લિલ મેસેજ પણ કર્યાના યુવતીના આક્ષેપ છે.
પ્રોફેસર જાની વોટ્સએપમાં ગંદા મેસેજ કરતા હતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક ગાઈડનું નામ યૌન શોષણના પ્રકરણમાં સામે આવ્યું છે. એમજે કુંડાલિયા કોલેજમાં પીએચ.ડી કરતી એક વિદ્યાર્થિનીએ ઓગસ્ટ 2023 માં કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને પત્ર લખ્યો હતો. તેણે પત્રમાં રજૂઆત કરી હતી કે પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની તેના ગાઈડ છે. પ્રોફેસર જાની પાસે તે પીએચડી કરે છે. ત્યારે પ્રોફેસર જાની તેને વારંવાર નોકરી અંગેના આર્થિક પ્રલોભનો આપીને અણછાજતું વર્તન કરે છે. તેની ઈચ્છા ન હોવા છતાં તેને શરીર પર ગંદો સ્પર્શ કરતા હતા. પ્રોફેસર જાની તેને વોટ્સએપમાં અશ્લિલ મેસેજ પણ કરતા હતા, જેથી તે સતત માનસિક તણાવમાં રહેતી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ. જે. કુંડલીયા મહિલા કોમર્સ કોલેજના અધ્યાપક ડો. જ્યોતીન્દ્ર જાની વિરુદ્ધ સાત દિવસમાં પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો છે. યુવતીની ઈચ્છા વિરુદ્ધ ડો.જ્યોતિન્દ્ર જાની દ્વારા પોતાની ગાઈડશીપ હેઠળ કોમર્સ વિભાગમાં સંશોધન કરતી વિદ્યાર્થીની સાથે પણ અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. યુવતીની ઈચ્છા વિરુદ્ધ તેણી સાથે સ્પર્શ કરવામાં આવ્યો હતો. તો સાથે જ યુવતીનું સન્માન ઘવાય તેવા શબ્દો પણ ઉચ્ચારવામાં આવ્યા હતા. તેમજ યુવતીને નોકરી અંગેના આર્થિક પ્રલોભનો આપી તેની સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે આજ રાજકોટ શહેર યુથ કોંગ્રેસ દ્વારા કોલેજ ખાતે રામધૂન બોલાવી ધરણા પ્રદર્શન યોજી અધ્યાપકને સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી હતી.
પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવાની માંગ
એમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે પીએચડી કરતી એક વિદ્યાર્થિનીએ ગાઈડ જ્યોતિન્દ્ર જાનીએ પોતાની સાથે અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ કરતા કુલપતિએ યુજીસીના નિયમ મુજબ એક કમિટી નીમી તપાસનો આદેશ કર્યો હતો. ઓગસ્ટ મહિનામાં ફરિયાદ થયા બાદ કુલપતિએ કમિટીની રચના કરી હતી. જેમાં સપ્ટેમ્બર મહિનામાં કમિટીએ આપેલા રિપોર્ટમાં પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીએ વિદ્યાર્થિની સાથે ગેરવર્તણૂક કરી હોવાનુ સ્પષ્ટ થયુ હતું. આથી કુલપતિએ એમ.જે. કુંડલિયા કોલેજના સંચાલકને યુનિવર્સિટી ખાતે બોલાવી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા અને લેખિતમાં જણાવ્યું હતું કે પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની સામે 7 દિવસમાં પગલા લઈ યુનિ.ને જાણ કરવાની રહેશે.
NSUI અને કોંગ્રેસે કુંડલિયા કોલેજમાં આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રોફેસર જ્યોતીન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે