લવરિયાથી પીડાતા હોય તો તરત ડોક્ટરને બતાવો, નહિ તો દેવદાસ કરતા પણ ખરાબ હાલ થશે

લવરિયાથી પીડાતા હોય તો તરત ડોક્ટરને બતાવો, નહિ તો દેવદાસ કરતા પણ ખરાબ હાલ થશે
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બે વિદ્યાર્થીનીઓએ એકતરફી પ્રેમના પાગલપન પર સરવે કર્યો
  • જેની જીભ પર પ્રેમના આ અઢી અક્ષરો લાવવાની હિંમત નથી, તેમનો એકતરફી પ્રેમ કદી પાંગરતો નથી

ઝી મીડિયા/બ્યૂરો :આપણે અત્યાર સુધી લવ સ્ટોરી (love story) ના ઘણા ઉદાહરણો જોયા છે.  લૈલા-મજનુ, હીર-રાંઝા, સોહની-મહિવાલ, રોમિયો-જુલિયટ, શશી-પુન્નુ વગેરે લોકોની જીભ પર હજુ કેટલા યુગલો છે તેની ખબર નથી. જ્યારે કોઈ વ્યક્તિ જુસ્સાની હદ સુધી કોઈને પ્રેમ કરે છે અને તેની રમૂજની ભાવના ગુમાવે છે, ત્યારે તે પ્રેમ રોગ એટલે કે લવરિયાથી પીડિત હોવાનું કહેવાય છે. પ્રેમમાં રહેવું એ એક સુખદ અનુભૂતિ હોઈ શકે છે. પરંતુ પ્રેમ (relationship) નો મોહ ગંભીર માનસિક વિકારનું સ્વરૂપ લઈ શકે છે અને તેના પરિણામો પણ તદ્દન જીવલેણ હોઈ શકે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ અમી પુરોહિત અને ડિમ્પલ રામાણીએ આ વિષય પર સરવે કર્યો છે. જેના તારણો આવ્યા છે. મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પ્રેમ કરવો એ ગુનો નથી પણ પ્રેમમા સાનભાન ગુમાવી દેવું અને પોતાની જાતને શારીરિક અથવા માનસિક રીતે નુકશાન કરવું એ મનોવિજ્ઞાનની પરિભાષામા એક પ્રકારનો માનસિક રોગ (mental disorder) છે. જેનાથી વ્યક્તિ પોતાની જિંદગીથી ભાગી શકતી નથી. આ સમયે વ્યક્તિએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સમયે સારવાર કરી શકાય છે.

પ્રારંભિક લક્ષણો છે...

  • ડેટિંગ પહેલાં ભેટો ખરીદવી અથવા આપવી. 
  • ફોનની રાહ જોવી.
  • સતત મેસેજ કર્યા કરવા અથવા ફોનમાં જ પડ્યું રહેવું.
  • જ્યાં સુધી વાત ન થાય ત્યાં સુધી જમવું નહિ
  • વાસ્તવિકત જગતથી દૂર થઇ કાલ્પનિક વિચારોમા ખોઈ રહેવું.
  • એકબીજાને મળવાની તાલાવેલી.

આ પણ વાંચો : પોલીસ પણ મોઢામાં આંગળા મૂકી જાય તેવુ ક્રાઈમ, 12 વર્ષના ટેણિયાએ મોજશોખ માટે 4 વાહન ચોર્યા

લોકો આ સંકેતોને પ્રેમ માને છે, પરંતુ તેઓ નથી જાણતા કે આ સંકેતો આવવા માટે કોઈ ગંભીર બીમારી પણ હોઈ શકે છે. આમ તો અનેક જગ્યાએ આને લગતા અનેક પ્રકારના કિસ્સાઓ જાહેર થતાં હોય છે. અમુક વાર એવું થતું હોય છે કે કોઈ છોકરો અન્ય છોકરી ને પસંદ કરે છે અને તેના પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવવાની કોશિશ પણ કરે છે અને પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. જ્યારે છોકરી તે છોકરાને પસંદ કરતી નથી અને તે તેનો સ્વીકાર કરતી નથી. ત્યારે આ બાબત કોઈપણ છોકરા માટે નિષેધક રીતે ઉભરી આવે છે. અમુક કિસ્સામાં તો એવું જોવા મળે છે કે પોતાનો સ્વ ઘવાય ગયો છે તેવી ભાવનાથી તે છોકરીને સમાજમાં બદનામ કરે છે અને તેને વારંવાર પરેશાન કરે છે. વળી તેને બ્લેકમેલ કરવાના પગલાં સુધી પણ તે પહોંચી જાય છે. આને લીધે છોકરીના માનસિક તેમજ સામાજિક સ્વાસ્થ્યમાં ખુબ જ ઊંડી અસર થાય છે. પોતાના માતા-પિતા અથવા તો કુટુંબના બદનામીના ડરથી તે ખુલીને જીવી શકતી નથી. ઘરની બહાર નીકળતા પણ ડરે છે. લોકો તેના વિશે શું વિચારશે એવા ખોટા વિચારોને લીધે તે પોતાનું માનસિક સ્વાસ્થ્ય બગાડે છે. અને તેનો પરિવાર તેને સ્વીકારશે કે નહિ તેવા સતત વિચારોને લીધે ક્યારેક ડિપ્રેશનનો ભોગ પણ બને છે. અમુક કિસ્સાઓમાં તો આવી છોકરીઓ આત્મહત્યા સુધીના પગલા સુધી પણ પહોંચી જાય છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોઈએ તો ખૂબ જ નાની વયની છોકરીઓ પોતાનાથી મોટી ઉંમરના છોકરાઓ સાથે સંબંધો બાંધી અને પોતાનું સ્ટેટસ દેખાડવા માગે છે. પરંતુ આને લીધે જ ભવિષ્યમાં પોતે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ વેઠે છે. આવી અનેક સમસ્યાઓ covid -19 દરમિયાન પણ જોવા મળી છે.

  1. મેડમ હવે મારે ભણવું નથી. મને ભણવામાંથી રસ ઉડી ગયો છે. મારે એક છોકરા સાથે પ્રેમ હતો. બીજી છોકરી મળી જતા અત્યારે મને તરછોડી દીધી છે.હવે મને જીવન જીવવાની કોઈ ઈચ્છા નથી.
  2. મારાં એકવાર મેરેજ થઇ ગયા છે. હાલ છૂટાછેડા થયેલા છે. પણ હું એ છોકરીને ભૂલી શકતો નથી. મારે ફરીથી એ જ સ્ત્રી જોઈએ છે. જો એ પાછી મને નહિ મળે તો હું આત્મહત્યા કરી લઈશ.
  3. આ લોકડાઉન છે હું મારાં પ્રેમીને મળી શકતી નથી. મને ખૂબ જ યાદ આવે છે. હું ખૂબ પ્રેમ કરું છું. પણ એનો ફોન કેમ મને નથી આવતો? શા માટે ફોન કે મેસેજ નથી કરતો? ક્યાંક એ મને ભૂલી તો નથી ગયો ને? મારે જાણવું છે. મને એકવાર વાત કરાવી દયો. હું નહિ જીવી શકું. પ્લીઝ

આ પણ વાંચો : સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું કેવું જશે? અંબાલાલ પટેલે કરી આગાહી 

ઘણી વાર ક્યારેક કુટુંબ કે માતા-પિતાઓ સાથે કુસમાયોજન અથવા વધુ પડતા રૂઢિચુસ્ત કુટુંબના છોકરાઓ કે છોકરીઓ આસાનીથી કોઇની વાતોમાં ફસાઈ જાય છે અને ખોટા રસ્તે ચડી જાય છે.  'ધ સાયકોલોજિસ્ટ' મેગેઝિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ડૉ.ટોલિસ માને છે કે અદ્યતન અભ્યાસ સૂચવે છે કે પ્રેમ રોગને ફરી એક વખત મેડિકલ સાયન્સના દાયરામાં લાવવાની જરૂર છે. આ માનસિક રોગના લક્ષણોમાં સ્વ-જોડાણ, હતાશા, અહંકાર, મૂડનેસ અને એકલતાનો સમાવેશ થાય છે. અને પરિણામ ઊંઘ અને આંસુમા પરિવર્તિત થઇ જાય છે.  

લવરિયા રોગ એકપક્ષીય તેમજ દ્વિપક્ષીય હોઈ શકે છે. એકતરફી પ્રેમમાં સામેની વ્યક્તિને ખ્યાલ નથી આવતો કે કોઈ તેને પ્રેમ કરે છે. જે પ્રેમ કરે છે તેની જીભ પર પ્રેમના આ અઢી અક્ષરો લાવવાની હિંમત નથી. તેમનો એકતરફી પ્રેમ કદી પાંગરતો નથી, પરંતુ વ્યક્તિને 'દેવદાસ' જેવો બનાવી દે છે અને હતાશા એકલતાનો અનુભવ કરે છે. આવી વ્યક્તિ ગમતી વ્યક્તિની જ આજુબાજુ રહેવાનું પસંદ કરે છે. તેને કોઈ કામ કરવાનું મન થતું નથી. ક્યારેક તે અભ્યાસમાં પાછળ પણ રહી જાય છે, જે તેની કારકિર્દીને અસર કરે છે. તે મૌન બની જાય છે. તે કોઈને મળવા પણ ઈચ્છતી નથી.તેમાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઘર બની જાય છે.

જ્યારે પ્રેમમાં છેતરાયેલા પ્રેમીને કશું લાગતું નથી, ત્યારે તે ડિપ્રેશનમાં સરી જાય છે. તે જીવનથી નિરાશ થઈ જાય છે અને આત્મહત્યાનો પ્રયાસ પણ કરી શકે છે. કોઈપણ રીતે, જ્યારે છોકરો કે છોકરી સમાજની નજર ટાળીને એકબીજાને મળે છે, ત્યારે તેમનામાં તણાવ, ગભરાટ અને બેચેની હોય છે, જેના કારણે તેમના હૃદયના ધબકારા પણ વધી જાય છે. ઘણા લોકો માટે, બ્લડ પ્રેશર પણ વધી જાય છે. આ બધું લવારિયા રોગનું પરિણામ હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news