રાજકોટની દક્ષિણ બેઠક પર ખોડલધામે શરૂ કર્યું લોબીંગ, નરેશ પટેલ- રમેશ ટીલાળાએ કરી BJP મવડી મંડળની મુલાકાત!

રાજકોટમાં રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા બે દિવસથી ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. રમેશ ટીલાળા રાજકોટ માટે સેન્સ પણ આપી ચૂક્યા છે.

રાજકોટની દક્ષિણ બેઠક પર ખોડલધામે શરૂ કર્યું લોબીંગ, નરેશ પટેલ- રમેશ ટીલાળાએ કરી BJP મવડી મંડળની મુલાકાત!

ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પક્ષો તેના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક હાઇ પ્રોફાઇલ બની છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામે લોબીંગ શરૂ કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગઇકાલે (શુક્રવાર) નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ફરી ભાજપના મવડી મંડળની મુલાકાત કરી છે. નરેશ પટેલ ખાસ ચાર્ટડ પ્લેનમાં તાત્કાલિક મુલાકાત કરવા જતા રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોઘરા પણ લોબીંગ કરી રહ્યા છે. તો હાલના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાની માંગ કરી છે. ખોડલધામના લોબીંગથી રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા બે દિવસથી ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. રમેશ ટીલાળા રાજકોટ માટે સેન્સ પણ આપી ચૂક્યા છે. તેઓ ખાસ વિમાન મારફતે અમદાવાદ જઈને હાઈકમાન્ડને મળ્યા હતા અને ટિકિટની માંગ કરી હતી. ત્યારે રાજકોટ શહેરની દક્ષિણ બેઠક હવે હાઈ પ્રોફાઈલ બની ગઈ છે. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ગઈકાલે ભાજપના હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી છે. તેઓ અમદાવાદ આવતાં જ રાજકારણ ગરમાયું છે.

સરકારી કર્મચારીએ ભાજપમાં દાવેદારી કરતા વિવાદ
રાજકોટ વિધાનસભા બેઠકમાં ઉમેદવારીનો મામલો ગરમાયો છે. ચૂંટણી સમયે મનપાનાં કર્મચારી વિવાદમાં આવ્યા છે. સરકારી કર્મચારીએ ભાજપમાં દાવેદારી કરતા વિવાદ ઉભો થયો છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીની દાવેદારી નોંધાવી છે. રાજકોટ મનપાના જુનિયર કલાર્ક પર તેઓ વજુભાઈના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવે છૅ. રાજકોટ પૂર્વ અને પશ્ચિમમાં ભાજપમાં ટિકિટ માંગી છૅ. સરકારી કર્મી પક્ષનું ચિહ્નન પણ ન બતાવી શકે તેવા નિયમો છે, ત્યારે રાજકોટમાં વિધાનસભાની ટિકિટ માગતા વિવાદ ચર્ચામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આ મામલો નાયબ મ્યુનિસિપલ કમિશનર પાસે મહેકમનો હવાલો છૅ તે તપાસ કરશે.

કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભોળાભાઈ ગોહિલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પક્ષો તેના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટ જિલ્લાના જસદણના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભોળાભાઈ ગોહિલનું નામ જાહેર કરેલ છે, ભોળાભાઈ વર્ષોથી અહી કોંગ્રેસના કાર્યકર છે. જસદણ વિધાનસભા સીટ માંથી 2012માં કૉંગ્રેસ માંથી વિજેતા થયાં હતાં અને જસદણની સમસ્યાના જાણકાર છે.

ઝી મીડિયા દ્વારા આજે ભોળાભાઈ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ શું કહે છે? જસદણ એ સામાન્ય રીતે ખેતી પ્રધાન તાલુકો છે. અહી પાણી અને ખેડૂતોને લગતી અનેક સમસ્યાઓ છે, સાથે અહી શિક્ષિત બેરોજગારીની સમસ્યા છે, જેને મુદ્દા બનાવીને કોંગ્રેસ અહીંથી ચૂંટણીનો જંગ લડવાની છે, સાથે સાથે જસદણના સ્થાનિક અનેક પ્રશ્નો સાથે અહી કોંગ્રેસ ચૂંટણીનો જંગ લડશે, જે જોતાં આવતા સમયમાં અહી ખરાખરીનો ખેલ થશે તે ચોક્કસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news