ગુજરાતી ફિલ્મ 'તખુભાની તલવાર'નો કરણી સેનાએ કર્યો વિરોધ, જાણો રાજપૂત સમાજની લાગણી કેમ દુભાઈ?
ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ 'તખુભાની તલવાર'નો રાજપૂત કરણી સેનાએ વિરોધ કર્યો છે. જેમાં કરણી સેનાએ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મના અમુક અંશોના કારણે રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: દેશમાં પઠાણ ફિલ્મને લઈને વિરોધ વધી રહ્યો છે. હિન્દુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. મુસ્લિમ સંગઠને પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
બીજી તરફ ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ 'તખુભાની તલવાર'નો રાજપૂત કરણી સેનાએ વિરોધ કર્યો છે. જેમાં કરણી સેનાએ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મના અમુક અંશોના કારણે રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે. ગુજરાતી ફિલ્મ તખુભાની તલવારની રિલીઝ અટકાવવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજપુત કરણી સેના દ્વારા ગુજરાતી ફિલ્મ તખુભાની તલવારનો વિરોધ કરવામાં આવશે. આવતીકાલે (શુક્રવાર) આ ફિલ્મ રિલીઝ થવાનું છે તે પહેલા કરણી સેનાએ ચીમકી ઉચ્ચારી છે. જેમાં ગુજરાતી ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ કરવામાં આવી છે.
જે.પી જાડેજાનું નિવેદન
ગુજરાતી ફિલ્મ તખુભાની તલવારના વિરોધ વચ્ચે રાજપુત કરણી સેનાના અગ્રણી જે.પી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. જો આ ફિલ્મ રિલીઝ થશે તો કરણી સેના રોડ ઉપર આવી અને વિરોધ પ્રદર્શન કરશે. આ ગુજરાતી ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે. ફિલ્મના અમુક અંશોના કારણે રાજપૂત સમાજની લાગણી દુભાઈ રહી છે.
આ પણ વાંચો:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે