કોરોનામાં ભાઈ ગુમાવનાર બહેનની પીડા, ‘રક્ષા કરનાર ભાઈ જ નથી રહ્યો તો રક્ષાબંધન કેવી રીતે ઉજવું’

કોરોના કપરા કાળમાં આપણે બધાએ જીવનના ઘણા ઉતાર ચડાવ જોયા. અનેકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. સાથે જ કોરોના (corona update) માં આપણી ખડે પગે પોતાની ફરજ નિભાવનાર કોરોના વોરિયર્સને પણ આપણે મોટી સંખ્યામાં ગુમાવ્યા છે. આજે આપણે એક એવા કોરોના વોરિયર (corona warrior) વિશે વાત કરીએ, જેમને કોરોના કાળમાં પોતાની ફરજ નિભાવતા કોરોના પોઝિટિવ થઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો. 
કોરોનામાં ભાઈ ગુમાવનાર બહેનની પીડા, ‘રક્ષા કરનાર ભાઈ જ નથી રહ્યો તો રક્ષાબંધન કેવી રીતે ઉજવું’

આશકા જાની/અમદાવાદ :કોરોના કપરા કાળમાં આપણે બધાએ જીવનના ઘણા ઉતાર ચડાવ જોયા. અનેકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. સાથે જ કોરોના (corona update) માં આપણી ખડે પગે પોતાની ફરજ નિભાવનાર કોરોના વોરિયર્સને પણ આપણે મોટી સંખ્યામાં ગુમાવ્યા છે. આજે આપણે એક એવા કોરોના વોરિયર (corona warrior) વિશે વાત કરીએ, જેમને કોરોના કાળમાં પોતાની ફરજ નિભાવતા કોરોના પોઝિટિવ થઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

નિલેશભાઈ રાજપૂત અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ નિભાવતા હતા. ફરજ બજાવતા સમયે નિલેશ કોરોના સંક્રમિત થયા હતા અને ત્રણ દિવસની ટૂંકી સારવાર બાદ નિલેશભાઈએ દુનિયામાંથી વિદાય લીધી હતી. નિલેશભાઈ કોરોના કાળમાં હંમેશા પોતાની ડ્યુટી નિભાવવામાં પરિવારને પણ ભૂલી જતા હતા અને પોતાના સ્વાસ્થયનું પણ ધ્યાન ન રાખતા ન હતા. નિલેશભાઈના સથી કર્મચારી કોરોના સંક્રમિત થતા તેઓ પણ સંક્રમિત થયા હતા અને શ્વાસની તકલીફ થતા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત મે મહિનામાં નિલેશનું સારવાર દરિમયાન મૃત્યુ થયું હતું. આજે પણ નિલેશભાઈના પરિવારજનોની આંખોમાંથી આંસુ સૂકાઈ નથી રહ્યાં. આજે તેમના પરિવારના સભ્યોની હાલત એવી છે કે, નિલેશભાઈ દુનિયામાંથી ગયા બાદ તેમનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. નિલેશભાઈ રાજપૂતની બહેન સુલોચના રાજપૂત કહે છે કે, તે રક્ષાબંધન (raksha bandhan) નહિ ઉજવે. કેમ કે રક્ષા કરનાર ભાઈ જ નથી રહ્યો. 
 
પિતાની છાયા ગુમાવનાર નિલેશભાઈના બંને પુત્રો પિતાને યાદ કરીને રડે છે. તેઓ ઈચ્છે કે તેમના પિતા અને દાદા બંને પોલીસ વિભાગમાં હતા અને દેશની સેવા કરતા કરતા જીવ ગુમાવ્યો છે. આ બલિદાન તેઓ ક્યારે નહિ ભૂલે અને આજે પણ તેઓ કોઈ પિતા પુત્રને સાથે જુએ છે ત્યારે તેમને તેમના પિતા યાદ આવે છે. તેમનો નાનો દીકરો આર્મીમાં જવા માંગે છે. કારણ કે તે તેના પિતાનું સપનુ પૂરુ કરવા માંગે છે. 

નિલેશ રાજપૂતના મૃત્યુના દિવસથી આજદિન સુધી તેમના પત્ની સુમનની આંખોમાંથી આજે પણ આંસુ વહી રહ્યા છે. તેઓ કહે છે કે, તેમનું બધું લૂંટાઈ ગયું હવે તે શું કરે. પરિવાર તો છે, પણ મારા પતિ નથી રહ્યા. 

રાજપૂત પરિવારે પોતાના પુત્ર ગુમાવ્યો અને આપણે કર્મવીર નિલેશ રાજપૂતને ગુમાવ્યા છે. તેની ખોટ ક્યારે નહિ પુરી શકાય, પરંતુ નિલેશભાઈના પરિવારજનો આજે પણ હાથ જોડીને લોકોને વિનંતી કરી છે કે, તેમને તો તેમના વ્હાલા નિલેશ રાજપૂતને કોરોના કાળમાં ગુમાવ્યા છે. પરંતુ તમે માસ્ક પહેરો, સેનેટાઇઝ વાપરો અને સાથે જ સામાજિક અંતર રાખી પોતે સુરક્ષિત રહો. ત્યારે આપણે પણ આજે રક્ષાબંધન પર આ જ રીતે કોરોના કાળમાં મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ આપીએ.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news