Ahmedabad: કઈ કામ ધંધો નહોતો એટલે ગે બની લોકોને એકાંતમાં બોલાવતા અને પછી થતો એવો ખેલ કે...

આરોપી ઓએ છેલ્લા એકાદ વર્ષ પહેલા મોબાઇલ ફોનમાં બ્લુડ તથા ગ્રાઈન્ડર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયા મારફતે પોતે ગે હોવાની ખોટી ઓળખ આપીને અલગ અલગ વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા ચેટિંગ કરતા હતા.

Ahmedabad: કઈ કામ ધંધો નહોતો એટલે ગે બની લોકોને એકાંતમાં બોલાવતા અને પછી થતો એવો ખેલ કે...

મૌલિક ધામેચા/અમદાવાદ: સોશિયલ મીડીયા એપ્લિકેશન પર ગે હોવાની ખોટી ઓળખ આપીને મિત્રતા કેળવી લૂંટ ચલાવતી ટોળકીને રામોલ પોલીસે ઝડપી પાડી છે. યુવકોને નક્કી જગ્યા એ મળવા માટે બોલાવીને બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા પડાવતી આ ગેંગને ઝડપી રામોલ પોલીસે આઠેક ગુનાનો ભેદ ઉકેલ્યા છે. આરોપી પાસેથી પોલીસે ચાર મોબાઈલ, બે વાહન અને રોકડ રૂપિયા સહિત એક લાખ છત્રીસ હજારના મુદ્દામાલ પણ કબજે કર્યો છે. 

રામોલ પોલીસે રાહુલ નાયર, અભિષેક ગોસ્વામી, તક્ષક પટેલ અને વિશાલ તોમાર નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ એકબીજાના અગાઉથી પરિચિત મિત્રો છે. અને તેમની પાસે કોઈ કામ ધંધો ન હોવાથી તેઓએ શોર્ટકટ માં રૂપિયા કમાવવા માટે ગુનાહિત કૃત્ય આચર્યું છે. 

આરોપી ઓએ છેલ્લા એકાદ વર્ષ પહેલા મોબાઇલ ફોનમાં બ્લુડ તથા ગ્રાઈન્ડર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયા મારફતે પોતે ગે હોવાની ખોટી ઓળખ આપીને અલગ અલગ વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા ચેટિંગ કરતા હતા. અને મિત્રતા કેળવીને સામેવાળી વ્યક્તિને એકાંતમાં બોલાવી ચેટિંગના મેસેજ તેમના પરિવારજનોને બતાવી બદનામ કરવાની ધમકી આપતા હતા. 

બાદમાં તેઓને ગડદા પાટુનો માર મારીને મોટી રકમ પડાવી લેતા.આરોપીઓએ એકાદ વર્ષ અગાઉ એક વ્યક્તિ સાથે ચેટિંગ કરી પોતે ગયા હોવાની ઓળખ આપીને રામોલ વૈદેહી રેસીડેન્સી પાસે આવેલ ખુલ્લી જગ્યામાં બોલાવી અને તેને ડરાવી ધમકાવી ગડદાપાટુ નો માર મારી ને રૂપિયા 20,000 ની માંગણી કરી હતી. પરંતુ આ વ્યક્તિ પાસે પૈસા ન હોવાથી તેની પાસેથી બળજબરીથી એક્સેસ વાહન પડાવી લીધેલ હતું. 

જ્યારે ચારેક મહિના અગાઉ અન્ય એક વ્યક્તિ પાસેથી પણ મોટરસાયકલ પડાવી લઈ લીધું હોવાનું પોલીસ તપાસ કરીને સામે આવ્યું છે. પોલીસની તપાસ દરમિયાન હકીકત સામે આવી છે કે આરોપીઓએ આ રીતે અત્યાર સુધીમાં આઠેક જેટલા ગુના ને અંજામ આપ્યો છે. જો કે પૂછપરછ દરમિયાન અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news