સેનાના જવાને યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ, લગ્નની વાત આવી ત્યારે થયો મોટો ખુલાસો

Updated By: Dec 18, 2020, 10:25 PM IST
સેનાના જવાને યુવતીને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ, લગ્નની વાત આવી ત્યારે થયો મોટો ખુલાસો

* સેનાના જવાન પર દુષ્કર્મનો આરોપ
* એરપોર્ટ પોલીસ સ્ટેશનમા નોંધાઈ ફરિયાદ
* પ્રેમ કહાનીમા નવો વળાંક
* જવાન લદાખમા ફરજ નિભાવે છે

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં આર્મીના જવાન વિરૂધ્ધ યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. લગ્નની લાલચ આપીને જવાને યુવતી સાથે સંબંધો બાંધ્યા હતા. જો કે આખરે આ યુવતીને તરછોડી દેતા યુવતીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો. જો કે હાલ જવાન ફરજ પર લદ્દાખ હોવાનાં કારણે ગુંચવાડો પેદા થયો છે. હાલ તો પોલીસ યુવતીનાં આરોપ અંગે તપાસ કરી રહી છે. 

અમદાવાદ: કાર ચાલકે પેડલ સાયકલને અડફેટે લેતા 2 બાળકોનાં ઘટના સ્થળે મોત, પતિ-પત્ની ગંભીર ઇજાગ્રસ્ત

અમદાવાદમા નોબલનગરમા રહેતી યુવતીએ સેનાના જવાન વિરૂધ્ધ દુષ્કર્મનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વાત કરીએ તો નોબલગનરમાં રહેતા અને લદ્દાખ ખાતે આર્મીના ફરજ બજાવતા અમીત મકવાણા પર એક યુવતીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, અમીતે પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ તેને તરછોડી દીધી હતી. યુવતીએ NGOના મારફતે અમીત અને તેના પરિવારજનો સામે બળાત્કાર, મારપીટ અને ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો છે.

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 1075 દર્દી, 11155 સાજા થયા, 09 નાં મોત

અમીત અને યુવતી બન્ને કુટુંબીજનો છે. પાંચ વર્ષ પહેલા બન્ને વચ્ચે પ્રેમસંબંઘ શરૂ થયો હતો.  યુવતી સગીર હોવાથી અમીતે 18 વર્ષ પુર્ણ થશે પછી લગ્ન કરવાનુ આશ્વાસન આપ્યુ હતુ. યુવતીએ લગ્નના વિશ્વાસમા અમીત સાથે હિમંતનગર ફરવા ગઈ હતી. ત્યારે અમીતે દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ યુવતીએ લગાવ્યો હતો. એટલુ જ નહિ અમિતે લગ્નની લાલચ આપી અવાર નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે યુવતીના પરિવારે લગ્નની સંમતિ આપી પરંતુ અમિત અને તેના પરિવારજનોએ ના પાડી દીધી હતી. બાદમાં કોર્ટમાં મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. કોર્ટમાં મેરેજ વગર અમિતના પરિવારજનો પીડિતાને સાથે ઘરે લઇ ગયા હતા. જયા અમીતે યુવતીનુ શારિરીક શોષણ કરીને તેને તરછોડીને લેહ-લદાખ ફરજ પર જતો રહયો હતો. પ્રેમ, લગ્ન અને દુષ્કર્મના આરોપને લઈને એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત લદાખમા આર્મીના અધિકારીઓનો સંપર્ક કરીને આરોપી અમીતની પુછપરછને લઈને કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube