યમ બની ટેમ્પોએ બાળકને કચડી નાખ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ

વડોદરા (Vadodara) ના આજવા રોડના લક્ષ્મીનગર (Laxminagar) એકતાનગર ખાતે 33 વર્ષીય હમીદ ઉલ્લા અંસારી ઘરે જ સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

Updated By: May 10, 2021, 10:27 AM IST
યમ બની ટેમ્પોએ બાળકને કચડી નાખ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) માં માતૃત્વ દિવસે જ એક માતાને પોતાના દોઢ વર્ષના બાળકને ખોવાનો વારો આવ્યો છે. ઘર પાસે જ રમતાં દોઢ વર્ષના બાળક પર ટેમ્પો ચાલકે ટેમ્પોનો આગળનો ટાયર ચઢાવી કચડી દેતાં બાળકનું મોત (Death) નિપજ્યું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

વડોદરા (Vadodara) ના આજવા રોડના લક્ષ્મીનગર (Laxminagar) એકતાનગર ખાતે 33 વર્ષીય હમીદ ઉલ્લા અંસારી ઘરે જ સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, 6 વર્ષની દીકરી અને દોઢ વર્ષનો પુત્ર મહંમદ હાસીમ હતો. દોઢ વર્ષનો માસૂમ બાળક મહંમદ હાસીમ ઘર પાસે એકલો રમતો હતો તે દરમિયાન મરઘી ભરેલો પિક અપ વાન ટેમ્પો ત્યાં આવ્યો. બાળક રમતો રમતો પિક અપ વાન પાસે પહોંચ્યો હતો, ત્યારબાદ તે વાનની આગળ ઊભો થઈ જાય છે.

Police ના માસ્ટર પ્લાનમાં ફસાયા યુવક-યુવતિ, કરતા હતા રેમડેસીવીર ઇંજેક્શનની કાળાબજારી

જે બાબતે વાન ચાલક અજાણ હોય છે જેથી તે વાન હંકારે છે ત્યારે બાળક વાનના આગળના ટાયર નીચે કચડાઇ જાય છે. દોઢ વર્ષના માસુમ બાળક સાથે બનેલી આખી ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના બન્યા બાદ વાન ચાલક સ્થળ પરથી ફરાર થઈ જાય છે.

આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવે છે. લોકોએ રોષે ભરાઈ વાનમાં ભારે તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ સ્થળ પર પહોંચી જાય છે. પોલીસે વાન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube