વિદેશથી મંગાવવામાં આવેલા 20 પેકેટ ડ્રગ્સ કેસમાં રશિયન નાગરીકની ધરપકડ, થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન 15 દિવસ પહેલા શાહીબાગની ગિરધરનગર બ્રિજ નીચે આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ માંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ નો જથ્થો પકડ્યો હતો.

 વિદેશથી મંગાવવામાં આવેલા 20 પેકેટ ડ્રગ્સ કેસમાં રશિયન નાગરીકની ધરપકડ, થયો ચોંકાવનારો ખુલાસો

ઉદય રંજન/અમદાવાદ: ફોરેન પોસ્ટ ઓફિસમાંથી મળી આવેલ ડ્રગ્સનો મામલે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ડ્રગ્સના 20 પેકેટ અંગે સાઇબર ક્રાઇમ એ તપાસ કરતા રશિયન યુવકની મુખ્ય સંડોવણી સામે આવતા મનાલીથી ધરપકડ કરી છે. ડ્રગ્સ ના તમામ પેકેટ રીસીવ કરીને સ્પીડ પોસ્ટ ના માધ્યમથી ગોવા મોકલી આપતો હતો. જે છેલ્લા ત્રણ વર્ષથી ભારતની અંદર બોગસ ડોક્યુમેન્ટ ના આધારે ગેરકાયદેસર રીતે રહી રહ્યો હતો. 

અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન 15 દિવસ પહેલા શાહીબાગની ગિરધરનગર બ્રિજ નીચે આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ માંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ નો જથ્થો પકડ્યો હતો. જે દરમિયાન શંકાસ્પદ 35 જેટલા મોબાઈલ નંબર અને છ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા હતા. જે આ સમગ્ર ડ્રગ્સ રેકેટ તેના માધ્યમથી ચાલતું હતું. ફોરેન પોસ્ટ ઓફિસ માંથી 18 પાર્સલ અમેરિકાથી એક કેનેડાથી અને એક પાર્સલ થાઈલેન્ડથી આવ્યું હતું. 

અમદાવાદ સાઇબર ક્રાઇમ એ 20 પાર્સલમાંથી રશિયન યુવક ના નામનું એક પાર્સલ અંગે તપાસ શરૂ કરી હતી.જેમાં અમદાવાદ સાયબકર ક્રાઇમ બ્રાંચ રશિયન યુવાન કોલેસ નિકોવ વસિલી સુધી પોચી હતી અને રશિયન યુવાન કોલેસ નિકોવ વસિલી મનાલી થી ધરપકડ કરી ને વધુ પૂછ પરછ શરુ કરી છે ત્યારે રશિયન આરોપી યુવાન કોલેસ નિકોવ વસિલી એ રશિયા ખાતે એન્જીનીયરીંગ નો અભ્યાસ કરી ચુક્યો છે અને મુંબઈ માં પણ એક ગુનો નોંધાઈ ચુક્યો છે. 

અમદાવાદ સાઇબર ક્રાઇમ એ રશિયન ડ્રગ પેડલરની મનાલી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી જે 20 પાર્સલ અંગે તપાસ કરવામાં આવતા એક પાર્સલ સુરતમાં આ રશિયન વ્યક્તિ જેનું નામ કોલેસ નિકોવ વસિલી છે તે રિસીવ કરવાનો હતો. આ રશિયન વ્યક્તિ પાસેથી બનાવટી આધાર કાર્ડ , ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ , ઇવિઝા સહિત ત્રણ પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. આ રશિયન વ્યક્તિનું મૂળ કામ વિદેશ માંથી આવતું ડ્રગ ને રિસીવ કરીને સ્પીડ પોસ્ટના માધ્યમથી ગોવા ખાતે મોકલી આપવામાં આવતું હતું. 

જેમાં તે દેશના અલગ અલગ સીટી ની અંદર ફ્લાઈટમાં જવાનું અને ત્યાંની હોટલમાં તેના રહેવા અંગેનું એડવાન્સમાં બુકિંગ થઈ જતું હતું. આ રશિયન ડ્રગ પેડલર 15 દિવસમાં દેશના પાંચ મોટા સીટી ની અંદર ફરી ચૂક્યો હતો અને ત્યાંથી ડ્રગ ના પેકેટ પણ કરી ચૂક્યો હતો. ગોવામાં આ રશિયન વ્યક્તિએ પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો હતો. હજુ પણ દેશમાં રશિયન વ્યક્તિની મદદ કરનારા અન્ય વ્યક્તિઓ અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. 

નોર્થ ગોવામાં રહેલા કેટલાક રશિયન લોકોના સંપર્કમાં આ વ્યક્તિ હતો કે જેને ડ્રગ સપ્લાય કરતો. અત્યાર સુધી આરોપી દેશમાં સુરત કલકત્તા મુંબઈ જયપુર કોચીન અને મનાલી ખાતે જઈ ચુક્યો છે. જેમાં ગુજરાતના સુરતમાં આરોપી બે વખત આવી ચૂક્યો છે. વર્ષ 2020માં આ રશિયન આરોપી ભારત આવ્યો હતો અને જુલાઈ 2020માં તેના વિઝા પૂર્ણ થઈ ચૂક્યા હતા તેમ છતાં ગેરકયદેસર રીતે ભારત માં રહેતો હતો . 20 પાર્સલ આવ્યા હતા તેમાં માત્ર 1 પાર્સલ ની તપાસમાં આ માહિતી સામે આવી છે. હજુ પણ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે જેમાં દેશનાં ડ્રગ ડીલરો અથવા તો ડ્રગ ખરીદી કરનારાઓની ધરપકડ થઇ શકે છે.

અગાઉ આ આરોપીની ધરપકડ મુંબઈમાં થઈ ચૂકી છે અને તે સમયે અનઅધિકૃત જગ્યા પર ફોટોગ્રાફ પડવા બદલ ધરપકડ થઈ હતી. એ કેસમાં તેના મોબાઈલ માંથી હવે આગામી તપાસ થશે કોને મળ્યો અને ક્યારે મળ્યો સાથે બીજા કોઈ લોકોને મળવાનો હતોકે નઈ તે દિશામાં તપાસ ચાલશે. આ સાથે તેના મોબાઈલ માંથી સ્પીડ પોસ્ટની ટિકિટ મળી આવી છે તે દિશામાં પણ તપાસ ચાલશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news