સાબરમતી જેલની બહાર મુકાઈ સેનેટાઇઝર ટનલ, કઈ રીતે કામ કરે છે? જાણવા કરો ક્લિક

હાલમાં ગુજરાતમાં કોરોનાનો આતંક ફેલાઈ રહ્યો છે ત્યારે સાબરમતી મધ્યસ્થ જેલ દ્વારા સેનિટાઇઝેશન મશીન બનાવી જેલના પ્રવેશ દ્વાર ઉપર મુકવામાં આવ્યું છે.

સાબરમતી જેલની બહાર મુકાઈ સેનેટાઇઝર ટનલ, કઈ રીતે કામ કરે છે? જાણવા કરો ક્લિક

મૌલિક ધામેચા અમદાવાદ : હાલમાં ગુજરાતમાં કોરોનાનો આતંક ફેલાઈ રહ્યો છે ત્યારે સાબરમતી મધ્યસ્થ જેલ દ્વારા સેનિટાઇઝેશન મશીન બનાવી જેલના પ્રવેશ દ્વાર ઉપર મુકવામાં આવ્યું છે. જેલમાં આવનાર જેલ કર્મચારી તથા કેદીઓ તેમજ અન્ય વ્યક્તિઓને બહારથી જ સેનિટાઇઝ  કરી પ્રવેશ આપવાના હેતુથી જેલ ખાતે જ આ મશીન બનાવાયું છે. આમ, જેલના કેદીઓ દ્વારા અનોખી સેનેટાઇઝર ટનલ બનાવવામાં આવી છે. 

નોંધનીય છે કે આ પહેલાં પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ ઉપર ગેટ નંબર ૨ પાસે આ સેનેટાઇઝર ટનલનું નિર્માણ રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે રેલવે અધિકારીઓના  જણાવ્યા મુજબ કોરોના વાઇરસના સંક્રમણની સંભાવના જાહેર સ્થળોએ વધુ રહેલી છે એટલે આ પગલું ભરવામાં આવ્યું છે. 

રેલવેની સેનેટાઇઝર ટનલમાં મુસાફરોએ ચાલીને તેમાંથી પસાર થવાનું રહેશે. ઓટોમેટિક ટનલમાં ફોગિંગ ચાલુ થઇ જશે. મુસાફરોની બોડી અને તેમની સાથેનો સરસામાન પણ સંપૂર્ણ જંતુનાશક થઇ જશે. જેના લીધે કોરોના સંક્રમણની શક્યતાઓ મહતમ ઘટાડી શકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news