કોરોનાના આતંક ઉપર ગરમીનો બેવડો માર, આવતી કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં યેલો એલર્ટ

હાલમાં સમગ્ર ગુજરાત લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં બંધ છે ત્યારે રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનના કારણે ગરમીનો પ્રકોપ વધશે. હવામાન ખાતાએ આવતીકાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે

કોરોનાના આતંક ઉપર ગરમીનો બેવડો માર, આવતી કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં યેલો એલર્ટ

અર્પણ કાયદાવાલા, અમદાવાદ : હાલમાં સમગ્ર ગુજરાત લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં બંધ છે ત્યારે રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનના કારણે ગરમીનો પ્રકોપ વધશે. હવામાન ખાતાએ આવતીકાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, ક્ચ્છ, પોરબંદર, રાજકોટ,સુરેન્દ્રનગર અને ભાવનગરમાં હિટવેવની આગાહી કરી છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે પણ 
આવતીકાલથી 3થી 4 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધવાની આગાહી  કરવામાં આવી છે. 

સામાન્ય તાપમાન કરતા બે ડિગ્રી વધારે ઊંચું તાપમાન રહે છે ત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ સંજોગોમાં સગર્ભા બહેનો, નાના બાળકો, વૃધ્ધો અને અશકત લોકોએ શકય હોય ત્યાં સુધી તડકામાં બહાર જવાનું ટાળવું. દરેક વ્યકિતએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવાનું રાખવું તથા પૌષ્ટિક આહાર જ લેવો. 

અનિવાર્ય સંજોગોમાં તડકામાં બહાર જવાનું થાય તો હલકા કપડા, ટોપી કે છત્રી અને ગોગલ્સ અવશ્ય પહેરવા. જોકે હાલની પરિસ્થિતિમાં લોકડાઉન હોવાના કારણે કારણ વગર બહાર નીકળવાનો પ્રશ્ન જ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news