sabarmati jail

AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી અમદાવાદમાં, સાબરમતી જેલમાં અતિક અહમદ સાથે ચર્ચાનો કાર્યક્રમ રદ્દ

ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ઓવૈસી અમદાવાદ (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) માં બંધ યુપીના પૂર્વ સાંસદ અતિક અહેમદને મળશે

Sep 20, 2021, 08:30 AM IST

Jail Bhajiya House ને મળશે હેરિટેજ લુક સાથે 5 સ્ટાર હોટલ, આવો હશે કોન્સેપ્ટ

પ્રથમ માળે દેશની આઝાદીમાં ભાગ લેનારા અને જેલમાં સમય વિતાવનાર નેતાઓની ઐતિહાસિક સ્મૃતિ સાથેનું મ્યુઝિયમ (Museum) બનશે.

Aug 14, 2021, 09:02 PM IST

કોરોના દરમિયાન તમામ ઉદ્યોગો મંદા પડ્યાં છે ત્યારે સાબરમતી જેલે કરી કરોડોની કમાણી

વર્ષ 2020 અને વર્ષ 2021 એટલે કે દેશમાં કોરોનાનો કપરો સમય. જે સમયે દેશ ભરમાં વ્યપાર અને રોજગાર મૃતપાય અવસ્થામાં હતા. આ વર્ષ દરમિયાન દેશમાં બેરોજગારીનો દર પણ વધ્યો. પરંતુ ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે 3.78 કરોડની માતબર આવક કરવામા આવી. સાથે સાથે નવા કેદીઓ અને નવા વ્યવસાયોની શરૂઆત કરવામાં આવી. 

Jun 12, 2021, 07:18 PM IST

દેશમાં કોરોનાના સૌથી મોટા હોટસ્પોટમાં સૌરાષ્ટ્રના 16 નિવૃત્ત સૈનિકો ફસાયા

લોકડાઉન (Lockdown) ને કારણે નિવૃત્ત થયા બાદ પુણેમાં ફસાયેલ સૌરાષ્ટ્ર (Rajkot) ના 16 આર્મી જવાનોએ સરકાર પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે દેશના અસલી યોદ્ધાઓ હાલ પૂણેમાં ફસાયા છે. સેનામાંથી નિવૃત્ત થઈને વતન પરત આવવા આ નિવૃત્ત સૈનિકો સરકારને કરગરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, અમને ઘરે પહોંચાડો, અમારા પરિવાર ચિંતામાં છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના બીજા સૌથી મોટા શહેર પૂણેમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. તેનો કેસ વધવાનો દર સૌથી વધુ છે. જે નિવૃત્ત જવાનોમાં ફફડાટ ફેલાયો છે. 

Apr 28, 2020, 12:17 PM IST

સુરતમાં ફસાયેલ ઉત્તર પ્રદેશના મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ

સુરતમાં ટેક્સટાઈલ, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને કારણે મોટી સંખ્યામાં યુપી અને બિહારના લોકો કામ કરતા હોય છે. કોરોના વાયરસ (Coronavirus) ને પગલે કરાયેલા લોકડાઉન (lockdown)ને કારણે ઉદ્યોગ ધંધો ઠપ્પ થતા આ મજૂરો અટવાયા છે. તેમની આવક પર બ્રેક લાગી છે. જેને કારણે લોકડાઉનના એક મહિનામાં અનેકવાર યુપી બિહારના મજૂરો રોડ પર ઉતરી આવ્યા હતા, અને બેરોજગારી વિશે હલ્લાબોલ કર્યું હતું. ત્યારે સુરત (Surat) માં રહેતા ઉત્તર પ્રદેશના શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો છે. મજૂરોને મોકલવા માટે સુરતથી ઉત્તર પ્રદેશ બસ રવાના કરવામાં આવશે. 37 જેટલા પેસેન્જર ભરેલી બસ ઉત્તર પ્રદેશ જશે. કેન્દ્ર સરકારની મંજૂરી અને રાજ્ય સરકારની સૂચના બાદ જિલ્લા કલેક્ટરે પરમીટ કરી છે. 

Apr 28, 2020, 11:39 AM IST

કોર્પોરેશનનો મોટો લોચો, જેલના કેદીઓને બદલે પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ બતાવ્યા

હવે સમગ્ર રાજ્યમાં કોરોના ખતરો મંડરાઇ રહ્યો છે તેવામાં હોસ્પિટલ સત્તાધીશોની સામાન્ય ભૂલ પોલીસકર્મીઓના પરિવારની મુશ્કેલીઓ વધારી રહી છે. 27 એપ્રિલના રોજ 197 કોરોના પોઝિટિવ દર્દીઓની વિગત હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવી. જેમાં ક્રમશઃ 68 અને 191 નંબરમાં બન્ને પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કરાયું હતું. પરંતુ હકીકત સાવ જુદી જ સામે આવી છે. આ બંન્ને પોલીસકર્મીઓ હેમખેમ છે. પરંતુ તેમની કામગીરી કેદી જાપ્તાની હોવાથી કેદીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં બે કેદીઓ ઇઝરાઈલ અને નવાબ ઉર્ફે કાલુને કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યા હતા. જેને પગલે બંન્ને કેદીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. ત્યારે હવે કહી શકાય કે, સાબરમતી જેલ (sabarmati jail) સુધી પણ કોરોના પહોંચી ગયો છે.  

Apr 28, 2020, 10:42 AM IST

સાબરમતી જેલની બહાર મુકાઈ સેનેટાઇઝર ટનલ, કઈ રીતે કામ કરે છે? જાણવા કરો ક્લિક

હાલમાં ગુજરાતમાં કોરોનાનો આતંક ફેલાઈ રહ્યો છે ત્યારે સાબરમતી મધ્યસ્થ જેલ દ્વારા સેનિટાઇઝેશન મશીન બનાવી જેલના પ્રવેશ દ્વાર ઉપર મુકવામાં આવ્યું છે.

Apr 11, 2020, 03:21 PM IST
death penalty execution after 56 years in ahmedabad sabarmati jail watch video on zee 24 kalak PT4M27S

અમદાવાદની સાબરમતી જેલમાં 56 વર્ષ બાદ અપાશે ફાંસી

અમદાવાદની સાબરમતી જેલમાં 56 વર્ષ બાદ અપાશે ફાંસી. સુરત બળાત્કાર કેસના આરોપીને અમદાવાદમાં ફાંસી આપવા તૈયારીઓ. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફાંસીની ખોલીનું સમારકામ - કલર કામ શરૂ કરાયું. સુરત બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે હાઇકોર્ટની બહાલીથી આરોપીની ફાંસીની સજા યથાવત રાખી હતી. ડેથ વોરન્ટ જારી કરીને કોર્ટે 29 ફેબ્રુઆરીએ આરોપી અનિલ યાદવને ફાંસી આપવા કર્યો હતો હુકમ.

Feb 5, 2020, 10:25 AM IST
Exposes Racket Demanding Ransom From Sabarmati Jail In Ahmedabad PT13M32S

સાબરમતી જેલમાંથી ખંડણી માગવાના રેકેટનો પર્દાફાશ, ગુજસીટોક હેઠળ કેસ નોંધાયો

શહેરના મોટા મોટા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી અને હત્યા કરનાર કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ફરીથી સક્રિય થયો છે. સાબરમતી જેલમાંથી વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં તપાસ કરતા વિશાલ ગોસ્વામી પાસેથી સ્માર્ટ ફોન મળી આવ્યા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વિશાલના ચાર સાગરિતોની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી છે.

Jan 15, 2020, 06:00 PM IST

ગાંધીજયંતી પર છોડાયેલા કેદીઓ જેલની બહાર આવતા જ રડી પડ્યા.. એક કેદીને અધિકારીએ ભાડાના રૂપિયા આપ્યા

2 ઓક્ટોબર (2nd October) ગાંધી જ્યંતી નિમિતે રાજ્યના અનેક કેદીઓને (Prisoners) મુક્ત કરવામાં આવે છે. ત્યારે આ સમયે રાજ્યના 158 કેદીઓને સજા માફી આપી મુક્ત કરાયા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) માંથી 24 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓમાં ભરણપોષણ અને મારામારી સહિત ચોરી-અકસ્માતના કેસોમાં આવેલા કેદીઓ છે, જેમની મુક્તિ બાદ જેલની બહાર અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હવે જેલના સળિયા પાછળ નહિ રહેવુ પડે તે વિચારથી તેઓ બહાર નીકળતા સમયે એકદમ ખુશ જોવા મળ્યા હતા. તો બીજી જ મિનીટે પોતાના પરિવારજનોને મળીને તેમના આંખમાંથી આસું સરી પડ્યા હતા.

Oct 2, 2019, 03:30 PM IST

સાબરમતી જેલ બની યુપીના ખૂંખાર ગેંગસ્ટર અતીક અહેમદનું નવુ સરનામુ, આજે ટ્રાન્સફર કરાયો

ઉત્તરપ્રદેશની નૈની સેન્ટ્રલ જેલમાં બંધ બાહુબલી નેતાની છાપ ધરાવતો પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતીક અહમદને આજે સવારે અમદાવાદ લવાયો. જેને પગલે એરપોર્ટ પર ગુજરાત પોલીસ અને યુપી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. 

Jun 3, 2019, 03:57 PM IST
Mobile Found in Sabarmati Jail PT1M51S

Unknown Facts: દક્ષિણ આફ્રિકામાં 15 હજાર ડોલર કમાતા હતા બાપૂ

આજે ગાંઘીજી પુણ્યતિથી નિમિતે અમે તમને ગાંધીજીના જીવન અંગે કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યાં છીએ, જેના વિશે તમને કદાચ જ ખબર હશે. બાપૂ તેમના આદર્શો અને અહિંસાના સિદ્ધાંતને કારણે એક મહાન ક્રાંતિકારી તરીકે લોકપ્રિય બન્યા. 

Jan 30, 2018, 08:20 PM IST

એ બેરેક જ્યાં ગાંધીજીને પ્રથમ ધરપકડ બાદ રાખવામાં આવ્યા હતા

આજે ગાંધીજીની પુણ્યતિથી નિમિત્તે અમે તમને સાબરમતી જેલની એ બેરકથી માહિતગાર કરીશું જ્યાં ગાંધીને રાખવામાં આવ્યા હતા. આજે મહાત્મા ગાંધીની 70મી પુણ્યતિથી નિમિત્તે ઝી 24 કલાકે સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી. એમાં પણ ખાસ કરીને તે બેરકની જ્યાં ગાંધીજીને 11 માર્ચ 1922 થી 20 માર્ચ 1922 દરમિયાન રાખવામાં આવ્યા હતા. 

Jan 30, 2018, 02:13 PM IST