Ranji Trophy 2023: બંગાળને તેના હોમગ્રાઉન્ડમાં હરાવીને સૌરાષ્ટ્રએ જીતી રણજી ટ્રોફી
Ranji Trophy 2022-23 Final: રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર બન્યું ચેમ્પિયન.... પશ્ચિમ બંગાળને ફાઈનલમાં હરાવી બન્યું રણજી ટ્રોફી ચેમ્પિયન
Trending Photos
Ranji Trophy 2022-23 Final: રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું છે. પશ્ચિમ બંગાળને ફાઇનલમાં હરાવીને સૌરાષ્ટ્રએ રણજી ટ્રોફી ચેમ્પિયન જીતી છે. પશ્ચિમ બંગાળને તેના હોમ ગ્રાઉન્ડ કોલકાત્તાના ઈડન ગાર્ડનમાં ક્લીનચીટ કર્યું. સૌરાષ્ટ્રની જીતમાં જયદેવ ઉનડકટ અને ચેતન સાકરીયા જેવા ક્રિકેટર્સ ચમક્યા છે. જયદેવ ઉનડકટે મેચમાં 9 વિકેટ અને ચેતન સાકરીયાએ મેચમાં 6 વિકેટ ઝડપી છે. બેટીંગમાં અર્પિત વસાવડા અને ચિરાગ જાનીનું શાનદાર પરફોર્મન્સ રહ્યું છે. છેલ્લી 3 રણજી ટ્રોફીમાંથી 2 માં સૌરાષ્ટ્ર ચેમ્પિયન બનતુ આવ્યું છે.
રણજી ટ્રોફી 2022-23 ના ફાઈનલ મુકાબલામાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે બંગાળ ક્રિકેટ ટીમને 9 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. મેચના ચોથઆ દિવસે પહેલા સત્રમાં બંગાળની ટીમ પોતાની બીજી ઈિનંગમાં 241 રન બનાવીને આઉટ થઈ હતી. સૌરાષ્ટ્રની સામે માત્ર 12 રનનો લક્ષ્યાંક હતો, જેને તેઓએ આસાનીથી પાર પાડ્યો હતો.
આ પણ વાંચો :
ટોસ હારીને પહેલા રમતા બંગાળે શાહબાઝ અહેમદ (69) અને અભિષેક પોરેલ (50) અર્ધશતક છતા તમામ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા. જવાબમાં સૌરાષ્ટ્રએ 404 રન બનાવીને 230 રન બનાવ્યા. સૌરાષ્ટ્રથી હાર્વિક દેસાઈ(50), શેલ્ડન જેક્સન (59), અર્પિત વસાવડા (81) અને ચિરાગ જાની (61) અર્ધશતક લગાવ્યા હતા. બીજી પારીમાં બંગાળની ટીમ ઘરભેગી થઈ હતી. જેમાં કેપ્ટન મનોજ તિવારીએ સૌથી વધુ 68 રન બનાવ્યા હતા.
ઉનડકટની ઉપલબ્ધિ
જયદેવ ઉનડકટે ફાઈનલમાં શાનદાર બોલિંગ કરીને 9 વિકેટ લીધા. તો બીજી પારીમાં 5 વિકેટ લઈને વિપક્ષી ટીમને સમેટવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ દરમિયાન તેણે રણજી ટ્રોફીમાં પોતાના 300 વિકેટ પૂરા કર્યા. આ ટુર્નામેન્ટમાં આ આંકડો હાંસિલ કરનાર તેઓ પહેલા ડાબોરી બોલર બન્યા છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે