કાઉન્સેલિંગમાં આવેલો બાળક બોલ્યો, ‘મારા પપ્પા જ વ્યસન કરે તો હું કરું એમાં કઈ ખોટું નથી’

બાળકોને વળી શુ સમસ્યાઓ? આ પ્રશ્ન હજુપણ આપણા સમાજમાં જોવા મળે છે. મનોવિજ્ઞાન ભવનમાં બાળકોના જે કિસ્સાઓ કાઉન્સેલીગ માટે આવ્યા તેમાંથી મોટાભાગના કિસ્સામાં પિતાનો ગુસ્સો અને જિદ્દી વર્તન બાળકોની સમસ્યાઓનું કારણ બન્યું. આ કેસોનું વિશ્લેષણ વિદ્યાર્થીની હિરપરા ધારા દ્વારા અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું. જેમાં એક કિસ્સામાં વ્યસન કરતા બાળકને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યું કે, મારા પપ્પા જ વ્યસન કરે તો હું કરુ એમાં કંઈ ખોટુ નથી. 
કાઉન્સેલિંગમાં આવેલો બાળક બોલ્યો, ‘મારા પપ્પા જ વ્યસન કરે તો હું કરું એમાં કઈ ખોટું નથી’

ઝી મીડિયા/બ્યૂરો :બાળકોને વળી શુ સમસ્યાઓ? આ પ્રશ્ન હજુપણ આપણા સમાજમાં જોવા મળે છે. મનોવિજ્ઞાન ભવનમાં બાળકોના જે કિસ્સાઓ કાઉન્સેલીગ માટે આવ્યા તેમાંથી મોટાભાગના કિસ્સામાં પિતાનો ગુસ્સો અને જિદ્દી વર્તન બાળકોની સમસ્યાઓનું કારણ બન્યું. આ કેસોનું વિશ્લેષણ વિદ્યાર્થીની હિરપરા ધારા દ્વારા અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું. જેમાં એક કિસ્સામાં વ્યસન કરતા બાળકને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યું કે, મારા પપ્પા જ વ્યસન કરે તો હું કરુ એમાં કંઈ ખોટુ નથી. 
    
બાળકો માતાપિતા ના વર્તનની નોંધ લેતા હોય છે
માતાપિતાના વર્તનનું નિરીક્ષણ તેમના બાળકો કરતા હોય છે. પિતાના આક્રમક કે ગુસ્સાવાળા વર્તન નું બાળકો નિરીક્ષણ કરે છે અને તેની અસર તેમના શારીરિક, ભાવનાત્મક અને માનસિક વિકાસ માટે હાનિકારક બની શકે છે.

સામાજિક કુશળતાઓ અંગેનું શિક્ષણ 
બાળકમાં  "સામાજિક કૌશલ્ય" વિકસાવવા માં પ્રથમ તબક્કાની શરૂઆત માતા પિતા દ્વારા થાય છે. માતા-પિતા પ્રથમ શિક્ષક છે તેથી બાળકો માતા-પિતાને મોડેલ તરીકે જુએ છે અને તેમની પાસેથી શીખે છે. 

માતા પિતાના વર્તનનું અનુકરણ
બાળક માતા પિતાના વર્તનનું અનુકરણ કરે છે. જેમ કે એક કિસ્સામાં એક 14 વર્ષના ટીનએજ બાળકને વ્યસન થવાનું કારણ તેણે પોતાના પિતાને જણાવ્યા. કે મારા પપ્પા જ વ્યસન કરે તો હું કરું એમાં કઈ ખોટું નથી.

ટાઈમ ટેબલ મુજબ ચાલવાની ટેવ
ઘણા પિતાને એવી ટેવ હોય છે કે દરેક કાર્ય ટાઈમ ટેબલ મુજબ ચાલવું જોઈએ જેની બાળક પર ખોટી અસર થાય છે. સમય નક્કી હોવો જોઈએ જક્કી નહિ.

કેસ 1: 
અમદાવાદથી આવેલ એક પરિવારમાં બે દીકરીઓ જે સતત ભયમાં જીવતી. મોટી દીકરી કોલેજમાં હોવા છતાં કોઈ મિત્ર કે શોખ નહિ નાની દીકરી પણ સુનમુન ઘરમાં પડી રહે. કોઈ બોલવાનું નહિ અને વાતચીત નહિ. આખો પરિવાર જ્યારે કાઉન્સેલિંગ માટે આવ્યો ત્યારે વાત કરતા ખબર પડી કે બંને દીકરીઓ પિતાથી ખૂબ ડરતી. પિતા પોતાની માતા અને દીકરીઓ પર ગુસ્સો કાઢતા એ ગમતું નહિ. દીકરીઓને કોઈ મિત્ર બનાવવાની છૂટ નહોતી એટલે સાવ એકલી રહેતી દીકરીઓ પોતાના પિતા પર જ એટલી ગુસ્સે હતી કે તેની સાથે બોલતી પણ નહીં. પિતા સાથે વાત કરતા જણાયું કે તેઓ પારિવારિક ઝગડાઓ દીકરીઓ સામે કરતા અને ગુસ્સે થતા જે કારણે આ બન્યું.

કેસ 2: 
ભાઈ-બહેન બન્નેની એક જ વાત ને જીદ બસ પપ્પા સાથે નથી રહેવું. કેમ કે એ અમને સમજી શક્યા નહિ. અમારે જે પ્રવાહમાં એડમિશન લેવું હતું તેની જગ્યાએ પોતાને ગમે ત્યાં એડમિશન લેવડાવ્યું. પિતાની એ જીદ કે કેરિયર શેમાં બને એ મને ખબર છે એટલે મેં એમને બીજું ફિલ્ડ પસંદ કરાવ્યું

પિતાના આક્રમક વર્તનની બાળકો પર થતી હાનિકારક અસર

  • પિતાના આક્રમક અને ગુસ્સાવાળા વર્તન અનુકરણ બાળક કરે છે જેના કારણે તે આવું વર્તન શાળાએ અને સામાજિક સમાયોજન માં કરે છે અને તેની અસર સામાજિકરણમાં થાય છે.
  • પિતા કામના બોજાને કારણે ઘણી વખત બાળકો ઉપર આક્રમક થતા હોય છે. જેના કારણે બાળકના માનસ પર હાનિકારક અસર પડે.
  • પિતાને ક્યારે કામની જગ્યાએ ઉપરી દ્વારા ઠપકો આપવામાં આવે છે. ત્યારે તેમની સામે કંઈ ન બોલી શકતા તેમના બાળકો પર તેમનો ગુસ્સો હળવો કરે છે. તેવું ન કરવું જોઇએ તેની બાળક પર હાનિકારક અસર થાય છે.
  • બાળકો સામે બને ત્યાં સુધી પારિવારિક ઝઘડા ટાળવા  જોઈએ .કારણ કે તે પિતાના આક્રમક વર્તન જોઈને તે પણ ભવિષ્યમાં આ પ્રમાણેનું વર્તન કરે તેની સંભાવના વધી જાય છે. ઉપરાંત ઘરના અન્ય સભ્યો પ્રત્યે નકારાત્મક મનોવલણ બાળકોમાં બંધાય છે.
  • પિતા પોતાનો તણાવ દૂર કરવા માટે કે પોતે સુપર પાવર ધરાવે છે એ બતાવવા બાળક સામે બૂમો પાડે છે. તો બાળક પિતાના આવા વર્તનને જોઈને બાળક ડરી જાય છે. અને તેમના મગજ અને મન પર તેની નિષેધક અસર જોવા મળે છે.

પિતાના આક્રમક વર્તનની બાળક પર નિષેધક અસર ના થાય તે માટે શું કરવું

  • પિતાએ બાળકોની અંદર કોઈ ખામી હોય તો તેમના પર ગુસ્સે ન થતા પ્રેમથી સમજાવવા જોઈએ. અને તેમની ખામીનો પણ સ્વીકાર કરવો જોઈએ.
  • પિતાનું આક્રમક વર્તન બાળકને નુકશાન કરી શકે. આ કાર્ય બાળક જોવે છે અને બાળકના મનમાં સુંદરતા અને સફળતાને લઇને નકારાત્મક વાતો થઈ શકે છે. જેના કારણે તે પછીથી  ડિપ્રેશન અને ચીડીયા પણાની ફરિયાદ કરે છે.
  • ઘણા પિતાઓ કલાકો સુધી ફોન પર હોય છે .બાળક તેમના વર્તન ને જોવે છે અને બાળક પણ નાની ઉંમરે મોબાઇલની ડિમાન્ડ કરવા લાગે છે. અને તેની અસર બાળકના અભ્યાસ પર પડી શકે છે.
  • ઘણા પિતા એવું જોવે છે કે તેમનું બાળક છોકરો છે કે છોકરી તે પ્રમાણે વર્તન કરવાનું કહે છે. દા.ત જો છોકરી છે તો તેમને રમત-ગમતમાં ભાગ ન લેવાની સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી બાળકો પર નકારાત્મક અસર પડે છે.
  • પિતાએ પોતાના બાળકની અન્ય બાળકો સાથે સરખામણી ન કરવી જોઈએ.
  • પિતાએ બાળકો માટે પૂરતો સમય આપવો જોઈએ.
  • પારિવારિક અને વ્યવસાયિક જીવન અલગ રાખવું જોઈએ.
  • અઠવાડિયામાં પિતા એક વખત બાળકને બારે ફરવા લઈ જવું જોઈએ.
  • તમે બાળકના બોસ નથી એ યાદ રાખો
  • બાળકને એ અનુભવ કરાવો કે તમે એને ખૂબ પ્રેમ કરો છે.
  • સખત બનવા કરતા સમજ કેળવવી
  • પ્રેમથી વાત કરશો તો માતા ની જેમ પિતા સાથે પણ બાળક વાત કરશે

એક પિતા તરીકે તમે તમારા બાળક ને ખૂબ જ પ્રેમ કરો છો, ચિંતા કરો છો એ સત્ય પણ એ વાતની બાળકને અનુભૂતિ કરાવવી ખૂબ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news