Saurastra university News

ખાઈ-પીને જલસા કરવામા માનતા રાજકોટિયન્સને કેમ મરવાના વિચાર આવે છે?
રાજકોટમાં આત્મહત્યાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. રંગીલું રાજકોટ જાણે આત્મહત્યાનું કેપિટલ બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટમાં 2104 લાકોએ આત્મહત્યા કરી છે. એક અઠવાડિયામાં સરેરાશ 12થી 13 આપઘાતના કિસ્સા સામે આવે છે. મહત્વની વાત એ પણ છે કે, પુરુષો કરતા સ્ત્રીઓ વધુ આત્મહત્યા કરે છે. રાજકોટમાં છેલ્લા સાત દિવસમાં 12થી વધુ આત્મહત્યાના કેસ સામે આવ્યા છે. લોકોને અકાળે આત્મહત્યા કરવા બચાવવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવન 2 વર્ષથી કાઉન્સેલિંગ સેન્ટર ચલાવી રહ્યું છે. જેમાં આત્મહત્યાના વિચારો આવનારા અઠવાડિયે 20થી 22 લોકો કાઉન્સેલિંગ માટે આવે છે. 
Mar 23,2022, 12:41 PM IST
હું ઊંઘની ગોળી ક્યારે લઉં? તેની સાથે દારૂ લઈ શકાય? આજના યુવા ડોક્ટરને પૂછી રહ્યા છે
કોરોનાને લીધે લોકોમાં ડર વધી રહ્યો છે, કેટલાક લોકો તો વિચાર્યા વિના ઊંઘની દવા લેવાનું પણ શરૂ કરી દે છે. તેમજ તેની આડ અસરો વ્યક્તિને વધુ નુકસાન કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) ના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે ઊંઘની સમસ્યા પર સર્વે કર્યો, જેમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. સર્વે પ્રમાણે કોરોનામાં 54% લોકો ઊંઘની દવા લે છે. તો એક વ્યક્તિએ તો પૂછ્યું હતું કે, શું ઊંઘની દવા અને આલ્કોહોલ ભેગું કરી શકાય? ઊંઘની દવા ટૂંકા ગાળા માટે તમારી ઊંઘની સમસ્યામાં મદદ કરી શકે છે. પરંતુ તેની આડ અસરો વિશે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે જાણીને તમે આ શામક દવાઓનો દુરુપયોગ ટાળી શકશો. સ્લીપિંગ પિલ્સ (sleeping pills) ની સંભવિત આડઅસરો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે, આથી તમે દવા બંધ કરી શકો અને વધુ ગંભીર સ્વાસ્થ્ય (survey) સમસ્યાને ટાળવા માટે તમારા ડોક્ટરને તરત જ કોલ કરી શકો.
Jan 13,2022, 7:31 AM IST
ત્રીજી લહેરનો ડર : સૌરાષ્ટ્ર યુનિ. પદવીદાન સમારોહ ઓનલાઈન યોજશે
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit 2022) મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આવામાં અનેક જાહેર કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે, જેથી ભીડમાં કોરોના વકરે નહિ. આવામાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) નો પદવીદાન સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા ઓનલાઇન પદવીદાન સમારોહ યોજવા નિર્ણય લેવાયો છે. સાથે જ આંતર યુનિવર્સિટી સ્પર્ધા અને યુવક મહોત્સવ પણ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. તેમજ ગ્વાલિયર રમવા જતી યુનિવર્સિટીની ટીમને અડધેથી પરત બોલવી લેવાઈ છે. 
Jan 7,2022, 10:32 AM IST

Trending news