અમદાવાદની વધુ એક સ્કૂલ ફી મામલે વિવાદમાં, ડિઝીટલ બોર્ડના નામે વાલીઓ પાસેથી ફીની લૂંટ

અમદાવાદના રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. ડિઝીટલ બોર્ડ મુકવાના નામે અહીં વાલીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે જેનો વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. અને સ્કૂલ સંચાલકોની દાદાગીરીની હદ તો ત્યારે થઈ કે તેઓએ મીડીયાને પણ કશું જ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.
અમદાવાદની વધુ એક સ્કૂલ ફી મામલે વિવાદમાં, ડિઝીટલ બોર્ડના નામે વાલીઓ પાસેથી ફીની લૂંટ

સંજય ટાંક/ અમદાવાદ: અમદાવાદના રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. ડિઝીટલ બોર્ડ મુકવાના નામે અહીં વાલીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે જેનો વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. અને સ્કૂલ સંચાલકોની દાદાગીરીની હદ તો ત્યારે થઈ કે તેઓએ મીડીયાને પણ કશું જ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.

રાણીપની આ એ જ નિશાંત સ્કૂલ છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સમયે વોટિંગ માટે આવે છે. અને આ સ્કૂલ હાલ ફીને લઈને વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડિઝીટલ બોર્ડ લગાવ્યા છે. અને તેની રકમ ફી રૂપે દરેક વાલીઓ પાસેથી 2500-2500 વસુલવામાં આવી રહી છે. વાલીઓનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે પીએમ અહીં આવતા હોઈ પીએમને ડિઝીટલ ઈન્ડિયાના દર્શન કરાવવા અને તેમને ખુશ કરવા અહીં ડીઝીટલ બોર્ડ લગાવાયા છે. અને તેની ફી ગરીબ વાલીઓ પાસેથી વસુલવામાં આવી રહી છે. 

છેલ્લા 15 દિવસથી ડિઝીટલ બોર્ડના ફી ઉઘરાવતા અને બાળકોને ટોર્ચર કરવામાં આવતા હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે. વાલીઓ રજૂઆત કરે તો તે સાંભળવામાં આવતી નથી. અને સ્કૂલ સંચાલકોની દાદાગીરીની હદ તો ત્યારે થઈ કે સંચાલકોએ મીડીયા કર્મીઓને પણ તમારે જે ચલાવવું હોય તે ચલાવો મારે કશું કહેવું નથી તેવું સંભળાવી દીધું. 

અમદાવાદની આ પહેલી સ્કૂલ નથી કે જે દાદાગીરી પર ઉતરી આવી હોય. શહેરની આવી અનેક સ્કૂલો છે જ્યાં ફી મામલે વાલીઓને અને વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે. વાલીઓ સાથે દાદાગીરી પર ઉતરી આવેલા સ્કૂલ સંચાલકો પર લગામ ક્યારે લાગશે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news