જમ્મુ-કાશ્મીરમાં ફરી BJP બનાવશે સરકાર ? પડદા પાછળ ચાલી રહ્યો છે 'આ' ખેલ

મળતી માહિતી પ્રમાણે પીડીપીએ સરકાર બનાવવા માટે કોંગ્રેસનો સંપર્ક સાધ્યો છે અને આ મામલો વિચારણા હેઠળ છે

જમ્મુ-કાશ્મીરમાં ફરી BJP બનાવશે સરકાર ? પડદા પાછળ ચાલી રહ્યો છે 'આ' ખેલ

શ્રીનગર : પીડીપી-બીજેપી સરકાર પડી ભાંગી એ પછી કાશ્મીરના રાજકારણમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. રાજકીય વિશ્લેષક અનુમાન લગાવી રહ્યા છે જલ્દી કાશ્મીરમાં નવા સમીકરણ આકાર લઈ રહ્યા છે. હાલમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના ત્રણ નેતાઓએ મહેબૂબા મુફ્તી પર વંશવાદનો આરોપ મૂકીને વિરોધનું બ્યુગલ ફુંકી દીધું છે. 87 સભ્યોની વિધાનસભામાં પીડીપીના 28 ધારાસભ્યો છે. પાર્ટીના પ્રભાવશાળી શિયા નેતા તેમજ પૂર્વ મંત્રી ઇમરાન અંસારી, તેના અંકલ આબિદ અંસારી તેમજ અબ્બાસ વાનીએ મહેબૂબા મુફ્તી પર આવો આરોપ લગાવ્યો છે. 

હાલમાં કોંગ્રેસે ટોચના નેતાઓ ગુલામ નબી આઝાદ, ડો. કર્ણ સિંહ અને અંબિકા સોનીએ કાશ્મીરના ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો સાથે બેઠક કરી છે. આ બેઠક પછી પીડીપી સાથેની ગઠબંધનની ચર્ચાને વેગ મળ્યો છે. સુત્રો પાસેથી મળથી માહિતી પ્રમાણે પીડીપીએ સરકાર બનાવવા માટે કોંગેસનો સંપર્ક કર્યો છે. કોંગ્રેસ હાલમાં પીડીપી સાથે ગઠબંધન સાથેની સ્થિતિમાં થતા રાજકીય ફાયદા અને નુકસાનનું આકલન કરી રહી છે. 

હાલમાં ચર્ચા છે કે કાશ્મીરમાં કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને સરકાર બનાવવાની છે. જોકે ગુલામ નબી આઝાદે એ રિપોર્ટને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસની સહયોગી ઓમર અબ્દુલ્લાના નેતૃત્વવાળી નેશનલ કોન્ફરન્સ બનશે. જોકે સરકાર પડી ભાંગી એના પછી તત્કાલિન બીજેપી નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કવિન્દ્ર ગુપ્તાએ મીડિયાને કહ્યું હતું કે બીજેપી પણ પોતાના સ્તર પર ફરીથી સરકાર બનાવાનો પ્રયાસ કરી રહ્યું છે. કવિન્દ્ર ગુપ્તાનું આ નિવેદન પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. હાલમાં બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના નેતા સજ્જાદ ગની લોન સાથે વાતચીત કરી હતી. આ વાતચીત પછી ચર્ચા ચાલી છે કે બીજેપી પોતાના દમ પર રાજ્યમાં સરકાર બનાવવાના પ્રયાસ કરી રહી છે. 

હાલમાં જમ્મુ-કાશ્મીરની 87 સભ્યોની વિધાનસભામાં પીડીપીના 28, નેશનલ કોન્ફરન્સના 15, કોંગ્રેસના 12 અને અન્ય સાત ધારાસભ્યો છે. રાજ્યમાં બહુમત માટે 44 ધારાસભ્યોનું સમર્થન જોઈએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news