MBA અને MCA ના અભ્યાસ માટે આ તારીખથી શરૂ થશે પ્રવેશ કાર્યવાહીનો બીજો રાઉન્ડ
પ્રથમ રાઉન્ડ બાદ MBA - MCA નાં અભ્યાસક્રમમાં 3,273 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. MBA ની કુલ 12,115 બેઠકોમાંથી 2,387 બેઠકો ભરાઇ, પ્રથમ રાઉન્ડ બાદ 9,728 MBA ની બેઠકો ખાલી રહી છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: ACPC ક્વોટાની MBA - MCA માં અભ્યાસ માટે પ્રવેશ વિગતો જાહેર કરાઈ છે. પ્રથમ રાઉન્ડ બાદ MBA - MCA નાં અભ્યાસક્રમમાં 3,273 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. MBA ની કુલ 12,115 બેઠકોમાંથી 2,387 બેઠકો ભરાઇ, પ્રથમ રાઉન્ડ બાદ 9,728 MBA ની બેઠકો ખાલી રહી છે.
MBA ની 9 સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં ઉપલબ્ધ 558 માંથી 418 બેઠકો ભરાઇ, જ્યારે 102 સ્વનિર્ભર સંસ્થાઓની 11,557માંથી માટે 1,969 બેઠકો જ ભરાઈ છે. MCA ની કુલ 5,110 બેઠકોમાંથી 886 બેઠકો ભરાઇ, પ્રથમ રાઉન્ડ બાદ 4,224 MCA ની બેઠકો ખાલી રહી છે.
MCA ની 9 સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં ઉપલબ્ધ 411 માંથી 337 બેઠકો ભરાઇ, જ્યારે 55 સ્વનિર્ભર સંસ્થાઓની 4,699 માંથી માટે 549 બેઠકો જ ભરાઈ છે. MBA અને MCA બંને અભ્યાસક્રમોમાં સ્વનિર્ભર સંસ્થાઓની મોટાભાગની બેઠકો ખાલી રહી છે. ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશ કાર્યવાહીનો બીજો રાઉન્ડ 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે