સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય, શિક્ષણમંત્રીએ આપી આ જાણકારી

શિક્ષણ વિભાગના આ નિર્ણયથી હવે યુનિવર્સિટી કક્ષાએ UG, PG ના કોર્ષમાં હવે સામાન્ય જ્ઞાનનો વિષય સામેલ કરવામાં આવશે. વર્ષ 2023-24 થી આ વિષયને કોર્સમાં સામેલ કરાશે

સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય, શિક્ષણમંત્રીએ આપી આ જાણકારી

ઝી બ્યુરો, અમદાવાદ: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સામાન્ય જ્ઞાન વિષય સામેલ કર્યો છે. આ અંગેની જાણકારી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જિતુ વઘાણીએ ટ્વિટર કરીને આપી છે.

શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટર કરી જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ GPSC, UPSC, SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે, યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમાં શૈક્ષણિક વર્ષ 2023-24 થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.

— Jitu Vaghani (@jitu_vaghani) September 5, 2022

શિક્ષણ વિભાગના આ નિર્ણયથી હવે યુનિવર્સિટી કક્ષાએ UG, PG ના કોર્ષમાં હવે સામાન્ય જ્ઞાનનો વિષય સામેલ કરવામાં આવશે. વર્ષ 2023-24 થી આ વિષયને કોર્સમાં સામેલ કરાશે. મહત્વનું છે કે યુનિવર્સિટી કક્ષાએ આ જનરલ નોલેજનો વિષય મરજિયાત (વિદ્યાર્થીની ઇચ્છા હોય તો જ રાખી શકશે) વિષય તરીકે લાગુ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news