ગુગલમાં વિશ્વના ટોપ 50 લોકલ ગાઇડમાં 2 ગુજરાતીઓએ માર્યું મેદાન
Trending Photos
અમદાવાદ : ગુગલ મેપ આજના જમાનાના લોકો માટે ટેકણ લાકડી બની ચુકી છે. કોઇ પણ સ્થળ પર પહોંચવાનું હોય તો ગુગલ એક સાથીની જેમ સાથ નિભાવે છે. જો કે આ ગુગલ મેપ તૈયાર કરવા માટે પણ એક ખાસ કોમ્યુનિટિ કામ કરે છે. જે માત્ર સેવાકીય હેતુથી ગુગલ મેપમાં રોડની ક્વોલિટી, ટ્રાફીકજામ, રેસ્ટોરન્ટ્સ કે હોટલ્સ અંગેનાં પોતાના મંતવ્યો રજુ કરે છે. જેના આધારે ગુગલ દ્વારા રેટિંગ્સ આપવામાં આવે છે. ગુજરાતનાં બે વ્યક્તિ ગુગલ માટે વોલેન્ટીયર તરીકે કામ કરે છે. નરેશ દરજી અને પ્રિયંકા ઉપાધ્યાય ગુગલના લોકલ ગાઇડ તરીકે સેવા આપી રહ્યા છે.
નરેશભાઇ ગુજરાત લોકલ ગાઇડ કોમ્યુનિટી ચલાવે છે. આ કોમ્યુનિટીમાં 200 થી વધારે મેમ્બર જોડાયેલા છે. આ બંન્ને ગુગલના લોકલ ગાઇડ સમિટ 2018માં ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ગુગલ દ્વારા તેમને કેલિફોર્નિયા ખાતે આમંત્રીત કરવામાં આવ્યા હતા. 2015માં ગુગલ દ્વારા લોકલ ગાઇડ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકો તેમની આસપાસના વિસ્તારને મેપ પર અપડેટ કરી લોકલ ગાઇડ બની શકે છે. તમે તમારી આસપાસના સ્થળોના મેપ પણ મુકી શકો છો. જેથી અન્ય લોકો સરળતાથી તેના વિશે માહિતી મેળવી શકે. આ સાથે જ ગુગલ દ્વારા લોકલ ગાઇડની એન્યુલ સમિટ માટે અરજી કરી શકો છો. જો તમે સિલેક્ય થયા તો ગુગલ હેડ ક્વાર્ટર ખાતે આમંત્રીત કરે છે. જેનો સંપુર્ણ ખર્ચ ગુગલ દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમજ વર્ષ દરમિયાન ગુગલ દ્વારા નાની મોટી પર્ક તેમજ ડિસ્કાઉન્ટ કુપનો પણ મળતી રહે છે.
નરેશ દરજી અને પ્રિયંકા ઉપાધ્યાયને ગુગલ દ્વારા કામગીરી માટે એવોર્ડ પણ અપાયા છે. આ વર્ષે પણ ગુગલ લોલક ગાઇડ દ્વારા આખા વિશ્વમાંથી શ્રેષ્ઠ 50 લોકલ ગાઇડને સન્માનિત કરાયા હતા. જેમાં બે ગુજરાતીઓને પણ આ બહુમાન મળ્યું હતું. નરેશ દરજીને શ્રેષ્ઠ કોમ્યુનિટી બિલ્ડરનો એવોર્ડ એનાયત થયો હતો. પ્રિયંકા ઉપાધ્યાયને લોકલ બિઝનેસ ચેમ્પિયનનો એવોર્ડ એનાયત થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે